Samsung Galaxy S26 Ultra વધુ આક્રમક શાર્પનિંગ અને કોન્ટ્રાસ્ટનો ઉપયોગ કરતુ હોવાનું જાણવા મળ્યું છે
Photo Credit: Gadget 360
સેમસંગ ગેલેક્સી S26 અલ્ટ્રામાં પાછળના ભાગમાં ક્વોડ કેમેરા સિસ્ટમ છે .
દર વર્ષે Apple અને Samsung તેમના ફ્લેગશિપ સ્માર્ટફોન દ્રારા શ્રેષ્ઠ સ્માર્ટફોન માટે સ્પર્ધા કરે છે . આ વર્ષે પણ આ સ્પર્ધા ચાલુ છે , જ્યાં લોન્ચ થયેલા Samsung Galaxy S26 Ultra , iPhone 17 Pro સામે ટક્કર આપી રહ્યો છે . કેમેરા પ્રદર્શનની વાત કરીએ તો DxOMarkના મૂલકયાંકનમાં iPhone 17 Pro એ Samsung Galaxy S26 Ultra કરતા વધુ સારું પ્રદર્શન કર્યું છે , ભલે સેમસંગે તેમાં 200+ મેગાપિક્સલ કેમેરા સેન્સર આપ્યું હોય .DxOMark દ્રારા કરવામાં આવેલા આ મૂલ્યાંકમાં બંને સ્માર્ટફોનના કેમેરા પ્રદર્શનને અનેક પરિબળોના આધારે તપાસવામાં આવ્યા . તેમાં ઇમેજ કેપ્ચર ,વિડીયો રિકોર્ડિંગ , ઝૂમ ક્ષમતા , એક્સપોઝર , કલર એક્યુરેસી અને ઑટોફોક્સનો સમાવેશ થાય છે.
બેંચમાર્કિંગ પ્લેટફોર્મ મુજબ iPhone 17 Pro રંગોની ચોકસાઈ , સ્થિર એક્સપોઝર અને ગુણવત્તામાં વધુ સારું સાબિત થાય છે . સાથે જ તેમાં ડાયનેમિક રેન્જ અને સબ્જેક્ટ ટ્રેકિંગ પણ વધુ સારો જોવા મળ્યો , જેના કારણે તેને કુલ સ્કોરમાં આગવી લીડ મળી.
બીજી તરફ , Samsung Galaxy S26 Ultraને તેની શક્તિશાળી ઝૂમ ક્ષમતા અને હાઈ રિઝોલ્યુશન કેમેરા માટે પ્રશંસા મળી . આમાં 50 મેગાપિક્સલ પેરિસ્કોપ ટેલિફોટો લેન્સ આપવામાં આવ્યા છે જોકે DxOMark અનુસાર , કેટલીક પરિસ્થિતિઓમાં ફોન સતત સમાન ગુણવત્તા આપવામાં નિષ્ફ્ળ ગયો જેના કારણે તેના કુલ સ્કોર પર અસર પડી .
DxOMark એ બંને ફ્લેગશિપ સ્માર્ટફોનના કેમેરા વચ્ચે કેટલાક મહત્વપૂર્ણ તફાવતો પણ દર્શાવ્યા . પરીક્ષણ દરમિયાન iPhone 17 pro માં વધુ કુદરતી કલર રેન્ડરિંગ અને સતત સમાન એક્સપોઝર જોવા મળ્યું, જેના કારણે ફોટોગ્રાફીનો અનુભવ વધુ વિશ્વનીય રહ્યો .તેની સરખામણીએ તેની સરખામણીએ Samsung Galaxy S26 Ultra કેટલાક દ્રશ્યોમાં વધુ શાર્પનિંગ અને કોન્ટ્રાસ્ટ લાગુ કરતો જોવા મળ્યો , જેના કારણે કુદરતી ટેક્સચર થોડું ઓછું લાગતું હતું .
કુલ સ્કોરની વાત કરીએ તો Samsung Galaxy S26 Ultraને DxOMark કેમેરા રેટિંગમાં 157 પોઇન્ટ મળ્યા છે . આ તેના પૂર્વવર્તી મોડેલ Samsung Galaxy S26 Ultra ના 151 પોઇન્ટ કરતા વધારે છે . તેમ છતાં તે હજુ પણ iPhon 17 Proને પાછળ મૂકી શક્યું નથી , જેને કુલ 168 પોઇન્ટ મળ્યા છે Samsung Galaxy S26 Ultra અન્ય લોકપ્રિય સ્માર્ટફોન જેવા કે iPhone 16 Pro Max (161પોઇન્ટ ) અને Google Pixel 10 Pro XL (163 પોઇન્ટ )કરતા પણ પાછળ રહ્યું .
જાહેરાત
જાહેરાત
Cyberpunk 2077 Has Sold 40 Million Copies, CD Projekt Red Confirms
Nokia 235 4G (2026), 215 4G (2026) Launched Alongside Nokia 210 4G, and 200 4G With AI Assistant Button