Meta one WhatsApp , Instagram અને Facebook પર શેર કરેલા પ્રીમિયમ લાભો લઈને આવી શકે છે
Photo Credit: Pixabay
WhatsApp ના ઘણા નવા ફીચર્સ હાલમાં ટેસ્ટિંગ ફેઝમાં છે .
WhatsApp એ પોતાના Android અને iPhone એપ્સ માટે ગોપનીયતા , સુરક્ષા અને ઉપયોગીતા વધારતી કેટલીક નવી સુવિધાઓ પર કામ કરી રહ્યું હોવાનું સામે આવ્યું છે કે કંપની અજાણ્યા સંપર્કો માટે Scam alerts, view - once text messages , voice note widget , scheduled messages અને Meta One Subscription integration જેવી સુવિધાઓ ટેસ્ટ કરી રહી છે . આ તમામ ફીચર્સ હજી development અથવા testing Phase માં છે . પરંતુ આવતા મહિનાઓમાં WhatsApp પર જોવા મળી શકે છે .
અજાણ્યા કોન્ટેક્ટ માટે ચેતવણીઓ
WhatsApp Android માટે એક નવી Scam Warning System પર કામ કરી રહ્યું છે . આ ફીચરનો હેતુ અજાણ્યા નંબરોથી આવતા શંકાસ્પદ મેસેજ વિશે યુઝર્સને સાવચેત કરવો છે . આ એપ ડિવાઈસ પર જ મેસેજના કન્ટેન્ટનું આખું ટેસ્ટિંગ કરી શકે છે અને જો કોઈ મેસેજ શંકાસ્પદ લાગે તો ચેતવણી બતાવી શકે છે . મહત્વની વાત એ છે કે આ પ્રક્રિયા Device પર જ થતી હોવાથી end - to - end encryption પર અસર નહીં પડે . આ સુવિધા શરૂ થાય તો યુઝર્સને સ્પામ મેસેજ ઓળખવામાં વધુ મદદ મળી શકે છે .
વોઇસ નોટ વિજેટ
WhatsApp Android માટે dedicated voice note widget પણ લાવી શકે છે . આ widget હોમ સ્ક્રીન પર મૂકીને સીધું voice recording interface ખોલી શકાશે , એટલે કે voice note મોકલવા માટે એપ ખોલવાની જરૂર નહીં પડે . જે લોકો વારંવાર voice notes મોકલે છે તેમના માટે આ ફીચર ખાસ ઉપયોગી બની શકે છે .
view- once ટેક્સ્ટ મેસેજ
હાલમાં WhatsApp view- once photo , videos અને voice notes સપોર્ટ કરે છે , પરંતુ હવે iPhone પર view- once text message એક વખત વાંચ્યા પછી ગાયબ થઈ જશે . સાથે જ તેને forward , copy અથવા save કરવાની મર્યાદા પણ હોઈ શકે છે . આથી private conversations માટે વધુ સુરક્ષા મળી શકે .
શેડયૂલ કરેલા મેસેજ
WhatsApp iPhone પર message scheduling પણ ટેસ્ટ કરી રહ્યું છે . આ સુવિધાથી યુઝર મેસેજ મોકલવાનો સમય અને તારીખ પહેલેથી પસંદ કરી શકશે અને પછી WhatsApp તે સમયે આપમેળે મેસેજ મોકલી દેશે . Birthday wishes , reminders, business communication અને અલગ time zone માં રહેતા લોકો સાથે વાતચીત માટે આ ફીચર ઉપયોગી સાબિત થઈ શકે છે .
WhatsApp પર Meta One subscription
WhatsApp ટૂંક સમયમાં Meta One subscription plan નો ભાગ બની શકે છે . Android beta version માં મળેલા સંકેતો મુજબ Meta એક એવી paid plan તૈયાર કરી રહ્યું છે . જેમાં WhatsApp , Instagram અને Facebook માટે premium benefits એક જ subscription માં મળી શકે છે . જો પ્લાન લોન્ચ થાય તો યુઝર્સને અલગ અલગ એપ માટે જુદી subscription લેવાની જરૂર નહીં પડે .
જાહેરાત
જાહેરાત
OnePlus Nord CE 6
Starts from ₹27,999
Vivo X300 FE
Starts from ₹79,999
Vivo Y31 5G
Starts from ₹21,179
HP 303D Laser Single Function Monochrome Printer
Starts from ₹13,999
HP MFP 323DNW Laser Multi Function Monochrome Printer
Starts from ₹21,999
HP 303DW Laser Single Function Wireless Monochrome Printer
Starts from ₹15,999
HMD Luma 2 Design Revealed via Leaked Renders; Tipped to Feature 6,000mAh Battery, 6.75-Inch Display