Photo Credit: Vi
નવા પ્લાનમાં રાત્રે ૧૨ થી સવારે ૬ વાગ્યા સુધી અમર્યાદિત નાઇટ ડેટાનો સમાવેશ થાય છે
વોડાફોન આઈડિયા દ્વારા નવો મેક્સ ફેમિલી પ્લાન રજૂ કરવામાં આવ્યો છે. જેમાં, નેટફ્લિક્સના સબ્સ્ક્રિપશનનો પણ સમાવેશ થાય છે. આ પ્લાનનાં લાભ અને કિંમત જોઈએ તો તેની કિંમત રૂ. 871 રાખવામાં આવી છે અને તેમાં બે કનેકશન એક પ્રાઈમરી અને બીજા સેકન્ડરીનો સમાવેશ થાય છે. Vi Max Family પ્લાન પોસ્ટપેઈડ છે અને તે 120 GB ડેટા રોલઓવર લાભ સાથે આપવામાં આવશે જેના દ્વારા નેટફ્લિકસનું બેઝીક સબક્રિપશન મળશે તેમજ વપરાશકર્તા અન્ય OTT પ્લેટફોર્મનું એક્સેસ પણ મેળવી શકશે. આ પ્લાન હેઠળ વપરાશકર્તા અનલિમિટેડ 5G કનેક્ટિવિટીનો લાભ મેળવી શકશે જે હાલમાં દેશનાં મર્યાદિત શહેરોમાં પ્રાપ્ત થશે.વોડાફોન આઈડિયાનો આ પ્લાન 'ચોઈસ' બેનિફિટ પણ ઓફર કરે છે જેમાં, વપરાશકારને તેની પસંદગીનું એક એન્ટરટેઇન્ટમેંટ પ્લેટફોર્મ જેમકે, એમેઝોન પ્રાઈમ, જીઓ હોટસ્ટાર , ફન્કોડ અને સોની લિવ તેમજ અન્ય ચેનલ Vi Movies અને ટીવી એપ દ્વારા આપશે. તેઓ તેમના ડિવાઇસ માટે 12 મહિનાના ફ્રી સબ્સ્ક્રિપશન અથવા ઈઝમાયટ્રીપ ટ્રાવેલ દ્વારા લેવાની ફલાઇટ ટિકિટ પર ડિસ્કાઉન્ટ વચ્ચે પણ પસંદગી કરી શકે છે.
Vi Max Family પ્લાનનું મૂલ્ય રૂ. 871 રાખવામાં આવ્યું છે. તેમાં કુલ 120 GB ડેટા આપવામાં આવશે. જેમાં, પ્રાઈમરી વપરાશકારને 70GB જ્યારે સેકન્ડરી વપરાશકારને 40 GB ડેટા મળશે. જ્યારે બાકીના 10 GB ડેટા બંને વપરાશકર્તા બંને વચ્ચે વહેંચી શકાશે. આ પ્લાન હેઠળ પુખ્ય વપરાશકારને બેઝીક નેટફ્લિક્સનો લાભ ઉઠાવી શકશે.
આ પ્લેનમાં 400GB (200GB દરેક સભ્ય માટે ) સુધીનાં ડેટા રોલઓવરની સગવડ આપવામાં આવી છે. રાતના 12 થી સવારના 6 વાગ્યા સુધી મેમ્બર અનલિમિટેડ ડેટાનો લાભ પણ મેળવી શકશે. આ પ્લેનમાં અનલિમિટેડ લોકલ, STD અને નેશનલ રોમિંગ કોલ્સનો પણ સમાવેશ કરાયો છે. આ પ્લાનમાં 3000 ફરી મેસેજ પણ રહેશે.
રૂ. 299 ઉમેરીને વપરાશકાર વધુ 6 સેકન્ડરી મેમ્બર તેમાં ઉમેરી શકે છે. આ દરેક મેમ્બરને અનલિમિટેડ લોકલ, STD અને નેશનલ રોમિંગ કોલ લાભ અને 40 GB ફ્રી ડેટા મળશે.
આ પ્લાન પસંદગીનાં શહેરો જેમકે, મુંબઈ, દિલ્હી- એનસીઆર, પટના, ચંદીગઢ અને બેંગલુરુમાં અનલિમિટેડ 5G connectivityનો લાભ આપશે.
જાહેરાત
જાહેરાત