આ ફ્લેશ ડ્રાઈવ USB Type-C ઉપકરણો સાથે સુંસગત છે . જેમાં લેપટોપ , ટેબ્લેટ અને અન્ય સપોર્ટેડ ગેજેટ્સનો સમાવેશ થાય છે .
Photo Credit: SanDisk
SanDisk Extreme Fit USB Type-C ફ્લેશ ડ્રાઈવ અલ્ટ્રા કોમ્પેકટ ડિઝાઇન ધરાવે છે .
કંપની અનુસાર આ ફ્લેશ ડ્રાઈવ દેશમાં ફક્ત Flipkart પર ખરીદી માટે ઉપલબ્ધ રહેશે .
SanDisk Extreme Fit ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ :
SanDisk Extreme Fit USB Type-C ફ્લેશ ડ્રાઈવમાં અલ્ટ્રા કોમ્પેકટ ડિઝાઇન આપવામાં આવી છે , જે ઉપકરણમાં પ્લગ કર્યા પછી બહાર વધુ જગ્યા લેતી નથી . કંપની મુજબ આ ડ્રાઈવ ખાસ કરીને એવા વપરાશકર્તાઓ માટે યોગ્ય છે જેમને મુસાફરી દરમિયાન વધારાના સ્ટોરેજની જરૂર હોય .
આ ફ્લેશ ડ્રાઈવ 128GB થી 1TB વેરિઅન્ટ માટે 400MB/s સુધીની રીડ સ્પીડ સપોર્ટ કરે છે જયારે 64GB મોડેલ 300MB/s સુધીની રીડ સ્પીડ આપે છે . આ સ્પીડ ફોટા , વિડીયો અને દસ્તાવેજો જેવી ફાઈલનું ઝડપી ટ્રાન્સફર શક્ય બનાવે છે .
SanDisk ખાતે IMEAના સિનિયર ડિરેક્ટર ઓફ સેલ્સ તારિક હુસેનીએ જણાવ્યું હતું કે નવી ફ્લેશ ડ્રાઈવ તેની કોમ્પેકટ અને "લીવ ઈન " ડિઝાઇન સાથે ઝડપી અને ઉચ્ચ ક્ષમતાવાળી સ્ટોરેજ પ્રદાન કરે છે .તેને વારંવાર પ્લગ ઈન અથવા અનપ્લગ કરવાની જરૂર રહેતી નથી .
કંપની અનુસાર , આ ફ્લેશ ડ્રાઈવ USB Type-C ઉપકરણો , જેમ કે લેપટોપ, ટેબ્લેટ અને અન્ય સપોર્ટેડ ગેજેટ્સ સાથે સુસંગત છે . તે SanDisk Memory Zone એપ સાથે પણ કામ કરે છે , જે વપરાશકર્તાઓને ફાઈલ મેનેજમેન્ટ , બેકઅપ અને રીસ્ટોર કરવાની સુવિધા આપે છે . આ એપ Windows અને Mac ઉપકરણો માટે ઉપલબ્ધ છે અને સેટિંગ્સ દ્રારા દ્રારા ઓટોમેટિક બેકઅપ પણ સપોર્ટ કરે છે .
જાહેરાત
જાહેરાત
WhatsApp Starts Warning Users About Chats From Unknown Numbers
iPhone 18 Pro, iPhone 18 Pro Max Camera Upgrades Said to Result in Thicker Rear Camera Module, Larger Lenses
Grand Theft Auto 6 Price, Editions Revealed; Pre-Orders Begin at Midnight on June 25