ફોટો બ્લર થઈ ગયો ? Google Photos ના Photo Unblur ટૂલથી મિનિટોમાં કરો સુધારો

Google Photosની Photo Unblur સુવિધાથી ફોટાને સુધારી શકાશે .

ફોટો બ્લર થઈ ગયો ? Google Photos ના Photo Unblur  ટૂલથી મિનિટોમાં કરો સુધારો

Photo Credit: Google

હાઇલાઇટ્સ
  • Google Photosમાં શક્તિશાળી AI ફીચર ઉપલબ્ધ
  • Photo Unblur ફીચર દરેક સ્માર્ટફોન અથવા પ્રદેશમાં ઉપલબ્ધ હોય તે જરૂરી નથ
  • Google Photosનું Photo Unblur ફીચર તેને વધુ આકર્ષક અને સ્પષ્ટ બનાવવામાં
જાહેરાત

સ્માર્ટફોન કેમેરા ટેક્નોલોજીમાં છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર સુધારો થયો છે , છતાં ઘણી વખત ફોટા અપેક્ષા મુજબ સ્પષ્ટ આવતા નથી . કેમેરા શેક , ખોટો  ફોક્સ અથવા ઓછા પ્રકાશ જેવી પરિસ્થિતિઓને કારણે ફોટો ઝાંખી પડી શકે છે . સામાન્ય રીતે આવા ફોટાને સુધારવા માટે લોકો થર્ડ પાર્ટી ફોટો એડિટિંગ  એપ્સનો ઉપયોગ કરે છે , પરંતુ ઘણા યુઝર્સને ખબર નથી કે Google Photos માં જ એક શક્તિશાળી AI ફીચર ઉપલબ્ધ છે , જે ઝાંખા ફોટાને વધુ સ્પષ્ટ  બનાવી શકે છે  .

Google Photosનું " Photo Unblur " ફીચર AI ની મદદથી ફોટામાં રહેલી વિગતો જોએ છે અને તેની શાર્પનેસ વધારીને વધુ ક્લિયર બનાવે છે . ખાસ કરીને હળવાથી  મધ્યમ સ્તરના બ્લરવાળા ફોટા માટે આ ફીચર ખુબ સારા સાબિત થઈ શકે છે . જો કે દરેક ફોટો સંપૂર્ણપણે સુધરી જાય તે જરૂરી નથી , પરંતુ ઘણા   ફોટોસમાં નોંધપાત્ર રીતે સારા જોવા મળે છે .

Google Photosમાં Photo Unblur કેવી રીતે વાપરવું ?

ઝાંખા ફોટાને સ્પષ્ટ બનાવવા માટે સૌથી પહેલા ,

  • તમારા સ્માર્ટફોનમાં Google Photos એપ ખોલો 
  • જે ફોટો સુધારવો હોય તેને પસંદ કરો 
  • હવે નીચે આપેલા Edit વિકલ્પ પર ટેપ કરો 
  • હવે Tools વિભાગમાં જઈને   " Photo Unblur "  વિકલ્પ પસંદ કરો 
  • AI પ્રોસેસિંગ શરૂ થયા બાદ Google Photos થોડા જ સેકન્ડમાં સુધારેલા ફોટાનું પ્રીવ્યુ બતાવશે .
  • જો ફોટો તમને યોગ્ય લાગે તો તેને Save Copy પર જઈને Save કરી લો .

દરેક ડિવાઈસમાં ઉપલબ્ધ ન પણ હોય 

ધ્યાનમાં રાખવા જેવી વાત એ  છે  કે  Photo Unblur ફીચર દરેક સ્માર્ટફોન અથવા  પ્રદેશમાં ઉપલબ્ધ હોય તે જરૂરી નથી . Google જુદા જુદા ફીચર્સ રોલઆઉટ  કરતું હોવાથી કેટલાક યુઝર્સને આ વિકલ્પ મોડો મળી શકે છે . આ ઉપરાંત કેટલીક AI આધારિત એડિટિંગ સુવિધાઓ માટે Google One સબ્સ્ક્રિપ્શનની જરૂર પણ પડી શકે છે . જો તમારી એપમાં Unblur વિકલ્પ દેખાતો ન હોય તો Google Photosને નવા વર્ઝન પર અપડેટ કરવું જરૂરી બની શકે છે .

જૂના ફોટાને નવા બનાવવાનો સરળ રસ્તો 

જો તમારી પાસે કોઈ જૂનો યાદગાર ફોટો હોય જે ઝાંખો દેખાતો હોય , તો Google Photosનું Photo Unblur ફીચર તેને વધુ આકર્ષક અને સ્પષ્ટ બનાવવામાં મદદ  કરે છે . માત્ર થોડા ટેપની મદદથી ફોટાની ગુણવત્તામાં સુધારો કરીને તમે તમારી ખાસ યાદોને ફરી જીવંત બનાવી શકો છો .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. ડયુઅલ રિયર કેમેરા અને બે કલર વિકલ્પો સાથે 31 જુલાઈએ ભારતમાં લોન્ચ થશે OnePlus N6x
  2. Moto Pad 70 ની લોન્ચ તારીખ જાહેર , Dimensity 6400 ચિપસેટ અને Moto Pen સાથે આવશે
  3. Honda QC3 આવ્યું નવા અવતારમાં 3kWh બેટરી અને TFT ડિસ્પ્લે સાથે કરશે એન્ટ્રી
  4. Vivo S2 ટૂંક સમયમાં ભારતમાં આવી શકે છે , જાણો સંભવિત કિંમત અને ફીચર્સ
  5. જેક ડોર્સીના Bitchat એપ સામે કાર્યવાહી , GitHubને રિપોઝિટરી દૂર કરવા સરકારની સૂચના
  6. ભારતમાં Ray - Ban Meta Smart Glasses રૂપિયા 29,900ની શરૂઆતની કિંમતે , આવ્યા ફરી ચર્ચામાં
  7. 200 મેગાપિક્સલવાળો Vivo X300 Pro મેળવો 10,000 રૂપિયા સુધીની છૂટ સાથે
  8. ભારતમાં Flipkartની ફૂડ ડિલિવરી સર્વિસની એન્ટ્રી , આગામી અઠવાડિયામાં થશે શરૂઆત
  9. બે વર્ષમાં 50 OTT પ્લેટફોર્મ બ્લોક , સરકારે સંસદમાં આપી માહિતી
  10. Android 17નું નવું માઈગ્રેશન ફીચર , હવે iPhoneમાંથી Androidમાં વાયરલેસ રીતે ટ્રાન્સફર થશે ડેટા
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »