એરટેલે રૂ. 249 મૂલ્યનો પ્રિપેઇડ રિચાર્જ પ્લાન પાછો ખેંચ્યો છે. આ અગાઉ જીઓએ પણ રૂ. 249નો આ પ્લાન બંધ કર્યો હતો.
Photo Credit: Reuters
એરટેલ ભારતની બીજી સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર કંપની છે
એરટેલ દ્વારા તેનો રૂ. 249 મૂલ્યનો પ્રિપેઇડ રિચાર્જ પ્લાન પાછો ખેંચી લીધો છે. આ પ્લાન હેઠળ પ્લાન ધારકને 24 દિવસની માન્યતા સાથે રોજના 1GB ડેટા વપરાશ માટે મળતા હતા. તેમાં હાઈ ઈન્ટરનેટ સ્પીડ અને અનલિમિટેડ કોલ્સ ઉપરાંત 100 મેસેજીસના લાભ પણ મળતા હતા. એન્ટ્રી લેવલનો આ પ્લાન એરટેલના વપરાશકર્તાઓમાં પ્રચલિત હતો અને તેને પાછો ખેંચવામાં આવતા તેના વપરાશકારે કિંમતમાં થોડા વધુ એવા રૂ. 299નું રિચાર્જ કરાવવાનું રહેશે. આ પ્લાન બુધવારે પાછો ખેંચાયો હતો. રૂ. 249નો પ્લાન રદ કરનાર એરટેલ બીજી ટેલિકોમ કંપની બની છે. અગાઉ રિલાયન્સ જિયો દ્વારા પણ તેનો રૂ. 249નો પ્લાન રદ કરાયો હતો.
એરટેલ ટેલિકોમ કંપની દ્વારા રૂ. 249નો પ્લાન બંધ કરાયો છે અને આ બદલાવ તેના થેન્ક્સ એપ પર જોઈ શકાય છે. એરટેલ ટેહન્ક્સ પર એવું લખાણ આવે છે કે, ભાવમાં સુધારો કરાયો છે. આ પ્લાન 24 દિવસની માન્યતા ધરાવતો હતો અને તેમાં એરટેલના ગ્રાહકોને રોજના 1GB ડેટા વપરાશ માટે મળતા હતા. તેમાં હાઈ ઈન્ટરનેટ સ્પીડ અને અનલિમિટેડ સ્થાનિક, એસટીડી અને રોમિંગ કોલ્સ ઉપરાંત 100 મેસેજીસના લાભ પણ મળતા હતા.
એરટેલ રૂ. 17000ના મૂલ્યનું 12 મહિનાનું પરપ્લેક્સિટી પ્રોનું સબ્સ્ક્રિપ્શન પણ આપે છે. આ માટે એરટેલ દ્વારા AI સ્ટાર્ટઅપ પરપ્લેક્સિટી સાથે પણ જોડાણ કરાયું છે. આ લાભ પણ તે તેના પ્રીપેઇડ રિચાર્જ કરાવનાર ગ્રાહકને આપે છે. રૂ. 249 પ્રિપેઇડ રિચાર્જ દ્વારા ગ્રાહકને સ્પેમ અંગેની સૂચના, આ સાથે એરટેલ એક્સટ્રીમ કન્ટેન્ટનું ફ્રી સ્બસ્ક્રિપ્શન અને ૩૦ દિવસ હેલો ટ્યુન પણ મળતું હતું.
રૂ. 249 કિંમતવાળો પ્લાન બંધ થતા ગ્રાહક પાસે માત્ર રૂ. 299 નો પ્લાન લેવાનો વિકલ્પ રહે છે. તે પ્લાનમાં અગાઉના પ્લાનના બધા જ લાભો છે અને તેની માન્યતા 28 દિવસની રહેશે. અગાઉ જીઓ દ્વારા પણ તેના રિચાર્જ પ્લાનમાં ફેરબદલ કરાઈ હતી. જેમાં, 1GB ડેટા ધરાવતા પ્લાનનું મૂલ્ય રૂ. 249 અને તેની માન્યતા 24 દિવસની હતી તેને બંધ કરી 28 દિવસની માન્યતા સાથે રૂ. 299 નો પ્લાન ચાલુ રખાયો હતો. જોકે, રિચાર્જ કરાવનાર માટે એક સારી વાત એ છે કે, વોડાફોન આઈડિયાએ તેનો રૂ. 249 રિચાર્જ પ્લાન ચાલુ રાખ્યો છે. આથી તે એકમાત્ર કંપની છે કે, જે રૂ. 249નું રિચાર્જ આપે છે.
જાહેરાત
જાહેરાત