વરસાદની શરૂઆત સાથે ચેપજન્ય રોગો અને મચ્છરજન્ય બીમારીઓનું જોખમ વધી શકે છે
ઉનાળાની આકરી ગરમી બાદ જયારે પહેલો વરસાદ વરસે છે ત્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરી જાય છે અને લોકોને રાહત મળે છે . જોકે , આ મોસમમાં માત્ર આનંદ માણવો જ નહીં પરંતુ સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેત રહેવું પણ એટલું જ જરૂરી છે . હવામાનમાં અચાનક થતા ફેરફારો અને વધતી ભેજના કારણે અનેક પ્રકારની આરોગ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે . પહેલા વરસાદ ગરમીમાંથી રાહત આપે છે , પરંતુ બદલાતા વાતાવરણ અને વધતી ભેજના કારણે શરદી , વાયરલ ચેપ અને પેટની સમસ્યાઓનું જોખમ વધી શકે છે .
આરોગ્ય નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર , પહેલા વરસાદ પછી હવામાં ધૂળ , બેક્ટેરિયા અને અન્ય સૂક્ષ્મ જીવાણુઓની અસર વધી શકે છે . જેના કારણે શરદી , ઉધરસ , ગળામાં દુખાવો અને વાયરલ ચેપ જેવી સમસ્યાઓ જોવા મળી શકે છે . ખાસ કરીને બાળકો , વૃદ્વો અને ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો માટે વધુ સાવચેતી રાખવાની જરૂર હોય છે .
વરસાદ દરમિયાન બહારનું ખુલ્લું અને અસ્વચ્છ ખાવાનું ટાળવું જોઈએ . ભેજવાળા વાતાવરણમાં ખાદ્ય પદાર્થો ઝડપથી બગડી શકે છે , જેના કારણે પેટના ચેપ , ઝાડા અને ફૂડ પોઈઝનિંગનું જોખમ વધી શકે છે . સ્વચ્છ અને તાજો ખોરાક લેવાની સાથે પૂરતું ઉકાળેલું અથવા શુદ્ધ પાણી પીવું પણ જરૂરી છે .
પહેલા વરસાદમાં ભીંજાવાની મજા દરેકને ગમે છે , પરંતુ લાંબા સમય સુધી ભીના કપડાં પહેરી રાખવાથી ત્વચા અને સાંસ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે . વરસાદમાં ભીંજાયા બાદ શક્ય તેટલી વહેલી તકે સૂકા કપડાં પહેરી લેવા જોઈએ .
આ ઉપરાંત , વરસાદી પાણી ભરાયેલા વિસ્તારોમાં મચ્છરોનું પ્રમાણ વધવાની શક્યતા રહે છે . જેના કારણે ડેન્ગ્યુ , મલેરિયા અને ચિકનગુનિયા જેવા રોગો ફેલાઈ શકે છે . ઘર અને આસપાસ પાણી ભરાઈ ન રહે તેની કાળજી રાખવી જરૂરી છે .
નિષ્ણાંતોનું માનવું છે કે સંતુલિત આહાર , પૂરતી ઊંઘ , સ્વચ્છતા અને નિયમિત કસરત દ્રારા રોગપ્રતિકારક શક્તિ મજબૂત રાખી શકાય છે . મોસમનો આનંદ માણવાની સાથે સ્વાસ્થ્યની કાળજી રાખવામાં આવે તો વરસાદની ઋતુ વધુ સુરક્ષિત અને આનંદદાયક બની શકે છે .
જાહેરાત
જાહેરાત
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹64,999
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
iOS 27 Update for iPhone Adds Impersonation Risk Detection Feature to Protect You Against Scams