હવે યુઝર્સને મેસેજ એડિટ કરવા માટે એક પગલું ઓછી મહેનત કરવી પડશે
WhatsApp યુઝર્સ માટે નવી રીતે મેસેજ એડિટિંગ રજૂ કર્યું છે .
WhatsApp પોતાના યુઝર્સ માટે વારંવાર નવી સુવિધાઓ લાવતું રહે છે , જેથી ચેટિંગનો અનુભવ વધુ સરળ અને સારો બને . હવે કંપનીએ મેસેજ એડિટ કરવાની પ્રક્રિયામાં એક નાનો પરંતુ ઉપયોગી ફેરફાર કર્યો છે . આ નવી અપડેટ પછી WhatsApp પર મેસેજ સુધારવો પહેલાં કરતાં વધુ સરળ બની જશે .
હાલમાં WhatsApp એ Android beta વર્ઝન v2.26.25.3 રજૂ કર્યું છે . આ અપડેટમાં મેસેજ એડિટ કરવા માટેની પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે . જો તમે કોઈ મેસેજ મોકલ્યા પછી તેમાં ભૂલ શોધો છો , તો હવે તેને સુધારવું વધુ ઝડપી બની જશે. WhatsApp પહેલેથી જ યુઝર્સને મોકલેલા મેસેજને 15 મિનિટની અંદર એડિટ કરવાની સુવિધા આપે છે . એટલે કે , જો ટાઈપિંગમાં ભૂલ થઈ ગઈ હોય અથવા કંઈક બદલવું હોય , તો મેસેજ ડિલીટ કરીને ફરી લખવાની જરૂર નથી પડતી .
આ નવી અપડેટ પહેલા , મેસેજ એડિટ કરવા માટે થોડા વધારાના સ્ટેપ્સ લેવા પડતા હતા . પહેલા મેસેજને ટેપ કરીને પકડી રાખવો પડતો અને ત્યાંથી Edit વિકલ્પ પસંદ કરવો પડતો . આ પ્રક્રિયા થોડું લાંબી લગતી હતી .
પરંતુ હવે WhatsApp એ આ કામ વધુ સરળ બનાવી દીધું છે . નવી સિસ્ટમ મુજબ , તમારે ફક્ત જે મેસેજમાં ફેરફાર કરવો હોય તેને ટેપ કરીને પકડી રાખવો પડશે . ત્યારબાદ સ્ક્રીન પર દેખાતા પોપ - અપ મેનૂમાં સીધો Edit વિકલ્પ જોવા મળશે . એટલે હવે ત્રણ ડોટ મેનૂમાં જવાની જરૂર નહીં પડે . આથી મેસેજમાં ફેરફાર કરવો વધુ ઝડપી અને સરળ બની જશે .
કુલ મળીને , WhatsAppનું આ નવું અપડેટ મેસેજ એડિટિંગને વધુ સરળ , ઝડપી અને યુઝર- ફ્રેન્ડલી બનાવે છે .
જાહેરાત
જાહેરાત
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹59,909
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Nothing Deals Revealed for Phone 4 Series, CMF Buds Lineup, More Ahead of Flipkart's Big Billion Days Sale