અલગ સ્કેનર એપની જરૂર નહીં , Android ફોનમાં જ PDF બનાવવાની સરળ રીત

જો તમને કોઈ દસ્તાવેજને PDF ફોર્મેટમાં સ્કેન કરવાની જરૂર હોય , તો અલગથી કોઈ એપ ડાઉનલોડ કરવાની જરૂરત નથી .

અલગ સ્કેનર એપની જરૂર નહીં , Android ફોનમાં જ PDF બનાવવાની સરળ રીત

એપ ડાઉનલોડ કર્યા વિના Android ફોન પર PDF કેવી રીતે સ્કેન કરવી .

હાઇલાઇટ્સ
  • સ્માર્ટફોનમાં Google Drive અને Camera App દ્રારા સીધા PDF સ્કેન કરવાની સુ
  • ગૂગલ ડ્રાઈવનો ઉપયોગ કરીને PDF કેવી રીતે સ્કેન કરવું
  • કેમેરા એપ્લિકેશનનો ઉપયોગ કરીને PDF કેવી રીતે સ્કેન કરવી
જાહેરાત

જો તમારે કોઈ દસ્તાવેજને PDF ફોર્મેટમાં સ્કેન કરવાની જરૂર હોય , તો તેના માટે અલગથી સ્કેનર એપ ડાઉનલોડ કરવાની જરૂર નથી . મોટાભાગના Android સ્માર્ટફોનમાં Google Drive અને Camera App દ્રારા સીધા PDF સ્કેન કરવાની સુવિધા આપવામાં આવે છે . આ પદ્ધતિ માત્ર ફોનનું સ્ટોરેજ બચાવે છે એટલું જ નહીં , પરંતુ થર્ડ - પાર્ટી એપ્સ સાથે જોડાયેલા ગોપનીયતા સંબંધિત જોખમોને પણ ઘટાડે છે . આધાર કાર્ડ , PAN કાર્ડ , બિલ અથવા અન્ય બીજા મહત્વપૂર્ણ દસ્તાવેજોને તમે થોડી જ મિનિટોમાં PDF ફાઇલમાં કન્વર્ટ કરી શકો છો . 

આ લેખથી તમને ખબર પડશે કે ગૂગલ ડ્રાઈવનો અને કેમેરા એપ્લિકેશનનો  ઉપયોગ કરીને PDF કેવી રીતે સ્કેન કરવું . તમને ધ્યાનમાં રાખવા જેવી બાબતો પણ જાણવા મળશે .


ગૂગલ ડ્રાઈવનો ઉપયોગ કરીને PDF કેવી રીતે સ્કેન કરવું ?

  • તમારા ફોનમાં Google Drive એપ ખોલો .
  • નીચે જમણી બાજુ દેખાતા " + " આઇકોન પર ટેપ કરો .
  • " Scan " વિકલ્પ પસંદ કરો .
  • જે દસ્તાવેજ સ્કેન કરવો હોય તેનો ફોટો લો .
  • જરૂર મુજબ દસ્તાવેજને ક્રોપ અથવા રોટેટ કરો .
  • " Save  " પર ટેપ કરો . 
  • ફાઈલ આપમેળે PDF ફોર્મેટમાં સેવ થઈ જશે .


કેમેરા એપ્લિકેશનનો ઉપયોગ કરીને PDF કેવી રીતે સ્કેન કરવી ?

  • Samsung, Xiaomi , Realme, OnePlus અને  Vivo જેવા ઘણા સ્માર્ટફોનમાં  Document Scan Mode ઉપલબ્ધ હોય છે .
  • Camera App ખોલો .
  • " More " અથવા " Modes " વિભાગમાં જાઓ .
  • " Document Scan " વિકલ્પ પસંદ કરો .
  • દસ્તાવેજનો ફોટો લો .
  • ફોન આપમેળે કિનારીઓ ઓળખીને સ્કેન તૈયાર કરશે .
  • ત્યાબાદ તેને PDF તરીકે સેવ અથવા શેર કરી શકાય છે .

સ્કેન કરતી વખતે આ મુદ્દાઓ ધ્યાનમાં રાખો :

દસ્તાવેજને હંમેશા સપાટ સપાટી પર મુકો 
સ્કેનિંગ દરમિયાન પૂરતો પ્રકાશ હોવાની ખાતરી કરો .
કેમેરાનો લેન્સ સ્વચ્છ રાખો જેથી ઈમેજ સ્પષ્ટ આવે .
સ્કેન કરતા પહેલા અને પછી કિનારીઓને યોગ્ય રીતે ક્રોપ કરો .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »