200MP Leica કેમેરા અને 16GB RAM સાથે Xiaomi 17 Ultra ભારતમાં રજૂ

Xiaomi 17 Ultra એ વિશ્વનો પહેલો ફોન હોવાનો દાવો કર્યો છે જેમાં Leicaનું 1 ઇંચ LOFIC સેન્સર છે

200MP Leica કેમેરા  અને 16GB RAM સાથે Xiaomi 17 Ultra ભારતમાં રજૂ

Photo Credit: Gadget 360

Xiaomi 17 Ultra માં ગોળાકાર રિયર કેમેરા મોડયુલ છે

હાઇલાઇટ્સ
  • Leicaનું 1 ઇંચ LOFIC સેન્સર
  • Snapdragon 8 Elite Gen 5 પ્રોસેસર , 6.9 ઇંચ 120Hz OLED ડિસ્પ્લે
  • Wet Touch ટેક્નોલોજી
જાહેરાત

ચીનની ટેક કંપનીએ બુધવારે ભારતમાં Xiaomi 17 Ultra  સ્માર્ટફોન લોન્ચ કર્યો છે . કંપનીએ આ ફ્લેગશિપ ડિવાઇસને તાજેતરમાં બાર્સેલોના , સ્પેનમાં યોજાયેલી  ઇવેન્ટ દરમિયાન વૈશ્વિક બજારોમાં રજૂ કર્યા બાદ હવે ભારતીય બજારોમાં લાવ્યો છે .આ ફોન સ્ટાન્ડર્ડ Xiaomi 17 મોડેલ સાથે રજૂ કરવામાં આવ્યો હતો .કંપનીના જણાવ્યા અનુસાર Xiaomi 17 Ultra Leica ના 1 ઇંચ LOFIC સેન્સર સાથે આવતો વિશ્વનો પહેલો સ્માર્ટફોન છે . તેમાં Leica દ્રારા ટ્યુન કરાયેલ ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ  આપવામાં આવ્યો છે .આ ફોન બ્લેક અને વ્હાઇટ રંગમાં ઉપલબ્ધ છે . 

ભારતમાં કિંમત :
ભારતમાં Xiaomi 17 Ultraની કિંમત રૂપિયા 1,39,999 રાખવામાં આવી છે . ફોન સિંગલ સ્ટોરેજ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે . જેમાં 16GB RAM અને 512GB  ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવ્યું છે . SBI ક્રેડિટ કાર્ડ વડે ખરીદી કરનાર ગ્રાહકોને રૂપિયા 10,000 સુધીનો બેંક ડિસ્કાઉન્ટ પણ મળશે .

13 માર્ચથી 17 માર્ચ દરમિયાન પ્રારંભિક ઑફર પિરિયડ ગ્રાહકોને રૂપિયા 19,999 કિંમતનું Xiaomi Professional Photography Kit Pro પણ કોઈ વધારાના  ખર્ચ વિના મળશે .Xiaomi 17 Ultra 18 માર્ચથી Amazon અને Xiaomi India ના ઓનલાઇન સ્ટોર પર વેચાણ માટે ઉપલબ્ધ રહેશે .

Xiaomi 17 Ultra ફીચર્સ :
Xiaomi 17 Ultra ડયુઅલ સિમ આધારિત HyperOS 3 પર ચાલે છે . ફોનમાં 6.9 HyperRGB OLED ડિસ્પ્લે આપવામાં આવી  છે, જે 120Hz  રિફ્રેશ રેટ , 300Hz ટચ સેમ્પલિંગ રેટ અને 3,500nits સુધીની પીક બ્રાઇટનેસ આપે છે . તેમાં DCI-P3 કલર ગેમટ , HDR સપોર્ટ , Dolby Vision  અને Xiaomi Shield Glass 3.0 પ્રોટેકશન પણ  છે .

આ ફોનમાં Wet Touch ટેક્નોલોજી પણ છે જેથી વપરાશકર્તા ભીની આંગળીઓથી પણ સ્ક્રીનનો ઉપયોગ કરી શકે છે . આ ડિસ્પ્લે TUV Rheinland Low Blue Light, Flicker -Free અને Circadian Friendly સર્ટિફિકેશન સાથે આવે છે .

Latest and Breaking News on NDTV

પરફોર્મન્સ :
પરફોર્મન્સ માટે તેમાં Qualcommનો 3nm આધારિત Snapdragon 8 Elite Gen 5ઓક્ટા કોર 4.6GHz  સુધી ક્લોક થાય છે જયારે છ કાર્યક્ષમતા કોર 3.62GHz પર કામ કરે છે .ફોનમાં 16GB LPDDR5*RAM અને 512GB USF 4.1 સ્ટોરેજ આપવામાં આવ્યું છે . આ ઉપરાંત Adreno GPU અને Qualcomm AI  Engine પણ આપવામાં આવ્યા છે . ફોન ધૂળ અને પાણી પ્રતિકાર માટે IP68 રેટિંગ સાથે આવ્યું છે .

 કેમેરા :
કેમેરા વિભાગમાં Leica ટ્યુનિંગ સાથે ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે . તેમાં 50 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા (1 ઇંચ Light Fusion 1050 સેન્સર , OIS ) આપવામાં આવ્યો છે . આ ઉપરાંત 200મેગાપિક્સલનો ટેલિફોટો કેમેરા છે , જેમાં Samsung HPE સેન્સર , OIS  અને 120 ડિજિટલ ઝૂમ સપોર્ટ મળે છે .ત્રીજો કેમેરા 50 મેગાપિક્સલ અલ્ટ્રાવાઇડ લેન્સ છે , જે 115 ડિગ્રી ફિલ્ડ ઓફ વ્યુ આપે છે .

સેલ્ફી અને વિડીયો કોલ માટે ફોનમાં 50 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે . રિયર કેમેરા 8K રિઝોલ્યુશન સુધી વિડીયો રેકોર્ડિંગ સપોર્ટ કરે છે . આ ફોનમાં સુરક્ષા માટે  અલ્ટ્રાસોનિક ઈન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર અને AI ફેસ અનલોક ફીચર પણ આપવામાં આવ્યું છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »