64MP કેમેરા અને 5000mAh બેટરી સાથે Mi 10T 5G હવે સસ્તી કિંમતે ઉપલબ્ધ

Flipkart Axis Bank કાર્ડ પર 1,350 રૂપિયાનું વધારાનું ડિસ્કાઉન્ટ મળશે

64MP કેમેરા અને 5000mAh બેટરી સાથે Mi 10T 5G હવે સસ્તી કિંમતે ઉપલબ્ધ

Photo Credit: Flipkart

Xiaomi Mi 10T 5G માં 6.67 ઇંચ Full HD +ડિસ્પ્લે છે .

હાઇલાઇટ્સ
  • Xiaomi Mi 10T 5G હાલમાં ફ્લિપકાર્ટ પર ભારે ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે
  • Xiaomi Mi 10T 5G માં 6.67 ઇંચની Full HD + ડિસ્પલે આપવામાં આવી છે
  • પાવર માટે Xiaomi એ 5000mAh ની બેટરી આપી છે
જાહેરાત

Xiaomi નો લોકપ્રિય સ્માર્ટફોન Mi 10T 5G  હાલમાં ભારે ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે . પ્રીમિયમ ફીચર્સથી સંચાલિત આ સ્માર્ટફોનમાં 5000mAh મોટી બેટરી , 64MP નો મુખ્ય કેમેરા અને 144Hz રિફ્રેશ રેટ ધરાવતો ડિસ્પ્લે આપવામાં આવ્યો છે .  હાલમાં આ ફોન તમને ફ્લિપકાર્ટ પર રૂપિયા 26,999 માં મળી રહ્યુ છે . જો તમે પાવરફુલ 5G ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો , તો આ ઓફર તમારા માટે આકર્ષક સાબિત થઈ શકે છે .


Xiaomi Mi 10T 5G  પર ડિસ્કાઉન્ટ ઓફર :

Xiaomi Mi 10T 5G  હાલમાં Flipkart પર નોંધપાત્ર ડિસ્કાઉન્ટ સાથે વેચાઈ રહ્યો છે . આ ફોનની મૂળ MRP રૂપિયા 42,999 હતી , જયારે લોન્ચ સમયે તેની કિંમત રૂપિયા 36,999 રાખવામાં આવી હતી . હવે આ સ્માર્ટફોન માત્ર રૂપિયા 26,999 માં ઉપલબ્ધ છે , એટલે કે ગ્રાહકોને સીધો રૂપિયા 10,000 નો ફાયદો મળી રહ્યો છે .

બેંક ઓફરથી વધુ બચત :

ગ્રાહકો બેંક ઓફર્સનો લાભ લઈને વધુ બચત પણ કરી શકે છે . Flipkart Axis Bank કાર્ડ દ્રારા ખરીદી કરનારાઓને રૂપિયા 1,350 સુધીનું વધારાનું ડિસ્કાઉન્ટ મળે છે . આ રીતે ફોનની અસરકારક કિંમત માત્ર રૂપિયા 25,649 સુધી પહોંચી જાય છે , જે કુલ રૂપિયા 11,300 ની બચત દર્શાવે છે .

Xiaomi Mi 10T 5G ના સ્પેસિફિકેશન્સ :

Xiaomi Mi 10T 5G માં 6.67 ઇંચની Full HD + ડિસ્પલે આપવામાં આવી છે ,  144Hz રિફ્રેશ રેટ , 20:9 આસ્પેક્ટ રેશિયો અને Corning Gorilla Glass 5 પ્રોટેક્શન સાથે આવે છે . સ્માર્ટફોન Qualcomm Snapdragon 865 પ્રોસેસરથી સંચાલિત છે અને 8GB સુધીની RAM સપોર્ટ કરે છે .

ફોટોગ્રાફી માટે તેમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે , જેમાં 64MP નો પ્રાઈમરી સેન્સર , 13MP નો અલ્ટ્રા - વાઈડ કેમેરા અને 5MP નો મેક્રો લેન્સ સામેલ છે . સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે આ ફોનમાં 20MP નો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે .

પાવર માટે Xiaomi એ 5000mAh ની બેટરી આપી છે , જે 33W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે . ફોનનું વજન 216 ગ્રામ અને તેનું માપ 165.1 x 76.4 x 9.33 મીમી છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »