Apple iPhone 17 Pro ખરીદવાની તક : ડિસ્કાઉન્ટ , બેંક ઓફર્સ અને એક્સચેન્જ સાથે કિંમતમાં મોટો ઘટાડો

જો તમને એપલના ફ્લેગશિપ મોડેલ iPhone 17 Pro ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ એક ફાયદેકારક મોકો સાબિત થઈ શકે છે .

Apple iPhone 17 Pro ખરીદવાની તક : ડિસ્કાઉન્ટ , બેંક ઓફર્સ અને એક્સચેન્જ સાથે કિંમતમાં મોટો ઘટાડો

Photo Credit: Apple

iPhone 17 Pro માં 6.3 ઇંચ સુપર રેટિના XDR OLED ડિસ્પ્લે છે .

હાઇલાઇટ્સ
  • Flipkart પર iPhone 17 Pro ના 256GB વેરિઅન્ટની કિંમત રૂપિયા 1,22,900
  • iPhone 17 Pro માં 6.3 ઈંચનું Super Retina XDR OLED ડિસ્પ્લે
  • ગયા વર્ષે સપ્ટેમ્બરમાં રૂપિયા 1,34,900 ની શરૂઆતની કિંમતે લોન્ચ થયો હતો
જાહેરાત

જો તમે એપલ નો ફ્લેગશિપ  iPhone 17 Pro  ખરીદવાનું વિચારી રહ્યા છો , તો આ તમારા માટે સારો મોકો બની શકે છે . એપલનો આ પ્રીમિયમ સ્માર્ટફોન હાલમાં ઈ કોમર્સ પ્લેટફોર્મ Flipkart પર સારા ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે . 48MP પ્રાઈમરી ફ્યુઝન કેમેરા સાથે આવતો આ ફોન બેંક ઓફર્સ અને એક્સેન્જ ડીલ્સ દ્રારા વધુ સસ્તો મળી શકે છે . અહીં  iPhone 17 Pro ની કિંમત , ઓફર્સ અને મુખ્ય સ્પેસિફિકેશન્સ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી છે .

 iPhone 17 Pro  પર ડિસ્કાઉન્ટ અને ઓફર્સ :

Flipkart પર  iPhone 17 Pro ના 256GB વેરિઅન્ટની કિંમત હાલમાં રૂપિયા 1,22,900 રાખવામાં આવી છે . જો ગ્રાહકો Flipkart Axis Bank ક્રેડિટ કાર્ડ થી પેમેન્ટ કરે , તો તમને રૂપિયા 9000નો ફ્લેટ ડિસ્કાઉન્ટ મળી શકે છે . આ પછી ફોનની અસરકારક કિંમત રૂપિયા 1,13,900 સુધી આવી જાય છે .

ધ્યાન આપવા જેવી વાત એ છે કે  iPhone 17 Pro  ગયા વર્ષે સપ્ટેમ્બરમાં રૂપિયા 1,34,900 ની શરૂઆતની કિંમતે લોન્ચ થયો હતો . એટલે હાલની ઓફર મુજબ આ મોડલ  પર કુલ રૂપિયા 21,000 સુધીનો ઘટાડો જોવા મળે છે .

આ ઉપરાંત , ગ્રાહકો પોતાના જૂના સ્માર્ટફોનને એક્સચેન્જ કરીને વધુ બચત મેળવી શકે છે . કંપનીના જણાવ્યા અનુસાર એક્સચેન્જ ઓફર બાદ ફોનની કિંમત આશરે રૂપિયા 60,300 સુધી નીચે આવી શકે છે . જોકે , એક્સચેન્જનો લાભ તમારા ફોનની વર્કિંગ કન્ડિશન પર આધાર રાખશે .

 iPhone 17 Pro  ના ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ :

 iPhone 17 Pro માં 6.3 ઈંચનું Super Retina XDR OLED ડિસ્પ્લે આપવામાં આવ્યું છે . આ સ્ક્રીન 2622x 1206 પિક્સેલ રિઝોલ્યુશન , 120Hz રિફ્રેશ રેટ અને 3000 nits સુધીની પીક બ્રાઈટનેસ સપોર્ટ કરે છે . પરફોર્મન્સ માટે ફોનમાં Apple A19 Pro ચિપસેટ આપવામાં આવ્યો છે .

કનેક્ટિવિટી માટે તેમાં USB 3.0 Type - C પોર્ટ , 5G , Wi-Fi 7, eSIM અને Bluetooth જેવા વિકલ્પો મળે છે .

ફોટોગ્રાફી માટે ફોનના પાછળના ભાગમાં ટ્રિપલ 48MP કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે , જેમાં પ્રાઈમરી ફ્યુઝન કેમેરા , અલ્ટ્રા - વાઈડ લેન્સ અને ટેલિફોટો કેમેરા શામેલ છે . સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે ફોનમાં 18MP ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે .

આ સિવાય ,  iPhone 17 Pro  ને IP68 રેટિંગ પણ મળ્યું છે , એટલે કે તે ધૂળ અને પાણીથી સુરક્ષિત રહે છે . કંપનીના જણાવ્યા મુજબ , આ ફોન 6 મીટર સુધી ઊંડા પાણીમાં 30 મિનિટ સુધી ટકી શકે છે .


 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. FIFA વર્લ્ડ કપ 2026 ભારતમાં કેવી રીતે જોવો ? Zee , DD Sports અને Zee5 પર મળશે લાઈવ કવરેજ
  2. Apple iPhone 17 Pro ખરીદવાની તક : ડિસ્કાઉન્ટ , બેંક ઓફર્સ અને એક્સચેન્જ સાથે કિંમતમાં મોટો ઘટાડો
  3. ટેલિગ્રામને રાહત નહીં : પરીક્ષા પેપર લીક મામલે સરકારના નિર્ણયને કોર્ટનો સમર્થન
  4. EPFO સભ્યો માટે ઉપયોગી માહિતી :UMANG એપ દ્રારા સરળતાથી મેળવો તમારો UAN
  5. OnePlus Nord Buds 4ની મુખ્ય ફીચર્સ જાહેર, ફાસ્ટ ચાર્જિંગ સાથે મળશે પ્રીમિયમ ઓડિયો અનુભવ
  6. પાવર અને પરફોર્મન્સનો નવો બાદશાહ ! Redmi Turbo 5માં Dimensity 8500 Ultra અને 120Hz ડિસ્પ્લે
  7. CCTV ખરીદવાની જરૂર નહીં , જૂના ફોનથી જ રાખો ઘર પર નજર
  8. શાળા કે બોર્ડ ઓફિસ જવાની જરૂર નહીં ! UMANG અને DigiLockerથી મેળવો તમારી માર્કશીટ
  9. 16 ઇંચ AMOLED ડિસ્પ્લે , Wi-Fi 7 અને 1TB સ્ટોરેજ સાથે Samsung Galaxy Book6 Edge બજારમાં રજૂ
  10. દક્ષિણ કોરિયામાં લોકપ્રિય બની રહી છે ' નકલી શોપિંગ ' વેબસાઈટ્સ , તણાવ ઘટાડવા યુવાનોનો અનોખો રસ્તો
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »