June Android Drop અપડેટ લોન્ચ , Quick Share અને Fasion Tool સહિત અનેક નવી સુવિધાઓ

Quick Share ની મદદથી , એરડ્રોપ ફાઈલ શેરિંગ હવે વધુ ડિવાઈસો સાથે શક્ય બનશે

June Android Drop અપડેટ લોન્ચ , Quick Share અને Fasion Tool સહિત અનેક નવી સુવિધાઓ

Photo Credit: Google

જૂન એન્ડ્રોઈડ ડ્રોપ હેઠળ સ્કેમને રોકવા માટે ગૂગલે ખાસ સુરક્ષા ટૂલ્સ બહાર પાડ્યા છે

હાઇલાઇટ્સ
  • જૂન એન્ડ્રોઈડ ડ્રોપમાં ગૂગલે સ્કેમર્સથી બચાવવા માટે આધુનિક સુરક્ષા ટૂલ્સ
  • Circle to Search સાથે નવી ફેશન આઉટફિટ સુવિધા
  • અપડેટ હેઠળ Android યુઝર્સ માટે અનેક નવી સુવિધાઓ
જાહેરાત

ગૂગલે જૂન એન્ડ્રોઈડ ફીચર ડ્રોપ હેઠળ એન્ડ્રોઈડ  યુઝર્સ માટે અનેક નવી સુવિધાઓની જાહેરાત કરી છે . કંપની દ્રારા બહાર પાડવામાં આવેલા નવા અપડેટમાં સુરક્ષા , પર્સનલાઈઝેશન , વાંચન અને ફાઈલ શેરિંગ સંબંધિત સુધારાઓ સામેલ કરવામાં આવ્યા છે . ખાસ કરીને યુઝર્સને ઓનલાઈન સ્કેમથી સુરક્ષિત રાખવા માટે નવી સ્કેમ ડિટેક્શન સુવિધા રજૂ કરવામાં  આવી છે . ગૂગલે આ તમામ નવી સુવિધાઓ અંગે માહિતી પોતાની સત્તાવાર બ્લોગ પોસ્ટ દ્રારા શેર કરી છે . કંપનીના જણાવ્યા અનુસાર , આ અપડેટનો મુખ્ય ફોક્સ યુઝર્સની  સુરક્ષા વધારવા અને તેમના અનુભવને વધુ સારો બનાવવાનો છે .

સ્કેમ કોલ સામે વધુ મજબૂત સુરક્ષા 

જૂન એન્ડ્રોઈડ ડ્રોપમાં ગૂગલે સ્કેમર્સથી બચાવવા માટે આધુનિક સુરક્ષા ટૂલ્સ  ઉમેર્યા છે .  હવે Android યુઝર્સ Phone by Google એપ્લિકેશનની મદદથી સંભવિત  સ્કેમ  કોલ્સને વધુ સરળતાથી ઓળખી શકશે . આ ફીચર એવા ઠગોને શોધવામાં મદદ કરશે , જે ઓળખાતી વ્યક્તિ હોવાનું કહીને લોકોને છેતરે છે .

ગૂગલનો દાવો છે કે સિસ્ટમ AI આધારિત ડીપફેક અવાજોને પણ ઓળખી શકે છે . એટલે કે , જો કોઈ ઠગ નકલી અવાજનો ઉપયોગ કરીને કોલ કરે તો પણ યુઝરને ચેતવણી મળી શકે છે . જોકે , આ સુવિધાનો સંપૂર્ણ લાભ મેળવવા માટે બંને પક્ષે Phone by Google એપનો ઉપયોગ કરવો જરૂરી રહેશે .

ફેશન આઉટફિટ્સ શોધવાની નવી રીત 

કંપનીએ Circle to Search સાથે નવી ફેશન આઉટફિટ સુવિધા પણ રજૂ કરી છે . આ ફીચર દ્રારા યુઝર્સ કોઈ વ્યક્તિએ પહેરેલા કપડાં વિશે માહિતી મેળવી શકે છે . ઉપરાંત , વર્ચ્યુઅલ ટ્રાય - ઓન વિકલ્પની મદદથી અલગ અલગ આઉટફિટ્સ પોતાના શરીરના પ્રકાર પર કેવી લાગશે તે પણ જોઈ શકશે .

આ સુવિધા Google Photos Wardrobe સાથે કામ કરે છે અને હાલમાં અમેરિકા , ભારત તથા બ્રાઝિલમાં ઉપલબ્ધ છે . Circle to Search ફીચર Android 14 અને તેનાથી ઉપરના વર્ઝન ધરાવતા ડિવાઈસ પર સપોર્ટેડ છે .

Quick Share સાથે AirDrop સપોર્ટનો વિસ્તાર 

ગૂગલે પોતાની Quick Share ફાઈલ શેરિંગ સેવામાં પણ મહત્વપૂર્ણ સુધાર્યો કર્યો છે . હવે વધુ ડિવાઈસો વચ્ચે AirDrop આધારિત ફાઈલ શેરિંગને સપોર્ટ આપવામાં  આવશે . કંપનીએ જણાવ્યા અનુસાર Quick Share દ્રારા વિવિધ બ્રાન્ડ્સના ડિવાઈસો વચ્ચે સરળતાથી ફાઈલ ટ્રાન્સફર કરી શકાશે .

પહેલા Xiaomi એ જાહેરાત કરી હતી કે તે Xiaomi 17T Proમાં આ સુવિધા ઉમેરશે . હવે ગૂગલે Airdrop સપોર્ટ મેળવનારા ડિવાઈસોની નવી લિસ્ટ પણ જાહેર કરી  છે , જેના કારણે યુઝર્સ વધુ સરળ અને ઝડપી રીતે ફાઈલો શેર કરી શકશે .
 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »