Gmailની આ ટ્રિકથી ઈમેઈલ પહોંચશે યોગ્ય સમયે , જાણો Schedule Send ફિચરનો સરળ ઉપયોગ

જો તમે કોઈને ઈમેલ મોકલવા માંગતા હો, તો ફક્ત લખવું જ પૂરતું નથી

Gmailની આ ટ્રિકથી ઈમેઈલ પહોંચશે યોગ્ય સમયે , જાણો Schedule Send ફિચરનો સરળ ઉપયોગ

Photo Credit: Gmail

Gmail મફતમાં ઈમેઈલ મોકલવાની સુવિધા પૂરી પાડે છે .

હાઇલાઇટ્સ
  • Gmailની ' Schedule Send ' સુવિધા ખુબ ઉપયોગી
  • Gmail મફતમાં ઈમેઈલ મોકલવાની સુવિધા પૂરી પાડે છે
  • Gmailમાં એક સમયે વધુમાં વધુ 100 શેડયૂલ કરેલા ઈમેઇલ્સ લાઈનમાં રાખી શકાય
જાહેરાત

કોઈને ઈમેઈલ મોકલતી વખતે માત્ર સારો મેસેજ લખવો જ પૂરતો નથી પરંતુ તે યોગ્ય સમયે પહોંચે તે પણ એટલું જ મહત્વનું છે . જો ઈમેઈલ ખોટા સમયે મોકલવામાં આવે , તો તે રિસીવ કરનારાના ઈનબોક્સ માં અન્ય મેસેજિસ વચ્ચે દબાઈ શકે છે અને તેનું ધ્યાન ન જાય . આવી સ્થિતિમાં Gmail ની ' Schedule Send ' સુવિધા ખુબ ઉપયોગી સાબિત થાય છે . આ ફીચર દ્રારા તમે ઈમેઈલ તૈયાર કરીને તેને ભવિષ્યમાં ચોક્કસ તારીખ અને સમયે આપમેળે મોકલવા માટે શેડયૂલ કરી શકો છો . આ માટે તે સમયે Gmail પર ઓનલાઈન રહેવાની પણ જરૂર પડતી નથી .

ઈમેઈલ કેવી રીતે શેડયૂલ કરવો :
સૌપ્રથમ તમારા કમ્પ્યુટર કે લેપટોપમાં Gmail ખોલો . ત્યારબાદ ઉપર ડાબી બાજુ આવેલા ' Compose ' વિકલ્પ પર ક્લિક કરીને નવો ઈમેઈલ તૈયાર કરો .

છુપાયેલ મેનૂ શોધો :
ઈમેઈલ લખાઈ જાય પછી , કંપોઝ વિન્ડોની નીચે ડાબી બાજુમાં આવેલા વાદળી કલરના ' Send ' બટનની બાજુમાં દેખાતા નાના ડાઉન એરો પર ક્લિક કરો .

'શેડયૂલ મોકલો ' પર ક્લિક કરો :
ડાઉન  એરો પર ક્લિક કર્યા પછી ' Schedule Send ' વિકલ્પ પસંદ કરો . હવે તમારી અનુકૂળ તારીખ અને સમય પસંદ કરો . Gmail પસંદ કરેલા સમય ઝોન મુજબ નિર્ધારિત સમયે ઈમેઈલ આપમેળે મોકલી દેશે .

શેડયૂલ કરેલા ઈમેઇલ્સ કેવી રીતે જોશો :
તમારા Gmail ના ડાબા સાઈડબારમાં આવેલા 'Scheduled'  ફોલ્ડર પર ક્લિક કરો . અહીં તમને અત્યાર સુધી શેડયૂલ કરેલા તમામ ઈમેઈલ્સ જોવા મળશે .

જો કોઈ ઈમેઈલમાં ફેરફાર કરવો હોય , તો તે ઈમેઈલ ખોલો અને ઉપર જમણી બાજુમાં દેખાતા ' Cancel Send ' વિકલ્પ પર ક્લિક કરો .

ઈમેઈલ કેવી રીતે ફરીથી શેડયૂલ કરવો :
સૌપ્રથમ ઈમેઈલમા જરૂરી ફેરફારો કરો . ત્યારબાદ ' Send ' બટનની બાજુમાં આવેલા ડાઉન એરો પર ક્લિક કરીને ફરીથી ' Schedule Send ' વિકલ્પ પસંદ કરો . હવે નવી તારીખ અને સમય સેટ કરો . Gmail માં એક સમયે વધુમાં વધુ 100 શેડયૂલ કરેલા ઈમેઇલ્સ લાઈનમાં રાખી શકાય છે .

શેડયૂલ કરેલ ઈમેઈલ કેવી રીતે રદ કરવો :
શેડયૂલ કરેલો ઈમેઈલ રદ કરવા માટે ડાબી બાજુના ' Scheduled ' ફોલ્ડરમાં જાઓ અને સંબંધિત ઈમેઈલ ખોલીને ' Cancel Send ' વિકલ્પ પસંદ કરો . ઈમેઈલ રદ કર્યા પછી તે ડિલીટ  થતો નથી , પરંતુ આપમેળે ' Drafts ' ફોલ્ડરમાં પાછો સચવાઈ જાય છે , જેથી તમે લખેલો મેસેજ સુરક્ષિત રહે અને પછીથી તેમાં ફેરફારો કરી શકો .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Amazon Great Freedom Saleમાં OnePlus , Redmi અને Xiaomi સહિત અનેક પ્રોડક્ટસ પર મોટી બચતની તક
  2. Flipkart Freedom Saleમાં iPhone 17 Proથી લઈને Lenovo Laptop સુધી મળશે આકર્ષક ઓફર્સ
  3. Redmi Turbo 6 Maxમાં 7 ઇંચ 2K ડિસ્પ્લે અને Dimensity 9600s ચિપ મળવાની શક્યતા
  4. IFA 2026માં રજૂ થશે Tecnoનો બેઝલ-લેસ સ્માર્ટફોન , એજ ટુ એજ ડિસ્પ્લેએ ખેંચ્યું ધ્યાન
  5. Vivo T3 Ultra પર રૂપિયા 9,500 સુધીની બચત , બેંક ઓફરથી કિંમતમાં વધુ ઘટાડો
  6. ગૂગલની નવી Age Verification ટેક્નોલોજી , બાળકો માટે એપ્સ બનશે વધુ સુરક્ષિત
  7. Samsung Galaxy SmartTag 3માં મળી શકે 500 દિવસની બેટરી અને નવી ડિઝાઈન , રિપોર્ટમાં ખુલાસો
  8. Oppo K13 Turbo Pro 5G થયો સસ્તો , ફ્લિપકાર્ટ પર બેંક ઓફર સાથે શાનદાર ડીલ
  9. Vivo X500 Pro ટૂંક સમયમાં થઈ શકે લોન્ચ , પ્રીમિયમ ડિઝાઈન સાથે આવશે નવો ફ્લેગશિપ ફોન
  10. OnePlus 16 લોન્ચની પુષ્ટિ , Snapdragon 8 Elite Gen 6 Pro ચિપસેટ સાથે આવશે
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »