વરસાદી મોસમની મજા માણો અને પોતાના હાર્ટને પણ સ્વસ્થ્ય રાખો
વરસાદી મોસમ ઘણા લોકોને ગમે છે . ઠંડી પવન, ચા - ભજીયા અને ભીની માટીની સુગંધ . પરંતુ આ જ મોસમ હદય માટે કેટલીકવાર મુશ્કેલી પણ ઉભી કરી શકે છે . ભેજ , તાપમાનમાં અચાનક ફેરફાર , ડિહાઈડ્રેશન , ઓછી શારીરિક સક્રિયતા અને ઇન્ફેક્શનનું વધતું જોખમ, આ બધું મળીને હાર્ટ પર વધારાનો દબાણ ઊભો કરી શકે છે . ખાસ કરીને હાઈ બ્લડ પ્રેશર , ડાયાબિટીસ , કોલેસ્ટ્રોલ અથવા પહેલેથી હાર્ટની તકલીફ ધરાવતા લોકો માટે આ સીઝન વધારે સાવધાની માંગે છે .
ભેજવાળા હવામાનમાં શરીરને પોતાનું તાપમાન નિયંત્રિત રાખવા માટે વધુ મહેનત કરવી પડે છે . પરિણામે હદયને વધુ ઝડપથી કામ કરવું પડે છે . ઘણા લોકોને થાક , ધબકારા તેજ થવા , શ્વાસ ચઢવો અથવા ચક્કર આવવા જેવી સમસ્યાઓ અનુભવાય છે . બીજી તરફ , વરસાદી મોસમમાં લોકો ઘણીવાર પાણી ઓછું પીવે છે , કારણે કે તરસ ઓછી લાગે છે . પરંતુ ડિહાઈડ્રેશન થવાથી બ્લડ સર્ક્યુલેશન પર અસર પડે છે અને હાર્ટ પર વધુ ભાર આવી શકે છે .
આ મોસમમાં છાતીમાં ભાર લાગવો , સતત ધબકારા વધવું , શ્વાસ લેવામાં તકલીફ , અચાનક નબળાઈ , વધુ ધમધમાટ ચક્કર અથવા ડાબા હાથ - ખભામાં દુખાવો જેવા લક્ષણોને હળવાશથી ન લેવા જોઈએ . આવા સંકેતો શરીર આપતું એલર્ટ હોઈ શકે છે . ખાસ કરીને 50 વર્ષથી ઉપરના લોકો , હાર્ટ પેશન્ટ્સ અને બ્લડ પ્રેશરની દવા લેતા લોકો માટે વધારે કાળજી જરૂરી બને છે .
હાર્ટને સુરક્ષિત રાખવા માટે થોડા સરળ નિયમો બહુ કામના છે ,
જો બ્લડ પ્રેશર , શુગર અથવા હાર્ટની પહેલેથી તકલીફ હોય તો સમયાંતરે ચેકઅપ કરાવવો જરૂરી છે .
વરસાદી મોસમનો આનંદ જરૂર માણો , પણ દિલની કાળજી સાથે કારણ કે મોસમ બદલાય ત્યારે શરીર સંકેત આપે છે અને એ સંકેતોને સમયસર સમજવું જ સાચી સ્માર્ટનેસ છે .
જાહેરાત
જાહેરાત