7,200mAh બેટરી અને Media Tek Dimensity ચિપ સાથે Vivo Y51 Pro 5G ભારતમાં લોન્ચ

Vivo Y51 Pro 5G ભારતમાં ફ્લિપકાર્ટ અને Vivo India ઓનલાઇન સ્ટોર દ્રારા ખરીદી માટે ઉપલબ્ધ થશે

7,200mAh  બેટરી અને Media Tek Dimensity ચિપ સાથે Vivo Y51 Pro 5G ભારતમાં લોન્ચ

Photo Credit: Vivo

Vivo Y51 Pro 5Gમાં 8 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા છે .

હાઇલાઇટ્સ
  • 8GB LPDDR4*RAM અને 256GB UFS 3.1 સ્ટોરેજ
  • ફોનમાં 7,200mAh ની મોટી બેટરી
  • Festive Red અને Noble Gold રંગોમાં ખરીદી શકાય
જાહેરાત

Vivo Y51 Pro 5G ભારતમાં લોન્ચ કિંમત અને ઉપલબ્ધતા :
ચીનની ટેક કંપની Vivo દ્રારા બુધવારે ભારતમાં Vivo Y51 Pro 5G સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યો છે . કંપનીનો આ નવો Y- સિરીઝનો સ્માર્ટફોન ઈ-કોમર્સ  પ્લેટફોર્મ અને કંપનીના સતાવાર ઓનલાઇન સ્ટોર મારફતે ખરીદી માટે ઉપલબ્ધ થશે .Vivo Y51 Pro 5G બે સ્ટોરેજ વેરિઅન્ટ અને બે કલર વિકલ્પોમાં મળી જશે .જેમાં 50 મેગાપિક્સલનો મુખ્ય કેમેરા સામેલ છે , આ ઉપરાંત સ્માર્ટફોન  Media Tek Dimensity  7000 સિરીઝ ચિપસેટથી ચાલે છે . આ ફોનમાં 7,200mAh ની મોટી બેટરી આપવામાં આવી છે .આ બેટરી 44W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે . ફોનમાં 6.75 ઇંચની LCD ડિસ્પ્લે આપવામાં આવી છે જે 120Hz સુધીના રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે .

ભારતમાં Vivo Y51 Pro 5Gની શરૂઆતની કિંમત રૂપિયા 24,999 રાખવામાં આવી છે જે 8GB RAM અને 128GB  સ્ટોરેજ વેરિઅન્ટ માટે છે . જયારે 8GB  RAM અને 256GB સ્ટોરેજ ધરાવતા ટોપ વેરિઅન્ટની કિંમત રૂપિયા 27,999 છે . કંપની 16 માર્ચે પહેલા સ્માર્ટફોન ખરીદનારા ગ્રાહકોને રૂપિયા 2,500 સુધીનું કેશબેક પણ આપી રહી છે .

આ સ્માર્ટફોન 11 માર્ચથી Flipkart અને Vivo India ના ઓનલાઇન સ્ટોર પર વેચાણ માટે ઉપલબ્ધ બનશે . Vivo Y51 Pro 5G Festive Red અને Noble Gold રંગોમાં ખરીદી શકાય છે .

Vivo Y51 Pro 5G સ્પેસિફિકેશન્સ અને ફીચર્સ :
Vivo Y51 Pro 5G ડયુઅલ સિમ સપોર્ટ સાથે આવે છે અને Android 16 આધારિત OriginOS 6 પર ચાલે છે .તેમાં 6.75 ઇંચનો LCD ડિસ્પ્લે આપવામાં આવી છે , જે 120Hz  રિફ્રેશ રેટ અને 83 ટકા NTSC કલર કવરેજ આપે છે . ફોનમાં પ્લાસ્ટિક બેક પેનલ આપવામાં આવી છે . કંપનીના જણાવ્યા અનુસાર તેમાં  ધૂળ અને પાણીથી સુરક્ષા માટે IP68 + IP69 રેટિંગ પણ આપવામાં આવ્યું છે .

પર્ફોર્મન્સ :
પર્ફોર્મન્સ  માટે તેમાં 4nm આધારિત Media Tek Dimensity 7360-ટર્બો ઓક્ટા-કોર ચિપસેટ આપવામાં આવ્યો છે . તેમાં ચાર પરફોર્મન્સ કોર છે જે 2.5Ghz સુધીની ક્લોક સ્પીડ આપે છે . ફોનમાં 8GB LPDDR4*RAM અને 256GB UFS 3.1 સ્ટોરેજ આપવામાં આવ્યું છે .

કેમેરા :
વાત કરીએ કેમેરાની તો તેમાં ડયુઅલ રિયર કેમેરા સેટઅપ છે જેમાં f/2.0 અપર્ચર સાથે 50 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા અને f/2.4 અપર્ચર સાથે 2 મેગાપિક્સલનો  સેકેન્ડરી કેમેરા સામેલ છે . સેલ્ફી અને વિડીયો કોલ માટે ફોનમાં ફ/2.05   અપર્ચર સાથે 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે . આ સ્માર્ટફોન  4K રિઝોલ્યુશન સુધી વિડીયો રેકોર્ડિંગને સપોર્ટ કરે છે .

બેટરી :
ફોનમાં 7,200mAh  બેટરી આપવામાં આવી છે જે 44W  ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે . કનેક્ટિવિટી માટે તેમાં 5G, 4G LTE, ડયુઅલ બેન્ડ   Wi-Fi, Bluetooth 5.4 , USB Type-C , GPS, BeiDou, GLONASS, Galileo અને QZSS સપોર્ટ આપવામાં આવ્યો છે .

સેન્સર્સમાં એકસેલેરોમીટર , એમ્બિયન્ટ લાઈટ સેન્સર પ્રોક્સિમિટી સેન્સર , ઈ- કંપાસ , ગાયરોસ્કોપ અને સાઈડ - માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર સામેલ છે . ફોનનું માપ  166.6*78.4*8.39mm છે અને તેનું વજન લગભગ 219 ગ્રામ છે .
 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »