Xiaomi 17T સિરીઝમાં Leica કમ્પ્લીટ કેમેરા સિસ્ટમ છે અને તે Android 16 પર ના HyperOS 3 પર ચાલે છે
Photo Credit: Xiaomi
Xiaomi 17T અને Xiaomi 17T Pro સમાન ડિઝાઈન રાખે છે .
Xiaomi એ વૈશ્વિક બજારમાં તેની નવી Xiaomi 17T સિરીઝ લોન્ચ કરી છે . આ નવી સ્માર્ટફોન લાઇનઅપમાં Xiaomi 17T અને Xiaomi 17T Pro નામના બે મોડેલ સામેલ છે . બંને હેન્ડસેટ પ્રિમિયમ ફીચર્સ , Leica - ટ્યુન્ડ ટ્રિપલ રિયર કેમેરા સિસ્ટમ અને શક્તિશાળી Media Tek પ્રોસેસર સાથે રજૂ કરવામાં આવ્યા છે . હાલમાં આ સ્માર્ટફોન યુકે અને પસંદગીના યુરોપિયન બજારોમાં વેચાણ માટે ઉપલબ્ધ છે . Xiaomi 17T માં 6.59 ઇંચની 1.5K AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે . આ સ્માર્ટફોન ડીપ બ્લુ , ડીપ વાયોલેટ અને બ્લેક કલરમાં ઉપલબ્ધ છે .
Xiaomi 17T ના બેઝ 12GB RAM અને 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત EUR 749 એટલે કે લગભગ 83,500 રૂપિયા રાખવામાં આવી છે , જયારે 512GB સ્ટોરેજ મોડેલ EUR 799માં ઉપલબ્ધ છે . બીજી તરફ Xiaomi 17T Pro ના 12GB + 512GB વેરિઅન્ટની કિંમત EUR 899 એટલે કે લગભગ 1,02,000 રૂપિયા રાખવામાં આવી છે . કંપનીએ Pro મોડેલને વધુ સ્ટોરેજ વિકલ્પો સાથે પણ રજૂ કર્યો છે . આ સ્માર્ટફોન તમને ડીપ બ્લુ , ડીપ વાયોલેટ અને બ્લેક કલરમાં ઉપલબ્ધ છે .
ફીચર્સની વાત કરીએ તો , Xiaomi 17T માં 6.59 ઇંચની 1.5K AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે . જે 120Hz રિફ્રેશ રેટ , HDR10 + અને Dolby Vision સપોર્ટ સાથે આવે છે . તેમાં 3,500 nits સુધીની પીક બ્રાઇટનેસ મળે છે . બીજી તરફ , Xiaomi 17T Proમાં 6.83 ઇંચની મોટી AMOLED સ્ક્રીન રેટને સપોર્ટ કરે છે .
પરફોર્મન્સ માટે Xiaomi 17Tમાં Media Tek Dimensity 8500 - Ultra ચિપસેટ આપવામાં આવ્યો છે , જયારે Pro મોડેલમાં ફ્લેગશિપ Media Tek Dimensity 9500 SoC આપવામાં આવ્યો છે બંને ફોનમાં Xiaomi 3D Ice Loop કૂલિંગ સિસ્ટમ અને Astro કૉમ્યૂનિકેશન ટેક્નોલોજી પણ આપવામાં આવી છે , જે ખાસ પરિસ્થિતિમાં 1.3 કિલોમીટર સુધી ઓફલાઈન કોમ્યુનિકેશન સપોર્ટ કરે શકે છે .
ફોટોગ્રાફી માટે બંને સ્માર્ટફોનમાં Leica Complete Camera સિસ્ટમ આપવામાં આવી છે . તેમાં 50 - મેગાપિક્સલનો પેરિસ્કોપ ટેલિફોટો કેમેરા 5x ઓપ્ટિકલ ઝૂમ સાથે અને 12 - મેગાપિક્સલનો અલ્ટ્રા - વાઈડ કેમેરા સામેલ છે . Xiaomi 17T માં 50 - મેગાપિક્સલનો Light Fusion 800 સેન્સર છે , જયારે Pro મોડેલમાં વધુ શક્તિશાળી Light Fusion 950 સેન્સર આપવામાં આવ્યો છે .
આ બંને હેન્ડસેટ Android 16 આધારિત HyperOS 3 પર ચાલે છે . Xiaomi 17T માં 6,500mAh બેટરી સાથે 67W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળે છે , જયારે Xiaomi 17T Pro માં 7,000mAh બેટરી સાથે 100W વાયર્ડ અને 50W વાયરલેસ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યો છે .
જાહેરાત
જાહેરાત
Activision to Shut Down Call of Duty: Warzone on PS4, Xbox One After Modern Warfare 4 Launch