Google Gemini માં આવશે નવા કનેક્ટર્સ , સીધું Photoshop અને Canva કામ શક્ય બનશે

Canvaએ Gemini અને Canva પ્લાન્સમાં જેમિની માટેનું કનેક્ટર રોલઆઉટ કરવાનું શરૂ કરી દીધું

Google Gemini માં આવશે નવા કનેક્ટર્સ , સીધું Photoshop અને Canva કામ શક્ય બનશે

Photo Credit: Google

આ બંને પ્લેટફોર્મ Geminiના થર્ડ પાર્ટી કનેક્ટર્સની યાદીમાં જોડાયા છે .

હાઇલાઇટ્સ
  • ગૂગલ તેના Geminiને એક " સુપર એપ " તરીકે વિકસાવવા માટે ઝડપથી આગળ વધી રહ્યુ
  • Canva કનેક્ટર Googleના " Nano Banana " ઈમેજ જનરેશન
  • યુઝર્સ " @Canva " ટાઈપ કરીને સીધા ડિઝાઈન ટાસ્ક સોંપી શકે
જાહેરાત

Google તેના Geminiને એક " સુપર એપ " તરીકે વિકસાવવા માટે ઝડપથી આગળ વધી રહ્યું છે , જેમાં તે ફક્ત ચેટબોટ સુધી મર્યાદિત ન રહીને જુદા જુદા એપ્સ અને પ્લેટફોર્મ્સ પર સીધી રીતે કામ કરી શકે . કંપની એઆઈ મોડલ્સની એજન્ટિક ક્ષમતાઓ અને થર્ડ પાર્ટી કનેક્ટર્સના ઉપયોગથી આ  સિસ્ટમને વધુ શક્તિશાળી બનાવી રહી છે .  એજન્ટિક ફીચર્સ Gemini ને બાહ્ય ટૂલ્સ દ્રારા સીધા એક્શન લેવા દે છે , જયારે કનેક્ટર્સ તેને અલગ અલગ પ્લેટફોર્મ્સના ડેટા અને સર્વિસીસ સાથે જોડે છે . તાજેતરમાં Adobe અને Canva એ આવા નવા કનેક્ટર્સ જાહેર કર્યા છે . 

Adobe એ જાહેરાત કરી છે કે આગામી કેટલાક અઠવાડિયામાં તે Google સાથે મળીને Gemini માટે Adobe કનેક્ટર લોન્ચ કરશે . આ ઈન્ટિગ્રેશન બાદ યુઝર્સ  સીધા Gemini અંદરથી Photoshop , Illustrator , Premiere અને Express જેવા Creative Cloud ટુલ્સનો ઉપયોગ કરી શકાશે . કંપનીનું કહેવું  છે કે  તેમનું લક્ષ્ય Adobe પ્રોફેશનલ ક્રિએટિવ ટૂલ્સને દરેક જગ્યાએ ઉપલબ્ધ બનાવવાનું છે , માત્ર પોતાની એપ્સ સુધી મર્યાદિત નહીં . Adobe પહેલાથી જ Anthropicના Claude માટે પણ કનેક્ટર રજૂ કરી ચૂક્યું છે  જે 50 થી વધુ ટૂલ્સને સપોર્ટ કરે છે .

બીજી તરફ , Canva એ પણ Gemini માટે તેનો કનેક્ટર રોલઆઉટ શરૂ કરી દીધો છે . આ ફીચર હાલ અંગ્રેજીમાં અમુક માર્કેટ્સમાં તમામ Gemini લેવલ્સ અને  Canva પ્લાન્સ માટે ઉપલબ્ધ છે અને આગળ જઈને વધુ વધારામાં  આવશે . યુઝર્સ " @Canva " ટાઈપ કરીને સીધા ડિઝાઈન ટાસ્ક સોંપી શકે છે  . Gemini  માં બનાવેલી Canva ડિઝાઈન્સ સંપૂર્ણ રીતે એડિટેબલ રહેશે અને Canvaના Brand Kit સાથે પણ જોડાઈ જશે .

આ ઉપરાંત , Canva કનેક્ટર Googleના " Nano Banana " ઈમેજ જનરેશન મોડેલને Canvaમાં લઈ જઈને વધુ એડિટિંગ અને ફાઈન - ટ્યુનિંગ કરી શકાય છે .

કંપનીનું એવું માનવું છે કે AIનું પાવર ત્યારે જ દેખાય છે જયારે યુઝરના બ્રાન્ડ , કોન્ટેક્સ્ટ અને વર્કફ્લો સાથે જોડાયેલી હોય . આ ઇન્ટિગ્રેશનથી Gemini  હવે માત્ર રિસર્ચ ટૂલ નહીં રહે , પરંતુ સીધું પ્રોડક્ટિવ અને ક્રિએટિવ કામ પણ કરી શકશે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Nokia Lumia જેવી ડિઝાઇન સાથે આવશે HMD Touch AI, 1950mAh બેટરી સહિત અનેક ફીચર્સ
  2. Redmi K100 Pro Maxના કેમેરા અને ઓડિયો ફીચર્સ લોન્ચ પહેલા જાહેર , મળશે Bose ટ્યુન્ડ સાઉન્ડ
  3. iPhone 17 હવે ઓછી કિંમતે ખરીદો , Flipkart Freedom Saleમાં મળશે આકર્ષક ઓફર્સ
  4. ફ્લિપકાર્ટ ડીલ : Motorola G37 Power 5G પર રૂપિયા 12,200 સુધીની બચત , જાણો ઓફર્સ અને ફીચર્સ
  5. Flipkart Freedom Sale : Poco થી Samsung સુધીના 5G ફોન પર ભારે બચત , જાણો બેસ્ટ ડીલ્સ
  6. iQOO Z11ની એન્ટ્રીની તારીખ જાહેર , 165Hz AMOLED ડિસ્પ્લે સાથે આવશે નવો ફોન
  7. 8,000mAh બેટરીવાળો Poco M8 Power 5G થયો સસ્તો , મળશે રૂપિયા 3000 સુધીનું ડિસ્કાઉન્ટ
  8. AI નહીં છીનવે લખો નોકરીઓ ! વિશ્વ બેંકના અહેવાલમાં ભારત માટે સારા સમાચાર
  9. Amazon Saleમાં ધમાકેદાર ડીલ્સ : રૂપિયા 20,000ના બજેટમાં iQOO, OnePlus, Realme અને Samsungના ફોન સસ્તા
  10. ખાસ નોંધ લો! Samsungનો ફ્લેગશિપ ફોન હવે Amazon Freedom Sale માં ઓછા ભાવે
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »