Realme P4 Power 5G ખરીદવાની તક , ફ્લિપકાર્ટ પર કેશબેક સાથે કિંમત રૂપિયા 28,024 સુધી ઘટી

Realme P4 Power 5G ફ્લિપકાર્ટ પર ડિસ્કાઉન્ટ અને બેંક ઓફર્સ સાથે ઉપલબ્ધ છે

Realme P4 Power 5G ખરીદવાની તક , ફ્લિપકાર્ટ પર કેશબેક સાથે કિંમત રૂપિયા 28,024 સુધી ઘટી

Photo Credit: Gadgets 360

લોન્ચ થયા પછી Realme P4 Power ની કિંમતમાં વધારો થયો છે .

હાઇલાઇટ્સ
  • Realme P4 Power 5G આ જાન્યુઆરીના અંતમાં લોન્ચ કરવામાં આવ્યો
  • આ ફોન OIS સપોર્ટ સાથે 50MP નો મુખ્ય કેમેરા અને 8MPનો અલ્ટ્રાવાઈડ લેન્સ
  • હાલમાં ફ્લિપકાર્ટ પર આકર્ષક ડિસ્કાઉન્ટ અને બેંક ઓફર્સ સાથે ઉપલબ્ધ
જાહેરાત

Realme P4 Power 5G આ વર્ષની શરૂઆતમાં જાન્યુઆરીના અંતમાં લોન્ચ કરવામાં આવ્યો હતો અને તેની સૌથી મોટી ખાસિયત તેની વિશાળ 10,001mAh બેટરી છે . પાવર બેંક જેવી ક્ષમતા ધરાવતી આ બેટરીને કારણે ફોન લાંબા સમય સુધી ઉપયોગ માટે યોગ્ય વિકલ્પ બની શકે છે .  લોન્ચ બાદ તેની કિંમતમાં વધારો જોવા મળ્યો હતો , પરંતુ હાલમાં ઈ કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ પર આ સ્માર્ટફોન આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે . મોટી બેટરી ઉપરાંત , ફોનમાં પ્રીમિયમ ડિસ્પ્લે , શક્તિશાળી પ્રોસેસર અને સારા કેમેરા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે , જે તેને મિડ - પ્રીમિયમ સેગમેન્ટમાં ખાસ બનાવે છે .

Realme P4 Power 5G કિંમત :

ફ્લિપકાર્ટ પર Realme P4 Power 5G ના 8GB RAM અને 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત હાલમાં રૂપિયા 29,499 રાખવામાં આવી છે . તે જ સમયે , 8GB + 256GB મોડેલ રૂપિયા 31,999 અને 12GB + 256GB વેરિઅન્ટ રૂપિયા 34,999માં વેચાઈ રહ્યો છે . ગ્રાહકો જો Flipkart Axis Bank અથવા SBI ક્રેડિટ કાર્ડ દ્રારા ખરીદી કરે તો  રૂપિયા 1,475 થી 1,725 સુધીનું કેશબેક મેળવી શકે છે . આ ઓફર બાદ બેઝ વેરિઅન્ટની અસરકારક કિંમત આશરે રૂપિયા 28,024 સુધી ઘટી જાય છે , જે તેને વધુ આકર્ષક બનાવે છે .

Realme P4 Power 5G ફીચર્સ :

ફીચર્સની વાત કરીએ તો , Realme P4 Power 5G માં 6.8 ઇંચની 1.5K AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે , જે 144Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે . ફોન Media Tek Dimensity 7400 Ultra ચિપસેટથી સંચાલિત છે , જે ઝડપી કામગીરી અને સ્મૂથ મલ્ટીટાસ્કિંગનો અનુભવ આપે છે .

ફોટોગ્રાફી માટે આ ફોન OIS સપોર્ટ સાથે 50MP નો મુખ્ય કેમેરા અને 8MPનો અલ્ટ્રાવાઈડ લેન્સ આપવામાં આવ્યો છે , જયારે સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે 16MPનો ફ્રન્ટ કેમેરા ઉપલબ્ધ છે .

આ સ્માર્ટફોન Android 16 આધારિત Realme UI 7.0 પર કાર્ય કરે છે . તેની મોટી 10,001mAh બેટરી 80W ફાસ્ટ ચાર્જિંગ, 27W રિવર્સ ચાર્જિંગ અને બાયપાસ ચાર્જિંગ જેવી સુવિધાઓને સપોર્ટ કરે છે . આ ઉપરાંત , વધુ સ્મૂથ એનિમેશન અને સુધારેલા મલ્ટીટાસ્કિંગ માટે નવા Flux Engineનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »