Vivo X300s Max તરીકે ચર્ચામાં રહેલો ફોન હવે Vivo X300s નામે આવશે

Vivo X300sને પહેલા Vivo X300 Max તરીકે લોન્ચ કરવામાં આવે તેવી અપેક્ષા હતી

Vivo X300s Max તરીકે ચર્ચામાં રહેલો ફોન હવે Vivo X300s  નામે આવશે

Photo Credit: Vivo

Vivo X300s ગયા વર્ષના Vivo X200s ને સફળ બનાવવા માટે તૈયાર છે .

હાઇલાઇટ્સ
  • Circular Polarised Light 2.0" ટેક્નોલોજી
  • Zeiss ટ્યુન્ડ 200 મેગાપિક્સલનો મુખ્ય કેમેરા
  • Media Tek Dimensity 9500+ ચિપસેટ
જાહેરાત

તાજેતરમાં પૂર્ણ થયેલા Mobile World Congress 2026 દરમિયાન એક નવો સ્માર્ટફોનને જોવામાં આવ્યો હતો , તેને શરૂઆતમાં Vivo X300s Max માનવામાં  આવી રહ્યો હતો . તે સમયે કંપનીએ આ નવા મોડેલ અંગે કોઈ સત્તાવાર માહિતી આપી ન હતી . પણ હવે કંપનીએ પુષ્ટિ કરી છે કે આ સ્માર્ટફોન ચીનમાં Vivo X300s નામે લોન્ચ થશે . સાથે સાથે આગામી સ્માર્ટફોનની ડિસ્પ્લે કેમેરા , સ્પીકર સેટઅપ અને હેપ્ટિક મોટર વિશે કેટલીક મહત્વપૂર્ણ વિગતો પણ જાહેર કરવામાં આવી  છે .પહેલાના અહેવાલો મુજબ Vivo X300sનું   માર્ચ મહિનામાં અનાવરણ થઈ શકે છે .આ ફોનની Media Tek Dimensity 9000સિરીઝ ચિપસેટથી સંચાલિત થવાની અપેક્ષા છે . આ મોડેલ ગયા વર્ષે લોન્ચ થયેલા Vivo X200sનો અનુગાહી બની શકે છે. આ ફોનમાં 6,200mAh બેટરી આપવામાં આવી હતી .

  Vivo X300s સ્પેસિફિકેશન્સ અને ફીચર્સ :
ચીની માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ Weibo પર કરેલી પોસ્ટમાં Vivoના પ્રોડક્ટ મેનેજર Han Boxiao એ પુષ્ટિ કરી છે કે અગાઉ અફવા રહેલો  Vivo X300 Max હવે   Vivo X300s તરીકે લોન્ચ થશે . તેમણે વધુમાં જણાવ્યું કે આગામી ફોનમાં 6.78 ઇંચની ડિસ્પ્લે હશે , જે 144Hz સુધીના રિફ્રેશ રેટને સપોર્ટ કરશે . આ ડિસ્પ્લેમાં BOE Q10 Plus લ્યુમિનેસેન્ટ મટિરિયલનો ઉપયોગ થશે અને આંખોની સુરક્ષા માટે " Circular Polarised Light 2.0" ટેક્નોલોજીનો સપોર્ટ મળશે .

Vivo X300s કેમેરા:

વાત કરીએ કેમેરાની તો આ ફોન Vivo X300sમાં પાછળના ભાગે Zeiss ટ્યુન્ડ 200 મેગાપિક્સલનો મુખ્ય કેમેરા મળશે . આ ફોનમાં "1511 War Drum Master " સિમેટ્રિકલ ડયુઅલ સ્પીકર સેટઅપ પણ આપવામાં આવશે . જે કંપનીના દાવા અનુસાર ગેમિંગ દરમિયાન 120 ટકા વધુ સારો અવાજ આપશે . આ ઉપરાંત આ ફોનમાં  કસ્ટમ 751440 "Ultra Sensory Vibration Motor " આપવામાં આવશે . જે ખાસ એલોય મટિરિયલ ઉપયોગથી 9595 હેપ્ટિક મોટર કરતા 2.2 ગણા વધુ બેન્ડવિડ્થ પ્રદાન કરશે .


તાજેતરના અહેવાલ મુજબ Vivo X300sમાં Media Tek Dimensity 9500+ ચિપસેટ હોઈ શકે છે અને તેમાં લગભગ 7,000mAh બેટરી આપવામાં આવી શકે છે . આ ફોનમાં મિડ-રેન્જ પેરિસ્કોપ ટેલોફોટો સેન્સર સાથે ડયુઅલ રિયર કેમેરા સેટઅપ હોવાની સંભાવના છે . આ ઉપરાંત તેમાં 1.5K OLED ડિસ્પ્લે અને ગોળાકાર  રિયર કેમેરા મોડયુલ પણ હોઈ શકે છે .ચીની સ્માર્ટફોન નિર્માતા કંપની આ મહિનાના અંત સુધીમાં આ હેન્ડસેટ લોન્ચ કરી શકે છે . જોકે સત્તાવાર લોન્ચ તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી . 

આગામી Vivo X300s ગયા વર્ષે એપ્રિલ 2025માં ચીનમાં લોન્ચ થયેલા Vivo X200s ને સફળ બનાવશે . તે સમયે તેની કિંમત CNY 4,199(આશરે રૂપિયા 49,000) હતી . આ સ્માર્ટફોનમાં 12GB RAM અને 256GB સ્ટોરેજ આપવામાં આવ્યું હતું . તેમાં 6.67 ઇંચ ફૂલ HD +AMOLED ડિસ્પ્લે, 120Hz રિફ્રેશ રેટ અને  5,000 નિટ્સ સુધીની પીક બ્રાઇટનેસ મળે છે , જયારે આ હેન્ડસેટને Media Tek Dimensity 9400+ ચિપસેટથી પાવર આપવામાં આવે છે .
 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »