Instagram ફીડ સુધારવા Meta લાવી રહ્યું છે નવા એલ્ગોરિધમ બદલાવ 

Meta ના એપ્સ પર માર્ચમાં રોજના લગભગ 3.56 અબજ હતા , જે ગયા વર્ષ કરતા વધારે છે 

Instagram ફીડ સુધારવા Meta લાવી રહ્યું છે નવા એલ્ગોરિધમ બદલાવ 

Photo Credit: Reuters

Meta AI પર ખર્ચ વધારવાની યોજના બનાવે છે .

હાઇલાઇટ્સ
  • Meta ના પ્લેટફોર્મ્સ પર યુઝર્સમાં ઘટાડો
  • માર્ચ 2026 સુધીના ક્વાર્ટરમાં લગભગ 3.56 અજબ લોકો દરરોજ આ પ્લેટફોર્મ્સનો ઉ
  • સમસ્યાને દૂર કરવા માટે Meta ખાસ કરીને Instagramમાં બદલાવ લાવવા માટે કામ
જાહેરાત

Meta એ આ અઠવાડિયાની શરૂઆતમાં તેના પહેલા ક્વાર્ટરના નાણાકીય પરિણામો જાહેર કર્યા અને તેમાં એક મહત્વની વાત છે કે કંપનીએ જણાવ્યું કે તેના  બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ જેવા કે Instagram , Facebook , Messenger અને WhatsApp પર કુલ યુઝર્સની સંખ્યા ગયા વર્ષ કરતા વધી છે , પરંતુ છેલ્લા ક્વાર્ટરની સરખામણીમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે . સરળ શબ્દોમાં કહીએ તો લોકો હજી પણ આ એપ્સ વાપરે છે , પરંતુ પહેલાની જેમ સતત અને  એટલા સક્રિય નથી રહ્યા .  Meta AI પર ખર્ચ વધારવાની યોજના બનાવે છે .

કંપનીના મુજબ , માર્ચ 2026 સુધીના ક્વાર્ટરમાં લગભગ 3.56 અજબ લોકો દરરોજ આ પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરતા હતા , જે ગયા વર્ષ કરતા લગભગ 4 ટકા વધારે છે . તેમ છતાં છેલ્લા ક્વાર્ટર કરતાં થોડો ઘટાળો જોવા મળ્યો છે . Meta એ આ ઘટાડા માટે ઈરાનમાં ઇન્ટરનેટની સમસ્યા અને રશિયામાં WhatsApp પર લાગેલા પ્રતિબંધને  કારણે થયું છે એવું કહેવાય છે . જોકે , કેટલાક અહેવાલથી આ વાત સમજાય છે કે આ પાછળ બીજું પણ એક મોટું કારણ હોઈ  શકે છે .

રિપોર્ટ મુજબ , યુઝર્સને સોશિયલ મીડિયા ફીડમાં ખરાબ અને નીચી રેટિંગવાળું કન્ટેન્ટ વધુ જોવા મળે છે . તેમાં ઘણી વાર copy કરેલી પોસ્ટ્સ , વારંવાર રિપીટ થતું કન્ટેન્ટ  , clickbait પ્રકારની માહિતી અને ઓછી ઉપયોગી માહિતી હોય છે જેના કારણે યુઝર્સનો રસ ઘટે છે અને તેઓ એપ્સ પર ઓછો સમય પસાર કરે છે .

આ સમસ્યાને દૂર કરવા માટે Meta ખાસ કરીને Instagramમાં બદલાવ લાવવા માટે કામ કરી રહ્યું છે . કંપની હવે એવું કન્ટેન્ટ ઓછું બતાવશે જે કોઈ બીજી જગ્યાએથી સીધું copy કરવામાં આવ્યું હોય અને જેમાં કોઈ નવી માહિતી કે value ન હોય . સાથે જ , જે પોસ્ટ્સ માત્ર ક્લિક્સ મેળવવા ન હોય . સાથે જ જે   પોસ્ટ્સ માત્ર ક્લિક્સ મેળવવા માટે બનાવવામાં આવી હોય અથવા જેમાં  કોઈ ખાસ માહિતી ન હોય તો પણ ઓછા યુઝર્સ સુધી પહોંચશે .

આ બદલાવનો મુખ્ય હેતુ એ છે કે યુઝર્સને વધુ ગુણવતાવાળું અને ઉપયોગી કન્ટેન્ટ જોવા મળે . Meta એવું કહે છે કે આ સુધારાઓ પછી લોકો ફરીથી તેના પ્લેટફોર્મ્સ  પર વધુ સમય વિતાવશે અને તેમનો અનુભવ પણ સુધરશે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »