એરટેલના પ્રાયોરિટી પોસ્ટપેઈડ પ્રીપેડ સબ્સ્ક્રાઇબર્સ માટે સેવાની ગુણવતા પર સારી અસર કરી શકે છે
Photo Credit: Reuters
નવા યુઝર્સ એરટેલ થેંક્સ એપ દ્રારા એરટેલ પ્રાયોરિટી પોસ્ટપેઈડ પર સ્વિચ કરી શકે છે
ભારતી એરટેલ દ્રારા તાજેતરમાં શરૂ કરાયેલી નવી પ્રાયોરિટી નેટવર્ક સેવા સરકાર અને ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા ( TRAI )ની તપાસ હેઠળ આવી હોવાનું કહેવાય છે . આ સેવા ખાસ પોસ્ટપેઈડ ગ્રાહકો માટે રજૂ કરવામાં આવી છે અને તેનો મુખ્ય હેતુ 5G નેટવર્ક સ્લાઇસિંગ ટેક્નોલોજી દ્રારા ભારે ટ્રાફિક દરમિયાન પણ વધુ ઝડપી અને સ્થિર ઇન્ટરનેટ કનેક્ટિવિટી આપવાનો છે . જેમાં નેટ ન્યુટ્રાલિટી નિયમો અને પ્રીપેડ યુઝર્સ પર તેની અસરનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે . એરટેલનો દાવો છે કે નવી સેવા પોસ્ટપેઈડ ગ્રાહકોને વધુ વિશ્વનીય અને સતત નેટવર્ક અનુભવ આપશે .
એક અહેવાલ મુજબ , સરકાર અને TRAI હાલમાં આ સેવાનું ટેસ્ટ કરી રહી છે કે શું તે ભારતના નેટ ન્યુટ્રાલિટી નિયમોનું પાલન કરે છે કે નહીં . સાથે જ , અધિકારીઓ એ પણ ટેસ્ટ કરી રહી છે કે પોસ્ટપેઈડ ગ્રાહકોને આપવામાં આવતી પ્રાયોરિટી પ્રીપેડ યુઝર્સની નેટવર્ક ગુણવત્તા પર અસર તો નહીં કરે .
નવા અહેવાલો અનુસાર , અધિકારીઓએ એરટેલ પાસેથી કામ અને ટેક્નિકલ માળખા વિશે વધુ માહિતી માગી છે . નેટ ન્યુટ્રાલિટી મુજબ , ઇન્ટરનેટ સેવા આપનારાઓને તમામ પ્રકારના ઓનલાઇન ડેટાને સમાન રીતે હેન્ડલ કરવું જરૂરી છે . કોઈપણ વેબસાઈટ , એપ કે પછી યુઝર્સને ખાસ પ્રાથમિકતા આપવી કે સ્પીડમાં ફેરફાર કરવો , આ નિયમના વિરુદ્ધ માનવામાં આવે છે .
સૂત્રોના જણાવ્યા અનુસાર , સંદેશાવ્યહાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પહેલેથી જ અધિકારીઓ સાથે આ સર્વિસ માટેની ચર્ચા કરી ચુક્યા છે . હવે TRAI એ બાબતનું ટેસ્ટ કરી શકે છે કે શું પોસ્ટપેઈડ યુઝર્સને મળતી ઝડપી લેન સેવા અન્ય ગ્રાહકોના અનુભવને અસર કરે છે .
આ સમગ્ર મામલામાં 5G નેટવર્ક સ્લાઇસિંગ પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે . આ ટેક્નોલોજી Standalone ( SA ) 5G આર્કિટેક્ચર પર આધારિત છે અને તે નેટવર્કને અલગ અલગ વિભાગોમાં વહેંચવાની મંજૂરી આપે છે . એરટેલ તેના અમલમાં મુકતા નેટવર્કનો એક ભાગ ખાસ પોસ્ટપેઈડ ગ્રાહકો માટે મુકાયા હોવાનું કહેવાય છે .
એરટેલનો દાવો છે કે નવી સેવા પોસ્ટપેઈડ ગ્રાહકોને વધુ વિશ્વનીય અને સતત નેટવર્ક અનુભવ આપશે . હાલમાં આ સેવા એરટેલના પોસ્ટપેઈડ ગ્રાહકો માટે ઉપલબ્ધ છે , જે કંપનીના કુલ 373 મિલિયન મોબાઈલ સબ્સ્ક્રાઇબર્સમાંથી આશરે 7.75 ટકા હિસ્સો ધરાવે છે .
ભારતમાં ગ્રાહકો માટે 5G નેટવર્ક સ્લાઇસિંગ આધારિત સેવા રજૂ કરનાર એરટેલ પહેલી ટેલિકોમ કંપની બની છે . બીજી તરફ , Reliance Jio હાલમાં આ ટેક્નોલોજીનો ઉપયોગ ફક્ત તેની Fixed Wireless Access ( FWA ) સેવાઓ માટે કરે છે .
જાહેરાત
જાહેરાત
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
BGMI Air Set to Launch in India on December 10; Closed Beta Testing to Begin Later This Month
WhatsApp Rolls Out Recent Media Suggestions Feature for Android and iOS Users: Report