Apple iOS 27 માં Liquid Glass ડિઝાઇન પહેલા જેવી જ , Foldable iPhone માટે ખાસ ફીચર્સ

Apple પોતાના ફોલ્ડેબલ આઈફોનની ડિઝાઇનને માટે નવા ફેરફારો રજૂ કરી શકે છે .

Apple iOS 27 માં Liquid Glass ડિઝાઇન પહેલા જેવી જ , Foldable iPhone માટે ખાસ ફીચર્સ

Photo Credit: Gadget 360

લિક્વિડ ગ્લાસ ડિઝાઇનમાં એપ્સ અને મેનુમાં પારદર્શક અસર ઉમેરવામાં આવશે .

હાઇલાઇટ્સ
  • પહેલી વાર iPhoneમાં Split-Screen મલ્ટીટાસ્કીંગ
  • વપરાશકર્તાઓ Glass Effectની તીવ્રતા બદલાવી શકે
  • Liquid Glass ડિઝાઇનને વધુ સુધારવામાં આવશે
જાહેરાત

WWDC 2026 ઇવેન્ટ દરમિયાન Apple પોતાનો નવો iPhone , iPad અને અન્ય ગેજેટ માટે તેની ઓપરેટિંગ સિસ્ટમના નવા વર્ઝન લોન્ચ કરી શકે છે . અહેવાલો  મુજબ , iOS 27 અને  iPadOS 27માં Liquide Glass ડિઝાઇન પેહલા જેવી જ રહેશે , તેમાં કોઈ મોટો ફેરફાર કરવામાં નહિ આવે . Bloombergના  માર્ક ગુરમાન મુજબ , Apple પોતાની હાલની ડિઝાઇન બદલવાની જગ્યાએ તેને વધારે સારું કરવા પર ધ્યાન દેશે  એટલે iOS 26  Liquide Glass ઇન્ટરફેસ આગળ પણ ચાલુ રહેશે , પરંતુ તેમાં થોડા ફેરફારો શક્ય છે .

કેટલાક વપરાશકર્તાઓનું કહેવું છે કે જે પહેલાનો અર્ધપારદર્શક ઇન્ટરફેસ હતો , તેને કારણે આઇકોન્સ અને ટેક્સ્ટ સ્પષ્ટ રીતે દેખાતા ન હતા . જે પોઇન્ટને લઇને  Apple પહેલાથી જ સોફ્ટવેર અપડેટ્સ પર ધ્યાન આપે છે અને iOS 26.4 જેવા અપડેટમાં પણ ફેરફાર આવવાની શક્યતા છે .

Apple એ પોતાના પહેલાના બીટા અપડેટ્સમાં ઓપરેટિંગ સિસ્ટમ પર ટેસ્ટ કરી રહી હતી , જેના દ્રારા વપરાશકર્તાઓ Glass Effectની તીવ્રતા બદલાવી શકે . હાલમાં આ સુવિધાઓ માત્ર Lock Screen  ઘડિયાળમાં જોવા મળે છે પરંતુ તેને Home Screen, App Folders અને Navigation Bar પર આ બહુ મુશ્કેલ   છે .

આ ઉપરાંત , iOS 27માં Apple તેના Foldable iPhone માટે ફેરફારો પણ સામે આવી શકે છે . કંપનીના એન્જીનિયરો એક એવો લેઆઉટ તૈયાર કરી રહી છે જેનાથી જયારે પણ  આ ડિવાઇસ ખોલવામાં આવે ત્યારે તેની સ્ક્રીન આપમેળે સાઈઝ પ્રમાણે થઇ જાય .

જયારે ડિવાઇસ ચાલુ હોય તો iPhoneમાં એપ્સ વધુ iPad  જેવી રીતે જ કામ કરી શકે છે . ઉદાહરણ તરીકે નેવિગેશન બાર સ્ક્રીનની ડાબી બાજુ પર દેખાઈ શકે છે  જેથી ડિસ્પ્લેનો વધુ સારો ઉપયોગ થાય .

Appleએ પહેલી વાર iPhoneમાં Split-Screen મલ્ટીટાસ્કીંગ લાવી શકે છે , જેથી મોટી સ્ક્રીન પર એક સાથે બે એપ્લિકેશન ચલાવી શકે છે જે Foldable iPhone  માટે ઉપયોગી બનશે .

ખાસ વાત એ છે કે Appleએ WWDC 2025 દરમિયાન Liquid Glass ઇન્ટરફેસને રજૂ કર્યો હતો .જે Appleના ઓપરેટિંગ સિસ્ટમમાં સૌથી મોટો ફેરફાર માનવામાં  આવ્યો હતો . આ ડિઝાઇન Navigation Bars, Widgets , Icons , Buttons અને Search Fieldમાં વિઝ્યુઅલ  ઇફેકટ્સને ઉમેર્યા હતા .

આ નવું ઇન્ટરફેસ visionOS થી સંચાલિત છે જેનાથી  Apple Vision Pro હેન્ડસેટ વધારે સારો કામ કરી શકે . આનો મુખ્ય કામ Appleના બધા જ ઉપકરણોમાં એક જેવો અને  આધુનિક અનુભવ આપવાનો હતો . આ ડિઝાઇન કંપની માટે એક સારો અવસર લઇને આવી હતી કેમકે તે સમયે Appleને જનરેટિવ  AIમાં વિકાસ માટે ટીકાનો સામનો કરવાનું હતું .
 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. 8849 Tank 5 માં બિલ્ટ - ઇન 2K પ્રોજેક્ટર , 36GB સુધી RAM અને 120W ફાસ્ટ ચાર્જિંગ
  2. Airtel Thanks App પર ખાસ ઓફર : LinkedIn Premium અને EazyDiner Prime સબ્સ્ક્રિપ્શન ફ્રી
  3. Google Pixel 10 ડીલ ધમાકેદાર : Amazon પર કિંમતમાં કાપ , બેંક ઓફર અને એક્સચેન્જથી વધુ બચત
  4. ભારતમાં Amazon Now સેવાનો મોટો વિસ્તરણ , ડિલિવરી કર્મચારીઓ માટે ' સમ્માન ' યોજના જાહેર
  5. Vivo X Fold 6 માં 200MP કેમેરા , 8.02 ઇંચ ડિસ્પ્લે અને નવી Dimensity 9500 ચિપ મળવાની શક્યતા
  6. Samsung Galaxy S26+ ખરીદવાનો સારો મોકો , ડિસ્કાઉન્ટ બાદ કિંમત ઘટીને રૂપિયા 82,450 સુધી
  7. 1 જુલાઈથી આધાર એપમાં મળશે મોટી રાહત , ઇમેઇલ ID અપડેટ પર નહીં લાગે કોઈ ચાર્જ
  8. 13MP કેમેરા , Helio G81 અલ્ટ્રા ચિપ અને 18W ફાસ્ટ ચાર્જિંગ સાથે Redmi 17C રજૂ
  9. 160W અને 120W મોડેલ સાથે itelની એન્ટ્રી , iThumpX BASS અને Bluetooth 5.3 જેવી સુવિધાઓ
  10. NEET વિવાદ બાદ ટેલિગ્રામને રાહત , પરંતુ 30 જૂન સુધી કેટલાક નિયંત્રણો યથાવત
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »