Google લાવ્યો AI Inbox, પ્રાથમિક ઇમેઇલ હવે આપમેળે હાઈલાઈટ થશે

Gmail AI Inbox એ Gemini ની સુવિધાઓ જેમ કે ભાષા શોધવી , ઇમેઇલ અને લખવામા મદદ કરો જેવા જવાબો પર આધારિત છે

Google લાવ્યો AI Inbox, પ્રાથમિક ઇમેઇલ હવે આપમેળે હાઈલાઈટ થશે

Photo Credit: Google

જાન્યુઆરીમાં કંપનીએ થોડાક યુઝર્સ પર આનું ટેસ્ટિંગ કર્યું હતું .

હાઇલાઇટ્સ
  • Gmail પ્લેટફોર્મમાં નવું AI થી Inbox ફીચર રજૂ
  • AI Inbox અગત્યનાં ઈમેઈલને પ્રાથમિકતા આપે
  • આ ફીચર Gemini 3 પર આધારિત
જાહેરાત

Google  એ તેના Gmail પ્લેટફોર્મમાં નવું AI થી Inbox ફીચર રજૂ કર્યું છે , જે હાલમાં યુ . એસ . માં Google AI Ultra સબસ્ક્રાઇબર્સ માટે બીટા સ્ટેજમાં ઉપલબ્ધ છે  . આ નવી સુવિધા Gemini આધારિત અપડેટ્સનો ભાગ છે અને તેનો મુખ્ય હેતુ યુઝર્સને તેમના  ઇમેઇલને સારી રીતે મેનેજ કરવામાં મદદ કરવો છે . AI Inbox અગત્યનાં ઈમેઈલને પ્રાથમિકતા આપે છે , જે વધારે જરૂરી હોય તેને હાઈલાઈટ કરે છે અને ઓછા મહત્વના અપડેટ્સને નાના  રૂપમાં રજૂ કરે છે , જેથી ઇનબોક્સ ક્લટર ઘટાડવામાં સહાય મળે છે . હાલમાં આ સુવિધા માત્ર Google AI Ultra સબસ્ક્રાઇબર્સ માટે જ ઉપલબ્ધ છે અને ભવિષ્યમાં વધુ યુઝર્સ સુધી પહોંચાડવાની અપેક્ષા છે .

કેવી રીતે કામ કરે છે AI Inbox ?
નવું AI Inbox  એ પહેલાના  Inbox ની સાથે એક અલગ વ્યુ તરીકે જોવા મળે છે . આ ફીચર યુઝર્સને દરેક ઈમેઈલ અલગથી ચેક કરવાની જરૂર ઘટાડે છે અને મહત્વપૂર્ણ માહિતી સીધી આગળ લાવે છે .

AI Inboxઈમેઈલ્સને બે ભાગોમાં વહેંચે છે 
1) સજેસ્ટેડ એક્શન 
આમાં એવી ઇમેઇલ્સ હાઈલાઈટ થાય છે જેને તરત જ એક્શનની જરૂર હોય છે , જેમ કે બિલ , રીમાઇન્ડર્સ કે પછી કોઈ સમયમર્યાદા 

2)ઇન્ફોર્મેશન અપડેટ્સ 
આમાં ઓછા તાત્કાલિક ઇમેઇલ્સ જેમ કે મુસાફરી , ઈવેન્ટ્સ અથવા શોપિંગ સંબંધિત માહિતીને સંક્ષિપ્તમાં આપે છે .

ટેક્નોલોજી અને પ્રાઇવસી :
આ ફીચર Gemini 3 પર આધારિત છે અને સુરક્ષિત ડેટા એન્વાયરમેન્ટમાં કામ કરે છે . કંપની મુજબ , યુઝર્સના ડેટાનો ઉપયોગ AI  ટ્રેનિંગ માટે કરવામાં આવતો નથી . આ ફીચર ઈમેઈલ્સને પ્રાથમિકતા મુજબ ગોઠવે છે

ઉપલબ્ધતા :
હાલમાં આ સુવિધા માત્ર Google AI Ultra સબસ્ક્રાઇબર્સ માટે જ ઉપલબ્ધ છે , જેની કિંમત લગભગ $249.99 પ્રતિ મહિનો છે . આગળ જતા વધુ યુઝર્સ સુધી  આ ફીચર પહોંચાડવાની યોજના ચાલે છે .

AI Inbox Gmail નો ઉપયોગ વધુ સ્માર્ટ , ઝડપી એની વ્યવસ્થિત બનાવે છે . Gmail AI Inbox એ Gemini ની સુવિધાઓ જેમ કે ભાષા શોધવી , ઇમેઇલ અને લખવામા મદદ કરો જેવા જવાબો પર આધારિત છે 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. June Android Drop અપડેટ લોન્ચ , Quick Share અને Fasion Tool સહિત અનેક નવી સુવિધાઓ
  2. 5200 nits બ્રાઇટનેસ અને Dimensity 7450 ચિપસેટ સાથે આવ્યો Motorola Edge 2026
  3. Excel થી PDF બનાવવું હવે સરળ , જાણો Word , Adobe અને ઓનલાઈન ટૂલ્સની મદદથી રીત
  4. WhatsAppનું નવું સુરક્ષા ફીચર કૌભાંડથી બચાવશે , ડિવાઈસ પર જ થશે મેસેજનું વિશ્લેષણ
  5. 8000mAh બેટરી સાથે આવ્યું Portronics  Kinetics 8K, 5 કલાક સુધી આપશે પાવર બેકઅપ 
  6. નોકરી છોડ્યા બાદ EPFO માં Exit Date અપડેટ કરવી કેમ જરૂરી ? જાણો
  7. મચ્છરજન્ય રોગો સામે ગૂગલનો અનોખો પ્રયોગ , EPA સમક્ષ મંજૂરી માટે દરખાસ્ત
  8. Huawei Nova 16 Proમાં 100W ફાસ્ટ ચાર્જિંગ , LTPO OLED ડિસ્પ્લે અને AI ફીચર્સ
  9. Facebook , Instagram અને TikTok પર સગીરો માટે કડક નિયમો , મલેશિયામાં ઉંમર ચકાસણી ફરજિયાત
  10. Huawei Nova 16 ચીનમાં રજૂ , Kirin 9010S ચિપસેટ અને 120Hz OLED ડિસ્પ્લેથી સજ્જ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »