અઠવાડિયામાં બે વાર એરટેલની સેવાઓ ખોરવાઈ જવાથી તેના ગ્રાહકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
Photo Credit: Reuters
એરટેલનો તાજેતરનો આઉટેજ બે કલાકમાં ઉકેલાઈ ગયો
એરટેલની સેવાઓ પુન: સ્થાપિત કરાઈ હોવાનું જાણવા મળ્યું છે. અઠવાડિયામાં બે વાર એરટેલની સેવાઓ ખોરવાઈ જવાથી તેના ગ્રાહકોને કોલ કરવામાં, મેસેજ મોકલવા સહિત અન્ય ઇન્ટરનેટને લગતા તમામ કાર્યો કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જાણકારી પ્રમાણે બેંગલુરુ, ચેન્નાઈ, કોલકતા સહિતના વિસ્તારોમાં તેની સેવાઓમાં વિક્ષેપ સર્જાયો હતો. આ ફરિયાદ ધ્યાનમાં લઈ એરટેલે તાત્કાલિક ધોરણે સેવાઓ પુન:સ્થાપિત કરી છે. રવિવારે બે કલાક માટે એરટેલનું નેટવર્ક વ્યાપક પ્રમાણમાં ખોરવાઈ ગયું હતું અને આ અંગે તેના વપરાશકારો સોશિયલ મિડિયા દ્વારા પણ ફરિયાદ કરી રહ્યા હતા.
અઠવાડિયામાં બે વાર એરટેલની સેવાઓ ખોરવાઈ જતા તેના વેપરાશકારને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. દેશમાં એરટેલ બીજા નંબરનું સૌથી મોટું ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર છે ત્યારે અઠવાડિયામાં બીજીવાર તેના ગ્રાકોએ સેવાઓ ખંડિત થઈ હોવાની ફરિયાદ કરી હતી. રવિવારે બપોરે લગભગ ૧૨ વાગે ચેન્નાઈ, બેંગલુરુ અને કોલકાતા અને અન્ય કેટલાક શહેરોમાંથી 6800 જેટલા સબ્સ્કાઇબરોએ કોલ કરવામાં અને રિસીવ કરવામાં મુશ્કેલી આવતી હોવાની ફરિયાદ કરી હતી. જેમાં, કેટલાંક તેમના ડિવાઈઝમાં સિગ્નલ ન આવતા હોવાની તો કેટલાંકે ઇન્ટરનેટ બંધ હોવાની ફરિયાદ કરી હતી.
એરટેલના પ્રીપેઇડ અને પોસ્ટપેઈડ બંને પ્રકારના સબ્સ્કાઇબર્સને આ તકલીફ આવી હતી. માત્ર બેંગલુરુ જ નહીં પણ અન્ય શહેરો જેમકે, ચેનાએ અને કોલકાતામાં એરટેલની સેવાઓ ખોરવાઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે. 6800 જેટલા સબ્સ્કાઇબરોને આ તકલીફ પડી હોવાનું જાણવા મળે છે. જેમાં કોલ કરવામાં અને મેસેજ મોકલવામાં તેમજ વેબસાઈટ ટ્રેક કરવા તેમજ ઓટીપી મેળવવામાં તકલીફ પડી હતી. એરટેલ દ્વારા તેના નેટવર્કને ત્યારબાદ પુન:સ્થાપિત કરવામાં આવ્યું હતું.
એરટેલ દ્વારા અગાઉ તેના x હેન્ડલ પર આ અંગે ખેદ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને જણાવ્યું હતું કે, તેમના જોડાણમાં કામચલાઉ અવરોધ ઊભો થવાથી આ તકલીફ સર્જાઈ હતી. તેમણે એમ પણ જણાવ્યું કે આ મુશ્કેલી એક કલાકની અંદર દૂર કરાઈ હતી અને તેના ગ્રાહકોને તેમના ફોનને રિસ્ટાર્ટ કરી સેવાઓ પુન:સ્થાપિત કરવા કહેવામાં આવ્યું હતું. રવિવારે બપોરે 2 વાગે ડાઉનડિટેક્ટર પર ફરિયાદો ઘટી હોવાનું પણ જોવા મળ્યું હતું.
ટાઉનટાઇમ અંગે વિગતમાં જોઈએ તો, ડાઉનટાઇમ ટ્રેકર વેબસાઇટ અનુસાર, 50 ટકા જેટલા એરટેલના સ્બસ્કાઈબર્સ પ્રિપેઇડ અને પોસ્ટપેઇડ ગ્રાહકોને કોઈ સિગ્નલ આવતું નહતું. 32 ટકા જેટલા ગ્રાહકોને મોબાઇલ ઇન્ટરનેટ એક્સેસ કરવામાં તકલીફ જોવા મળી હતી, જ્યારે 18 ટકાએ તેમના સર્કલમાં સેવા સદંતર બંધ હોવાની ફરિયાદ કરી હતી
જાહેરાત
જાહેરાત