મેટાના નવા સબ્સ્ક્રિપ્શન પ્લાનમાં મળશે પ્રીમિયમ AI અને કસ્ટમાઈઝેશન ફીચર્સ

મેટાની નવી સુવિધાઓ અને સબ્સ્ક્રિપ્શનનું " મેટા વન " હેઠળ ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે .

મેટાના નવા સબ્સ્ક્રિપ્શન પ્લાનમાં મળશે પ્રીમિયમ AI અને કસ્ટમાઈઝેશન ફીચર્સ

Photo Credit: Reuters

મેટાએ તેના નવા સબ્સ્ક્રિપ્શન માટે કોઈ સત્તાવાર કિંમતો જાહેર કરી નથી .

હાઇલાઇટ્સ
  • " ફેસબુક પ્લસ " , " ઇન્સ્ટાગ્રામ પ્લસ " અને " વોટ્સઅપ પ્લસ "
  • સબ્સ્ક્રિપ્શન " મેટા વન " નામના પ્લેટફોર્મ હેઠળ ટેસ્ટ કરવામાં આવી રહ્ય
  • નવા પ્લાનનો " મેટા વેરિફાઈડ " સેવા પર કોઈ અસર નહીં પડે
જાહેરાત

મેટાએ તેના લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ફેસબુક , ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ માટે નવા સબ્સ્ક્રિપ્શન પ્લાન રજૂ કરવાની જાહેરાત કરી છે .  " ફેસબુક  પ્લસ " , " ઇન્સ્ટાગ્રામ  પ્લસ " અને " વોટ્સઅપ પ્લસ " નામના આ પ્લાન યુઝર્સને ખાસ ફીચર્સ , વધુ કસ્ટમાઈઝેશન વિકલ્પો અને તેને વધારવા AI સુવિધાઓ આપવા માટે તૈયાર કરવામાં આવ્યા છે . હાલમાં આ સેવાઓ પસંદગીના  યુઝર્સ માટે ઉપલબ્ધ કરવામાં આવી છે અને ભવિષ્યમાં વધુ લોકો સુધી પહોંચાડવાની યોજના છે . " મેટા વન " હેઠળ વધુ મોંઘા પ્રીમિયમ પ્લાન પણ  લોન્ચ થઈ શકે છે .

   ફેસબુક  પ્લસ  ,  ઇન્સ્ટાગ્રામ  પ્લસ   અને  વોટ્સઅપ પ્લસ

મેટાના પ્રોડક્ટ હેડ નાઓમી ગ્લીટે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્રારા આ નવા પ્લાનોની માહિતી આપી હતી . તેમને જણાવ્યું કે કંપની ભવિષ્યમાં ક્રિએટર્સ , બિઝનેસ અને AI  પાવર યુઝર્સ માટે વધુ પ્રીમિયમ  પ્લાન્સ લાવવાની તૈયારીમાં છે . આ તમામ સબ્સ્ક્રિપ્શન  " મેટા વન "  નામના એક મોટા પ્લેટફોર્મ હેઠળ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે  .

અહેવાલો અનુસાર , ઇન્સ્ટાગ્રામ પ્લસ અને ફેસબુક પ્લસની કિંમત દર મહિને આશરે 3.99 ડોલર એટલે કે લગભગ 350 રૂપિયા હોઈ શકે છે , જયારે વોટ્સઅપ પ્લસ  માટે દર મહિને લગભગ 2.99 ડોલર એટલે કે 270 રૂપિયા ખર્ચ થવાની શક્યતા છે . જોકે , મેટાએ હજુ સુધી સત્તાવાર કિંમતો જાહેર કરી નથી  .

ઇન્સ્ટાગ્રામ પ્લસ યુઝર્સને અનેક નવી સુવિધાઓ આપશે . તેમાં સ્ટોરી કોણે કેટલી વખત જોઈ તે જાણવા , અમર્યાદિત ફ્રેન્ડ લિસ્ટ બનાવવા , સ્ટોરીને વધુ સમય સુધી રાખવાની  સુવિધા અને દર્શક તરીકે દેખાયા વિના સ્ટોરી જોવા જેવા વિકલ્પો સામેલ હોઈ શકે છે . આ ઉપરાંત , યુઝર્સ તેમના ફોલોઅર્સના ફીડમાં  પોસ્ટ દેખાડ્યા વિના સીધી પ્રોફાઈલ પર શેર કરી શકશે .

પેઈડ યુઝર્સને સુપર હાર્ટ એનિમેટેડ રિએક્શન , કસ્ટમ એપ આઇકોન , પ્રોફાઈલ બાયો માટે અલગ ફોન્ટ્સ અને વધારાના પિન જેવી સુવિધાઓ પણ મળશે . ફેસબુક  પ્લસમાં   પણ આવી જ ઘણી પ્રીમિયમ સુવિધાઓ આપવામાં આવશે . બીજી તરફ વોટ્સએપ પ્લસમાં નવી એપ થીમ્સ , કસ્ટમ રિંગટોન , વધારાની પિન કરેલી  ચેટ્સ અને પ્રીમિયમ સ્ટીકરો જેવી સુવિધાઓ મળવાની શક્યતા છે .

મેટાએ આ વાત સ્પષ્ટ કરી છે કે આ નવા પ્લાનનો " મેટા વેરિફાઈડ " સેવા પર કોઈ અસર નહીં પડે . અહેવાલો મુજબ , " મેટા વન " હેઠળ વધુ મોંઘા પ્રીમિયમ પ્લાન પણ  લોન્ચ થઈ શકે છે , જેમાં જુદા - જુદા AI અને પ્રોફેશનલ ટૂલ્સનો સમાવેશ કરવામાં આવશે .

અહેવાલો મુજબ , મેટા વન પ્લસની કિંમત $7.99 ( આશરે રૂપિયા 600 ) દર મહિને અને મેટા વન પ્રીમિયમની કિંમત $19.99 ( લગભગ રૂપિયા 1,800 )દર મહિને . એવી જ રીતે મેટા વન  એસેન્શિયલની કિંમત $ 14.99 ( આશરે રૂપિયા 1,300 ) જયારે મેટા વન એડવાન્સ્ડની કિંમત $ 49.99 ( લગભગ રૂપિયા  4,600 ) દર મહિને હોઈ શકે છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »