Xiaomi 17Tની એન્ટ્રી , 67W હાઇપરચાર્જ અને 120Hz AMOLED ડિસ્પ્લે મળશે

ભારતમાં Xiaomi એ તેની T - સિરીઝનો પહેલો સ્માર્ટફોન Xiaomi 17T લોન્ચ કર્યો છે

Xiaomi 17Tની એન્ટ્રી , 67W હાઇપરચાર્જ અને 120Hz AMOLED ડિસ્પ્લે મળશે

Photo Credit: Xiaomi

Xiaomi 17Tમાં 6.59 ઇંચની OLED ડિસ્પ્લે આપવામાં આવી છે .

હાઇલાઇટ્સ
  • Xiaomi 17T ના 12GB RAM + 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત રૂપિયા 59,999
  • Xiaomi 17T માં 6.59 ઇંચની 1.5K OLED ડિસ્પ્લે આપવામાં આવી
  • Xiaomi 17T ના પાછળના ભાગમાં ટ્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો
જાહેરાત

Xiaomi એ ભારતીય બજારમાં તેની T - સિરીઝનો પહેલો સ્માર્ટફોન Xiaomi 17T લોન્ચ કર્યો છે . આ સ્માર્ટફોનમાં 6,500mAhની મોટી બેટરી , 67W હાઇપરચાર્જ સપોર્ટ , Leica 5x પેરિસ્કોપ ટેલિફોટો કેમેરા અને 6.59 ઇંચ AMOLED ડિસ્પ્લે જેવી પ્રીમિયમ સુવિધાઓ આપવામાં આવી છે . આ ઉપરાંત , તેમાં 50MP નો મુખ્ય કેમેરા અને 32MP નો ફ્રન્ટ કેમેરા પણ સામેલ છે . Xiaomi 17T ના 12GB RAM + 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત રૂપિયા 59,999 રાખવામાં આવી છે . આ ફોન Xiaomiની સત્તાવાર વેબસાઈટ અને Amazon પરથી ખરીદી શકાય છે .

Xiaomi 17T ની કિંમત અને ઉપલબ્ધતા :

Xiaomi 17T ના 12GB RAM + 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત રૂપિયા 59,999 રાખવામાં આવી છે , જયારે 12GB RAM + 512GB સ્ટોરેજ મોડેલ રૂપિયા 64,999માં ઉપલબ્ધ છે . આ સ્માર્ટફોનનું વેચાણ આજથી શરૂ થઈ ગયું છે . લોન્ચ ઓફરમાં ગ્રાહકોને રૂપિયા 5000 સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ મળશે . આ ફોન Xiaomiની સત્તાવાર વેબસાઈટ અને Amazon પરથી ખરીદી શકાય છે .

Xiaomi 17T ના સ્પેસિફિકેશન્સ :

Xiaomi 17T માં 6.59 ઇંચની 1.5K OLED ડિસ્પ્લે આપવામાં આવી છે , જે  2756x1268 પિક્સલ રિઝોલ્યુશન , 120Hz રિફ્રેશ રેટ અને 3,500 nits સુધીની પીક બ્રાઇટનેસ સપોર્ટ કરે છે . સુરક્ષા માટે તેમાં ઈન - ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે .

પરફોર્મન્સ માટે ફોનમાં Media Tek Dimensity 8500- Ultra પ્રોસેસર આપવામાં આવ્યું છે . ડિવાઈસ 12GB LPDDR5X RAM સાથે આવે છે અને 256GB તથા 512GB UFS 4.1 સ્ટોરેજ વિકલ્પોમાં ઉપલબ્ધ છે . સ્માર્ટફોન Android 16 આધારિત Xiaomi HyperOS 3 પર કાર્ય કરે છે . ધૂળ અને પાણીથી સુરક્ષા માટે તેને IP68 રેટિંગ પણ મળ્યું છે .

કેમેરા અને બેટરી :

ફોટોગ્રાફી માટે Xiaomi 17T ના પાછળના ભાગમાં ટ્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે . તેમાં 50MP Light Fusion પ્રાઈમરી કેમેરા ( f/1.7 ) , 50MP Leica 5x પેરિસ્કોપ ટેલિફોટો કેમેરા ( f /3.0 ) અને 12MP અલ્ટ્રા - વાઈડ કેમેરા સામેલ છે . સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે ફોનમાં 32MPનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે .

કનેક્ટિવિટી અને અન્ય ફીચર્સ :

કનેક્ટિવિટી માટે Xiaomi 17Tમાં 5G , ડયુઅલ 4G VoLTE , Wi - Fi 7, Bluetooth 6.0 , NFC , GPS અને USB Type -C પોર્ટ જેવી સુવિધાઓ આપવામાં આવી છે . આ ફોનનું વજન 200 ગ્રામ છે , જયારે તેની જાડાઈ 8.17mm છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Vivo V70, V70 Elite અને V70 FE થયા મોંઘા , ભારતમાં વધ્યા સ્માર્ટફોનના ભાવ
  2. Flipkart પર 4 ઓર્ડર કરો અને મેળવો 30 દિવસનું મફત Netflix Mobile પ્લાન
  3. Amazon Great Freedom Saleમાં OnePlus , Redmi અને Xiaomi સહિત અનેક પ્રોડક્ટસ પર મોટી બચતની તક
  4. Flipkart Freedom Saleમાં iPhone 17 Proથી લઈને Lenovo Laptop સુધી મળશે આકર્ષક ઓફર્સ
  5. Redmi Turbo 6 Maxમાં 7 ઇંચ 2K ડિસ્પ્લે અને Dimensity 9600s ચિપ મળવાની શક્યતા
  6. IFA 2026માં રજૂ થશે Tecnoનો બેઝલ-લેસ સ્માર્ટફોન , એજ ટુ એજ ડિસ્પ્લેએ ખેંચ્યું ધ્યાન
  7. Vivo T3 Ultra પર રૂપિયા 9,500 સુધીની બચત , બેંક ઓફરથી કિંમતમાં વધુ ઘટાડો
  8. ગૂગલની નવી Age Verification ટેક્નોલોજી , બાળકો માટે એપ્સ બનશે વધુ સુરક્ષિત
  9. Samsung Galaxy SmartTag 3માં મળી શકે 500 દિવસની બેટરી અને નવી ડિઝાઈન , રિપોર્ટમાં ખુલાસો
  10. Oppo K13 Turbo Pro 5G થયો સસ્તો , ફ્લિપકાર્ટ પર બેંક ઓફર સાથે શાનદાર ડીલ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »