Xiaomi તેના 17 સિરીઝના બે ફ્લેગશિપ સ્માર્ટફોન માર્ચમાં લોન્ચ કરશે

Xiaomi તેના 17 સિરીઝના બે ફ્લેગશિપ સ્માર્ટફોન MWC બાર્સેલોના 2026 ના સમયગાળા દરમ્યાન લોન્ચ કરશે. તે સોમવાર, 2 માર્ચ થી ગુરુવાર, 5 માર્ચ, 2026 ના ગાળામાં યોજાનાર છે.

Xiaomi તેના 17 સિરીઝના બે ફ્લેગશિપ સ્માર્ટફોન માર્ચમાં લોન્ચ કરશે

Photo Credit: Xiaomi

Xiaomi 17 અને Xiaomi 17 Ultra ગયા વર્ષે ચીનમાં લોન્ચ થયા હતા

હાઇલાઇટ્સ
  • 17 Pro અને 17 Pro Max ચીન પૂરતા સીમિત
  • વૈશ્વિક Xiaomi 17 Ultra માં બેટરી 6,000mAh હશે
  • Xiaomi 17 બ્લુ, ગ્રીન અને બ્લેક કલરમાં મળશે
જાહેરાત

Xiaomi તેના 17 સિરીઝના બે ફ્લેગશિપ સ્માર્ટફોન MWC બાર્સેલોના 2026 ના સમયગાળા દરમ્યાન લોન્ચ કરશે. તે સોમવાર, 2 માર્ચ થી ગુરુવાર, 5 માર્ચ, 2026 ના ગાળામાં યોજાશે. યુરોપમાં તે અગાઉ જ લોન્ચ કરાશે જ્યારે ભારતમાં તે માર્ચની શરૂઆતમાં લોન્ચ કરશે. લીકસ્ટર યોગેશ બ્રાર દ્વારા આ માહિતી મળી રહી છે. વેનીલા Xiaomi 17 અને Xiaomi 17 અલ્ટ્રા ફ્લેગશિપ (Leica Edition સહિત) વૈશ્વિક સ્તરે ઉપલબ્ધ થશે, જ્યારે 17 Pro અને 17 Pro Max ચીનમાં જ પ્રાપ્ય રહેશે. વૈશ્વિક બજાર માટે Xiaomi 17 અને 17 Ultra ની કેટલીક ઇમેજ લીક થઈ છે. તેમાં તેના કલર જોઈ શકાય છે.

Xiaomi 17, આ નાનો ફોન બ્લુ, ગ્રીન અને બ્લેક કલરમાં આવી રહ્યો છે. ગ્રીન કલર તેમાં નવો ઉમેરાયો છે. કેમકે તે ચીનમાં ઉપલબ્ધ નહોતો. એવું લાગે છે કે ચીનને પિન્ક મોડેલ મળ્યું હતું.

Xiaomi 17 Ultra સ્ટારી ગ્રીન, વ્હાઇટ અને બ્લેક રંગમાં ઉપલબ્ધ થશે. ચાઇનીઝ મોડેલમાં પહેલાથી જ ગ્રીન અને પર્પલ કલરનો વિકલ્પ હતો. Leica Edition કલર વિકલ્પો તેના રેન્ડરમાં દર્શાવાયા નથી - તેમાં એક્સક્લુઝિવ કલર્સ છે, બ્લેક અને ઓફ વ્હાઇટ.

એક મહત્વપૂર્ણ બાબત એ છે કે વૈશ્વિક Xiaomi 17 Ultra બેટરી ક્ષમતામાં ઘટાડો કરી રહ્યું છે - તે ચાઇનીઝ મોડેલની જેમ 6,800mAh ને બદલે 6,000mAh હશે.

વૈશ્વિક સ્તરે આવનારા સ્માર્ટફોનમાં પણ ચાઇનીઝ મોડેલ જેટલી જ 8.29mm સાઇઝ આવશે. સંભવતઃ, વજન પણ 223 ગ્રામ આવશે. Leica Edition 8.46mm સાઇઝ સાથે થોડું જાડું અને ભારે 230 ગ્રામ છે.

અગાઉ મળતી માહિતી પ્રમાણે 512GB સ્ટોરેજવાળા Xiaomi 17 ની કિંમત €1,100 હશે - આનો અર્થ 256GB બેઝ મોડેલ માટે €1,000 થશે. Xiaomi 17 Ultra 512GB ની કિંમત €1,500 હશે. આ કિંમતો Xiaomi 15 અને 15 Ultra જેવી જ છે જેને MWC 2025 માં વૈશ્વિક સ્તરે લોન્ચ કરવામાં આવ્યા હતા.

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »