WhatsApp એ 8 સપ્ટેમ્બર 2026થી Android 5.0 અને 5.1 ડિવાઈસ પર કામ નહીં કરે
Photo Credit: WhatsApp/Anton
WhatsApp હવે એ ડિવાઈસ પર કામ નહીં કરે જે Android 6.0થી જૂના હોય
WhatsApp હવે જૂના એન્ડ્રોઈડ સ્માર્ટફોન્સ માટે સપોર્ટ બંધ કરવાની તૈયારીમાં છે . પ્લેટફોર્મ સતત નવા ફીચર્સ અને સુધારેલી પરફોર્મન્સ માટે અપડેટ થતું હોવાથી , જૂના વર્ઝન પર ચાલતા ડિવાઈસને સપોર્ટ કરવું મુશ્કેલ બની રહ્યું છે . WhatsApp 8 સપ્ટેમ્બર 2026 થી Android 6.0 કરતાં જૂના વર્ઝન પર કામ નહીં કરે . Android 5.0 અને 5.1 યુઝર્સ એપ ઉપયોગ માટે નવા ડિવાઈસ અથવા અપડેટની જરૂર પડશે . આ બદલાવ ખાસ કરીને તે યુઝર્સને અસર કરશે . જે હજુ પણ જૂના એન્ડ્રોઈડ વર્ઝનવાળા ફોન્સનો ઉપયોગ કરે છે .
8 સપ્ટેમ્બર 2026 થી WhatsApp એવા ડિવાઈસ પર કામ નહીં કરે , જે Android 6.0 કરતા જૂના વર્ઝન પર ચાલે છે . હાલ એપ Android 5.0 અને ઉપરના વર્ઝનને સપોર્ટ કરે છે , પરંતુ નવા અપડેટ બાદ Android 5.0 અને 5.1 યુઝર્સ માટે સેવા બંધ થઈ જશે . એટલે કે WhatsApp હવે એ ડિવાઈસ પર કામ નહીં કરે જે Android 6.0થી જૂના હોય
WABetaInfo મુજબ , WhatsApp આ ફેરફાર અંગે યુઝર્સને પહેલાથી જાણ કરી રહ્યું છે . જેમના ડિવાઈસ પર સપોર્ટ બંધ થવાનો છે , તેમને ઈન - એપ નોટિફિકેશન દ્રારા એલર્ટ આપવામાં આવી રહ્યું છે . સાથે જ યુઝર્સને તેમની ચેટ હિસ્ટ્રીનો બેકઅપ લેવા સલાહ આપવામાં આવી છે , જેથી નવા ડિવાઈસ પર ડેટા સરળતાથી રિસ્ટોર કરી શકાય .
આ બદલાવ ભારત , બ્રાઝિલ તેમજ કેટલાક એશિયા અને આફ્રિકા દેશોમાં વધુ અસરકારક બની શકે છે , કારણ કે ત્યાં હજુ પણ ઘણા લોકો જૂના સ્માર્ટફોન્સનો ઉપયોગ કરે છે . આવા ડિવાઈસને નિયમિત સોફ્ટવેર અપડેટ મળતા નથી , જેના કારણે નવા ફીચર્સ સપોર્ટ કરવો મુશ્કેલ બને છે .
જે યુઝર્સ WhatsAppનો ઉપયોગ ચાલુ રાખવા માંગતા હોય તો , તેમને Android 6.0 અથવા તેથી ઉપરના વર્ઝનવાળા ડિવાઈસ પર અપગ્રેડ કરવું પડશે . આ નિયમ WhatsApp Messenger અને WhatsApp Business બંને માટે લાગુ પડશે . હાલમાં iOS યુઝર્સ માટે કોઈ ફેરફાર નથી . iOS 15.1 અથવા તેનાથી ઉપરના વર્ઝન પર WhatsApp પહેલા જેવી રીતે જ કાર્યરત રહેશે .
જાહેરાત
જાહેરાત