એક ક્લિકમાં બલ્ક અનસબ્સ્ક્રાઇબ : Gmail નું નવું ફિચે ઇનબોક્સ કરશે ક્લીન

Gmailની મેનેજ સબ્સ્ક્રિપ્શન્સ સુવિધા તમને અનિચ્છનીય ઇમેઇલ્સને અનસબ્સ્ક્રાઇબ કરવાની તક આપે છે .

એક ક્લિકમાં બલ્ક અનસબ્સ્ક્રાઇબ : Gmail નું નવું ફિચે ઇનબોક્સ કરશે ક્લીન

Photo Credit: Google

હાઇલાઇટ્સ
  • ઇનબોક્સ ક્લીન અને ગોઠવાયેલું રાખવા માંગો, તો આ સુવિધા ખૂબ કામની
  • ફીચરથી અણગમતા મેઈલ્સથી મળશે છુટકારો
  • Gmail માં " Manage Subscriptions " નામની નવી સુવિધા
જાહેરાત

જો તમારું Gmail ઇનબોક્સ રોજબરોજ પ્રમોશનલ મેઈલ , ન્યૂઝલેટર્સ અને બિનજરૂરી સબ્સ્ક્રિપ્શન્સથી ભરાઈ જાય છે , તો હવે તેને સાફ કરવું બહુ સરળ બની  ગયું છે . Gmail માં " Manage Subscriptions " નામની નવી સુવિધા આપવામાં આવી છે , જે તમને એક જ જગ્યાએ તમારા બધા મેઈલિંગ લિસ્ટને જોવા અને કંટ્રોલ કરવાનો  વિકલ્પ આપે છે . પહેલા દરેક મેઈલ ખોલીને અલગથી અનસબ્સ્ક્રાઇબકરવું પડતું હતું , પરંતુ હવે આ ફીચરથી આખી પ્રક્રિયા ઝડપી  અને સરળ બની ગઈ છે . જો તમે તમારું ઇનબોક્સ ક્લીન અને ગોઠવાયેલું રાખવા માંગો છો , તો આ સુવિધા ખૂબ કામની છે .

બલ્કમાં ઇમેઇલ્સ કેવી રીતે અનસબ્સ્ક્રાઇબ કરવા  જોઈએ 

સૌપ્રથમ Gmail એપ અથવા વેબ વર્ઝન ખોલો અને તમારા એકાઉન્ટમાં લોગ ઈન કરો 
ત્યારબાદ ડાબી બાજુના મેનુ (ત્રણ લાઈન ) પર ક્લિક કરો .
ત્યાં તમને  " Manage Subscriptions " નો વિકલ્પ દેખાશે , તેના પર ક્લિક કરો 
હવે તમારી સામે એક યાદી ખુલશે , જેમાં તમારા બધા સક્રિય સબ્સ્ક્રિપ્શન્સ સાથે તમને એ પણ દેખાશે કે તમને કેટલી વાર મેઈલ આવે છે . જો તમે કોઈ  સબ્સ્ક્રિપ્શન્સ  બંધ કરવા માંગો છો , તો તેની બાજુમાં આપેલા " Unsubscribe " પર ક્લિક કરો . Gmail આપમેળે તમને તે મેઈલિંગ લિસ્ટમાંથી દૂર કરવા માટે  વિનંતી મોકલી દેશે , જેથી આગળથી તે પ્રકારના મેઇલ્સ આવવાનું બંધ થઈ જશે .

જો તમે કોઈ મોકલનારને સંપૂર્ણ રીતે બ્લોક કરવો ન હોય , તો તમે તેના નામ પર ક્લિક કરીને તેના દ્રારા મોકલાયેલા બધા મેઈલ્સ જોઈ શકો છો . અહીંથી તમે પસંદગી મુજબ મેઈલ્સ ડિલીટ પણ  કરી શકો છો .

આ સુવિધા શા માટે ઉપયોગી છે ?

આ પહેલા દરેક પ્રમોશનલ મેઈલમાં અનસબ્સ્ક્રાઇબ લિંક શોધવી પડતી હતી , જે સમય લેતી પ્રક્રિયા હતી . હવે આ ફીચર સાથે તમે એક જ જગ્યાએથી બધું મેનેજ  કરી શકો છો .આથી તમારું ઇનબોક્સ ક્લટર ફ્રી રહે છે અને મહત્વપૂર્ણ મેઈલ્સ સરળતાથી મળી રહે છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Flipkart પર 4 ઓર્ડર કરો અને મેળવો 30 દિવસનું મફત Netflix Mobile પ્લાન
  2. Amazon Great Freedom Saleમાં OnePlus , Redmi અને Xiaomi સહિત અનેક પ્રોડક્ટસ પર મોટી બચતની તક
  3. Flipkart Freedom Saleમાં iPhone 17 Proથી લઈને Lenovo Laptop સુધી મળશે આકર્ષક ઓફર્સ
  4. Redmi Turbo 6 Maxમાં 7 ઇંચ 2K ડિસ્પ્લે અને Dimensity 9600s ચિપ મળવાની શક્યતા
  5. IFA 2026માં રજૂ થશે Tecnoનો બેઝલ-લેસ સ્માર્ટફોન , એજ ટુ એજ ડિસ્પ્લેએ ખેંચ્યું ધ્યાન
  6. Vivo T3 Ultra પર રૂપિયા 9,500 સુધીની બચત , બેંક ઓફરથી કિંમતમાં વધુ ઘટાડો
  7. ગૂગલની નવી Age Verification ટેક્નોલોજી , બાળકો માટે એપ્સ બનશે વધુ સુરક્ષિત
  8. Samsung Galaxy SmartTag 3માં મળી શકે 500 દિવસની બેટરી અને નવી ડિઝાઈન , રિપોર્ટમાં ખુલાસો
  9. Oppo K13 Turbo Pro 5G થયો સસ્તો , ફ્લિપકાર્ટ પર બેંક ઓફર સાથે શાનદાર ડીલ
  10. Vivo X500 Pro ટૂંક સમયમાં થઈ શકે લોન્ચ , પ્રીમિયમ ડિઝાઈન સાથે આવશે નવો ફ્લેગશિપ ફોન
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »