ઈમેઈલ વેરિફિકેશન હવે ડિવાઈસ લેવલ પર , સાઈન - અપ થશે વધુ સરળ

વેરિફાઈડ ઈમેઈલ સિસ્ટમ ફોનમાં રહેલા સુરક્ષિત ડેટાથી ઝડપી અને સુરક્ષિત વેરિફિકેશન કરે છે .

ઈમેઈલ વેરિફિકેશન હવે ડિવાઈસ લેવલ પર , સાઈન - અપ થશે વધુ સરળ

Photo Credit: Unsplash/Zulfugar Karimov

હવે એપ્લિકેશનો બદલવાને બદલે સ્ક્રીન પર એક જ પ્રોમ્પ્ટ દેખાશે .

હાઇલાઇટ્સ
  • Android પર એપ્લિકેશન સાઈન - અપ કરવાની પ્રક્રિયામાં મોટો બદલાવ લાવવા જઈ રહ
  • જેમાં ઈમેઈલ વેરિફિકેશન સીધું ડિવાઈસ લેવલ પર
  • આ સિસ્ટમ ખૂબ જ મજબૂત
જાહેરાત

Google ટૂંક સમયમાં Android પર એપ્લિકેશન સાઈન - અપ કરવાની પ્રક્રિયામાં મોટો બદલાવ લાવવા જઈ રહ્યું છે , જે યુઝર્સ માટે અનુભવને વધુ સરળ અને ઝડપી બનાવી શકે છે  . હાલમાં મોટાભાગની એપ્લિકેશન્સમાં સાઈન - અપ કરતી વખતે OTP અથવા ઈમેઈલ લિંક દ્રારા વેરિફિકેશન કરવાની જરૂર  પડે  છે , જે ઘણીવાર વધારે સમય અને મુશ્કેલ વાળુ લાગે છે . આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે , Google એક નવી સિસ્ટમનું પરીક્ષણ કરી રહ્યું છે . જેમાં ઈમેઈલ વેરિફિકેશન સીધું ડિવાઈસ લેવલ પર  થઈ શકે છે . એટલે કે યુઝર્સને અલગથી OTP નાખવાની કે ઈમેઈલ એપ ખોલવાની જરૂર નહીં રહે .

આ નવી સુવિધા હેઠળ , એપ્લિકેશન્સ યુઝર્સના ફોનમાં પહેલાથી જ સેવ થયેલા સુરક્ષિત ID નો ઉપયોગ કરશે . જયારે કોઈ એપ યુઝર્સનું ઈમેઈલ વેરિફાઈ કરવા  માંગશે , ત્યારે સ્ક્રીન પર એક સ્પષ્ટ પ્રોમ્પ્ટ દેખાશે , જેમાં બતાવવામાં આવશે કે કઈ માહિતીની વિનંતી કરવામાં આવી રહી છે . યુઝર એક જ ટેપથી  આ વિનંતીને મંજૂરી આપી શકે છે , જેના કારણે આખી પ્રક્રિયા ખૂબ  જ ઝડપી અને સરળ બની જશે . આ રીતે એપમાંથી બહાર જઈને OTP શોધવાની જરૂરિયાત  પૂરી રીતે દૂર થઈ શકે છે .

સુરક્ષાની વાત કરીએ તો પણ આ  સિસ્ટમ ખૂબ જ મજબૂત છે , કારણ કે કોઈપણ માહિતી યુઝર્સની મંજૂરી વિના શેર કરવામાં આવતી નથી . આ ઉપરાંત  આ પ્રક્રિયા  ક્રિપ્ટોગ્રાફિક રીતે વેરિફાઈડ ડેટા પર આધારિત હોવાથી યુઝર્સની માહિતી વધુ સુરક્ષિત રહે છે . આ ફીચર માત્ર સાઈન - અપ માટે જ નહીં , પરંતુ એકાઉન્ટ રિકવરી , ટ્રાન્ઝેક્શન કન્ફર્મેશન અને એકાઉન્ટ ડિટેઈલ્સ અપડેટ જેવી સંવેદનશીલ પ્રક્રિયાઓને પણ સરળ અને ઝડપી બનાવી શકે છે . જો કોઈ  કારણસર આ નવી સિસ્ટમ બરોબર કામ ન કરે , તો ડેવલપર્સ OTP  અથવા મેન્યુઅલ ઈમેઈલ વેરિફિકેશન જેવા વિકલ્પો પણ ઉપલબ્ધ રાખી શકશે .

હાલમાં આ સુવિધા Android 9 અથવા તેના પછીના વર્ઝન  પર ચાલતા અને અપડેટેડ Google Play Services ધરાવતા ડિવાઇસમાં કાર્ય કરશે અને શરૂઆતમાં  પર્સનલ Google એકાઉન્ટ્સ માટે ઉપલબ્ધ રહેશે . 

કુલ મળીને , આ બદલાવ ભવિષ્યમાં સાઈન - અપ પ્રક્રિયાને વધુ યુઝર ફ્રેન્ડલી , ઝડપી અને સુરક્ષિત બનાવી શકે છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Amazon Great Freedom Saleમાં OnePlus , Redmi અને Xiaomi સહિત અનેક પ્રોડક્ટસ પર મોટી બચતની તક
  2. Flipkart Freedom Saleમાં iPhone 17 Proથી લઈને Lenovo Laptop સુધી મળશે આકર્ષક ઓફર્સ
  3. Redmi Turbo 6 Maxમાં 7 ઇંચ 2K ડિસ્પ્લે અને Dimensity 9600s ચિપ મળવાની શક્યતા
  4. IFA 2026માં રજૂ થશે Tecnoનો બેઝલ-લેસ સ્માર્ટફોન , એજ ટુ એજ ડિસ્પ્લેએ ખેંચ્યું ધ્યાન
  5. Vivo T3 Ultra પર રૂપિયા 9,500 સુધીની બચત , બેંક ઓફરથી કિંમતમાં વધુ ઘટાડો
  6. ગૂગલની નવી Age Verification ટેક્નોલોજી , બાળકો માટે એપ્સ બનશે વધુ સુરક્ષિત
  7. Samsung Galaxy SmartTag 3માં મળી શકે 500 દિવસની બેટરી અને નવી ડિઝાઈન , રિપોર્ટમાં ખુલાસો
  8. Oppo K13 Turbo Pro 5G થયો સસ્તો , ફ્લિપકાર્ટ પર બેંક ઓફર સાથે શાનદાર ડીલ
  9. Vivo X500 Pro ટૂંક સમયમાં થઈ શકે લોન્ચ , પ્રીમિયમ ડિઝાઈન સાથે આવશે નવો ફ્લેગશિપ ફોન
  10. OnePlus 16 લોન્ચની પુષ્ટિ , Snapdragon 8 Elite Gen 6 Pro ચિપસેટ સાથે આવશે
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »