Excel થી PDF બનાવવું હવે સરળ , જાણો Word , Adobe અને ઓનલાઈન ટૂલ્સની મદદથી રીત

ઓફિસનું કામ હોય કે સ્કૂલ / કોલેજનું કામ , એક્સેલનો ઘણો ઉપયોગ થાય છે

Excel થી PDF બનાવવું હવે સરળ , જાણો Word , Adobe અને ઓનલાઈન ટૂલ્સની મદદથી રીત

Photo Credit: Pexel/cottonbro studio

તમે એક્સેલને સરળતાથી PDF માં કન્વર્ટ કરી શકો છો .

હાઇલાઇટ્સ
  • PDF ફોર્મેટ દસ્તાવેજને દરેક ડિવાઈસ પર એકસરખું દર્શાવે
  • Microsoft Word દ્રારા Excel ને PDF માં કન્વર્ટ કરવાની રીત
  • Excelને PDF માં કન્વર્ટ કરવાના ફાયદા
જાહેરાત

ઓફિસ , બિઝનેસ તેમજ શાળા - કોલેજના કામમાં Excel નો વ્યાપક ઉપયોગ થાય છે . જોકે Excel ફાઈલ શેર કરતી વખતે ફોર્મેટિંગ અને લેઆઉટમાં ફેરફાર થવાની શક્યતા રહે છે . આવી સ્થિતિમાં Excel ફાઈલને PDF માં કન્વર્ટ કરવી વધુ અનુકૂળ સાબિત થાય છે . PDF ફોર્મેટ દસ્તાવેજને દરેક ડિવાઈસ પર એકસરખું દર્શાવે છે , તેમાં ફેરફાર થવાની શક્યતા ઓછી રહે છે અને તે વ્યવસાયિક દેખાવ પણ જાળવી રાખે છે . નાણાકીય રિપોર્ટ , ઈન્વોઈસ અથવા અન્ય  મહત્વપૂર્ણ દસ્તાવેજો શેર કરવા માટે PDF એક લોકપ્રિય વિકલ્પ છે .

Microsoft Word દ્રારા Excel ને PDF માં કન્વર્ટ કરવાની રીત :

  • Excel ફાઈલ ખોલો અને જે ડેટા PDF માં બદલવો હોય તે પસંદ કરો .
  • પસંદ કરેલા ડેટાને Ctrl + C દબાવીને કોપી કરો .
  • હવે Microsoft Word ખોલો .
  • Ctrl + V દબાવીને ડેટા પેસ્ટ કરો .
  • જરૂર હોય તો ટેબલ અથવા લેઆઉટમાં ફેરફાર કરો .
  • ત્યારબાદ File > Save As > Browse પર ક્લિક કરો .
  • Save As Type માંથી PDF વિકલ્પ પસંદ કરો . 
  • Save પર ક્લિક કરો .
  • તમારી Excel માહિતી હવે PDF ફાઈલ તરીકે સેવ થઈ જશે .


ઓનલાઈન PDF કન્વર્ટર દ્રારા Excel ને PDF માં કન્વર્ટ કરવાની રીત :

  • તમારા કમ્પ્યુટર અથવા મોબાઈલમાં બ્રાઉઝર ખોલો .
  • Smallpdf અથવા અન્ય વિશ્વનીય PDF કન્વર્ટર વેબસાઈટ પર જાઓ .
  • Excel ફાઈલ અપલોડ કરો .
  • ફાઈલ પ્રોસેસ થવા માટે થોડો સમય રાહ જુઓ .
  • પ્રોસેસ પૂર્ણ થયા પછી PDF ફાઈલ ડાઉનલોડ કરો .
  • હવે તમારી Excel ફાઈલ PDF સ્વરૂપમાં ઉપલબ્ધ રહેશે .

Adobe Acrobat દ્રારા Excel ને PDF માં કન્વર્ટ કરવાની રીત :

  • સૌપ્રથમ Excel ફાઈલ ખોલો .
  • File મેનુમાં જાઓ .
  • Save as Adobe PDF વિકલ્પ પસંદ કરો .
  • હવે જરૂરી સેટિંગ્સ પસંદ કરો જેમ કે : Page Range , PDF Quality 
  • અન્ય કન્વર્ઝન વિકલ્પો 
  • અંતમાં Save પર ક્લિક કરો .
  • તમારી Excel ફાઈલ PDF તરીકે તૈયાર થઈ જશે .

Excelને PDF માં કન્વર્ટ કરવાના ફાયદા :

  • દસ્તાવેજનું ફોર્મેટિંગ જળવાઈ રહે છે .દરેક ડિવાઈસ પર ફાઈલ એકસરખી દેખાય છે .
  • ફાઈલ શેર કરવી સરળ બને છે . અનધિકૃત ફેરફારોની શક્યતા ઓછી રહે છે .
  • વ્યવસાયિક અને પ્રેઝન્ટેબલ દેખાવ મળે છે .
     

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »