Jio યુઝર્સ માટે નવો ગેમિંગ પ્લાન : 2GB દૈનિક ડેટા સાથે સબ્સ્ક્રિપ્શન બંડલ

Jio નો યુથ અને ગેમિંગ પ્લાન Google Gemini પ્રોની ઍક્સેસ પણ આપે છે , જેમાં 5TB ક્લાઉડ સ્ટોરેજ પણ શામેલ છે

Jio યુઝર્સ માટે નવો ગેમિંગ પ્લાન : 2GB દૈનિક ડેટા સાથે  સબ્સ્ક્રિપ્શન બંડલ

Photo Credit: Reuters

આ પ્લાનમાં JioHotstar નું ત્રણ મહિનાનો સબ્સ્ક્રિપ્શન શામેલ છે

હાઇલાઇટ્સ
  • " યુથ એન્ડ ગેમિંગ પ્લાન " નામનો નવો પ્રીપેડ પ્લાન લોન્ચ
  • આ પ્લાનની કિંમત રૂપિયા 459 રાખવામાં આવી
  • યુઝર્સને JioGames , JioTV અને Snapchat + જેવી સેવાઓનો ઍક્સેસ
જાહેરાત

Jio એ ભારતમાં " યુથ એન્ડ ગેમિંગ પ્લાન " નામનો નવો પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યો છે , Jio એ રૂપિયા 459 નો યુથ એન્ડ ગેમિંગ પ્લાન લોન્ચ કર્યો છે , જેમાં 28 દિવસ માટે 2GB દૈનિક ડેટા અનલિમિટેડ કોલિંગ અને 100 SMS મળે છે  જે ખાસ કરીને યુથ યુઝરો અને ગેમિંગ , સ્ટ્રીમિંગ તેમજ સોશિયલ મીડિયા  વધુ વાપરતા લોકો માટે ડિઝાઈન કરવામાં આવ્યો છે . આ પ્લાનમાં ડેટા , કોલિંગ અને મનોરંજન સેવાઓનું એક કોમ્બિનેશન આપવામાં આવ્યું છે , જેથી  યુઝર્સને એક જ રિચાર્જમાં અનેક સુવિધાઓ મળી રહે . 

Jio નવો પ્લાન :

આ પ્લાનની કિંમત રૂપિયા 459 રાખવામાં આવી છે અને તેની માન્યતા 28 દિવસની છે , તેમાં કુલ 61GB ડેટા આપવામાં આવે છે  , જેમાં દરરોજ 2GB હાઈ - સ્પીડ ડેટા  અને વધારાના 5GB ડેટાનો સમાવેશ થાય છે . જયારે હાઈ - સ્પીડ ડેટા પૂરો થઈ જાય છે , ત્યારે ઇન્ટરનેટ સ્પીડ ઘટીને 64Kbps થઈ જાય છે .

આ ઉપરાંત , યુઝર્સને અનલિમિટેડ વૉઇસ કોલિંગ અને દરરોજ 100 SMSની સુવિધા પણ આપવામાં આવે છે . Jio ના True 5G નેટવર્ક વિસ્તારમાં રહેલા યુઝર્સને  અનલિમિટેડ 5G ડેટાનો લાભ પણ મળી શકે છે .

આ પ્લાનની સૌથી ખાસ વાત એ છે કે તેમાં અનેક ડિજિટલ સબ્સ્ક્રિપ્શન બંડલ કરવામાં આવ્યા છે . યુઝર્સને JioGames , JioTV  અને Snapchat + જેવી સેવાઓનો ઍક્સેસ મળે છે . સાથે જ JioHotstar પર 3 મહિનાનું મોબાઇલ સબ્સ્ક્રિપ્શન  અને JioAICloud પર 50GB ક્લાઉડ સ્ટોરેજ પણ આપવામાં આવે છે , જે મનોરંજન અને ડેટા સ્ટોરેજ માટે ઉપયોગી છે .

આ ઉપરાંત , પ્લાન સાથે 18 મહિના માટે Google Gemini Pro ઓફર પણ આપવામાં આવે છે , જેમાં 5TB ક્લાઉડ સ્ટોરેજ અને એડવાન્સ્ડ AI ફિચર્સનો સમાવેશ  થાય છે . આ તમામ લાભોનો ઉપયોગ ચાલુ રાખવા માટે યુઝર્સ પોતાનો પ્લાન સક્રિય રાખવો જરૂરી છે . કુલ મળીને , આ પ્લાન યુવા અને હેવી ઇન્ટરનેટ  યુઝર્સ માટે એક ઓલ - ઈન - વન પેકેજ તરીકે રજૂ કરવામાં આવ્યો છે .
 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »