ચોમાસામાં બહાર નીકળતા પહેલાં શું લગાવવું ? જાણો ત્વચાને સુરક્ષિત રાખવાના સરળ ઉપાયો

ચોમાસામાં વધતી ભેખ અને પરસેવાના કારણે ત્વચા સંબંધિત અનેક સમસ્યાઓ થઈ શકે છે

ચોમાસામાં બહાર નીકળતા પહેલાં શું લગાવવું ? જાણો ત્વચાને સુરક્ષિત રાખવાના સરળ ઉપાયો
હાઇલાઇટ્સ
  • ચોમાસામાં વધતી ભેખ અને પરસેવાના કારણે ત્વચા સંબંધિત અનેક સમસ્યાઓ થઈ શકે
  • દિવસની શરૂઆત હળવા ફેસવોશથી ચહેરો સાફ કરીને કરો
  • વરસાદમાં ભીંજાઈ જાઓ તો ઘરે પહોંચ્યા બાદ ચહેરો અને શરીરને સ્વચ્છ પાણીથી ધો
જાહેરાત

વરસાદી ઋતુ શરૂ થતા જ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી જાય છે . આ ભેજ શરીરને ઠંડક તો આપે છે , પરંતુ ત્વચા માટે કેટલીક નવી સમસ્યાઓ પણ ઊભી કરે છે . ઘણા લોકોને ચહેરા પર વધુ ચીકાશ , ખીલ , ખંજવાળ , ફંગલ ઇન્ફેક્શન અથવા ત્વચા નિસ્તેજ દેખાવાની ફરિયાદ રહે છે . આવી સ્થિતિમાં મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સ કરતાં યોગ્ય સ્કિનકેર રૂટીન વધુ અસરકારક સાબિત થઈ શકે છે .

કઈ - કઈ કાળજી રાખવી જોઈએ ?

દિવસની શરૂઆત હળવા ફેસવોશથી ચહેરો સાફ કરીને કરો . રાત્રે જમા થયેલો પરસેવો અને વધારાનું તેલ દૂર થતાં ત્વચા તાજગી અનુભવે છે . જો તમારી ત્વચા ઓઈલી હોય તો ઓઇલ - ફ્રી - ક્લેન્ઝર પસંદ કરો , જયારે ડ્રાય સ્કિન ધરાવતા લોકો માટે હાઇડ્રેટિંગ ફેસવોશ વધુ યોગ્ય રહેશે .

ઘણા લોકો એવું માને છે કે ચોમાસામાં મોઈશ્ચરાઈઝરની જરૂર પડતી નથી . પરંતુ આ માન્યતા ખોટી છે . હળવું અને જેલ આધારિત મોઈશ્ચરાઈઝર ત્વચામાં ભેજ જાળવી રાખે છે અને તેને સૂકી પડવાથી બચાવે છે .

બહાર નીકળતા પહેલાં આટલું યાદ રાખો :

ઘરની બાહર નીકળતા પહેલાં સનસ્ક્રીન લગાવવાનું ભૂલશો નહીં . વાદળછાયું વાતાવરણ હોવા છતાં સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો ત્વચા સુધી પહોંચે છે . તેથી SPF 30 અથવા તેથી વધુ ક્ષમતાવાળું સનસ્ક્રીન લગાવવાથી ટેનિંગ અને ત્વચાને થતા નુક્સાનનું જોખમ ઘટે છે  , જો લાંબા સમય સુધી બહાર રહેવાનું હોય તો જરૂર મુજબ સનસ્ક્રીન ફરીથી લગાવી શકાય .

વરસાદ માં ભીંજાઈ જાઓ તો ઘરે પહોંચ્યા બાદ ચહેરો અને શરીરને સ્વચ્છ પાણીથી ધોઈ લો . ભીના કપડાં લાંબા સમય સુધી પહેરી રાખવાથી ત્વચા પર ફંગલ ઇન્ફેક્શન થવાની શક્યતા વધી શકે છે . તેથી શક્ય હોય તેટલી વહેલી તકે સૂકા કપડાં પહેરવા જોઈએ .

ચોમાસામાં આ બાબતોનું  પણ ધ્યાન રાખવો જોઈએ :

ચોમાસામાં ભારે મેકઅપ કરવાનું ટાળવું પણ ફાયદાકારક છે . હળવો અને વોટરપ્રુફ મેકઅપ પસંદ કરવાથી ત્વચા પર ઓછો ભાર પડે છે . સાથે પૂરતું પાણી પીવું , લીલા શાકભાજી અને મોસમી ફળોનો આહારમાં સમાવેશ કરવો પણ ત્વચાની કુદરતી ચમક જાળવવામાં મદદરૂપ બને છે .

નિયમિત સફાઈ , યોગ્ય સ્કિનકેર અને સ્વચ્છતાની નાની - નાની ટેવો અપનાવવાથી વરસાદી મોસમમાં પણ ત્વચાને સ્વસ્થ , ચમકદાર અને તાજગીભરી રાખી શકાય છે . જો ખીલ , લાલાશ , એલર્જી અથવા ફંગલ ઇન્ફેક્શન જેવી સમસ્યા લાંબા સમય સુધી રહેતી હોય તો ત્વચા નિષ્ણાંતની સલાહ લેવી વધુ યોગ્ય રહેશે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »