Android Auto થી તમે તમારા ફોનને તમારી કારની સ્ક્રીન સાથે કનેક્ટ કરી શકો છો .
Photo Credit: Google
જો તમારી કાર Android Auto ને સપોર્ટ કરતી હોય તો તમે તમારા સ્માર્ટફોન ને કારની ઈન્ફોટેનમેન્ટ સ્ક્રીન સાથે કનેક્ટ કરીને નેવિગેશન , મ્યુઝિક , કોલિંગ અને મેસેઝિંગ જેવી અનેક સુવિધાઓનો ઉપયોગ કરી શકો છો . Android Auto ડ્રાઇવિંગ દરમિયાન ફોનનો સીધો ઉપયોગ કરવાની જરૂરિયાત ઘટાડે છે અને જરૂરી ફીચર્સ કાર ની સ્ક્રીન પર જ ઉપલબ્ધ કરાવે છે . જો તમે હજુ સુધી Android Auto સેટ કર્યું નથી , તો નીચે આપેલા સરળ સ્ટેપ્સને ધ્યાનથી જુઓ અને તેને અનુસરો .
Android Auto સેટ કરતા પહેલા નીચેની બાબતો જરૂરી છે .
Android 10 અથવા તેનાથી નવા વર્ઝન પર ચાલતો સ્માર્ટફોન
Android Auto કરતી કાર અથવા ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ
સક્રિય ઈન્ટરનેટ કનેક્શન
USB કેબલ અથવા વાયરલેસ Android Auto સપોર્ટ
સૌપ્રથમ ખાતરી કરો કે તમારા ફોનમાં Android Auto એપ ઇન્સ્ટોલ છે અથવા તે અપડેટેડ છે . ઘણા નવા Android સ્માર્ટફોનમાં આ એપ પહેલેથી જ ઉપલબ્ધ હોય છે .
કાર સ્ટાર્ટ કરો અને ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ ચાલુ કરો .
સ્માર્ટફોનમાં Bluetooth અને Wi - Fi ચાલુ કરો .
USB કેબલ દ્રારા ફોનને કાર સાથે કનેક્ટ કરો .
જો કાર વાયરલેસ Android Auto સપોર્ટ કરતી હોય , તો Bluetooth દ્રારા પેરિંગ કરો .
ફોનમાં દેખાતી જરૂરી પરવાનગીઓને મંજૂરી આપો .
Android Auto ની શરતો અને નિયમોને સ્વીકારો .
થોડા જ સમયમાં Android Auto કારની સ્ક્રીન પર દેખાવા લાગશે .
એકવાર Android Auto સેટ થઈ જાય પછી તમે અનેક ઉપયોગી સુવિધાઓનો લાભ લઈ શકો છો .
Google Maps દ્રારા નેવિગેશન
Spotify , YouTube Music અને અન્ય મ્યુઝિક એપ્સ
હેન્ડ્સ - ફ્રી કોલિંગ
WhatsApp અને SMS નોટિફિકેશન્સ
Google Assistant દ્રારા વોઈસ કમાન્ડ્સ
જો Android Auto યોગ્ય રીતે કનેક્ટ ન થાય તો નીચેના ઉપાયો અજમાવો .
ફોન અને કાર બંનેને રીસ્ટાર્ટ કરો .
Android Auto એપને અપડેટ કરો .
બીજી USB કેબલનો ઉપયોગ કરો .
Bluetooth અને Wi-Fi ફરીથી કનેક્ટ કરો .
Android Auto ની કેશ ફાઈલો સાફ કરો .
તમારી કાર Android Auto સપોર્ટ કરે છે કે નહીં તે તપાસો .
આ સરળ સ્ટેપ્સની મદદથી તમે Android Auto સરળતાથી સેટ કરી શકો છો અને ડ્રાઇવિંગ દરમિયાન વધુ સુરક્ષિત અને સ્માર્ટ અનુભવ મેળવી શકો છો .
જાહેરાત
જાહેરાત
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹64,150
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Meta Muse AI Agent Arrives on Mac With Support for Complex Tasks: What to Know
WhatsApp Could Bring New Theme Categories and Wallpapers to Android
Mivi One 5G Camera Details Revealed, Mivi Care+ Support Teased Ahead of Launch