ભારતમાં સંભવિત કિંમતથી લઈને ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ સુધી , Samsung Galaxy Z Fold 8 વિશે બધું જ અહીં છે
Samsung Galaxy Z Fold 8 એ વાઈડ - ફોલ્ડેબલ ફોન હોવાની ચર્ચા છે .
Samsung તેના આગામી Galaxy Unpacked ઈવેન્ટમાં Galaxy Z Fold 8 સહિત નવા ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે . કંપનીની આ ઇવેન્ટ 22 જુલાઈએ લંડનમાં યોજાશે અને ભારતીય સમય અનુસાર સાંજે 6:30 વાગ્યાથી Samsung.com , Samsung Newsroom અને સત્તાવાર YouTube ચેનલ પર લાઈવ સ્ટ્રીમ કરવામાં આવશે . જોકે કંપનીએ હજુ સુધી ડિવાઈસના નામની સત્તાવાર જાહેરાત કરી નથી , પરંતુ લીક્સ મુજબ Galaxy Z Fold 8, Galaxy Z Fold 8 Ultra , Galaxy Z Flip 8 , Galaxy Watch 9 અને Galaxy Watch Ultra 2 રજૂ થઈ શકે છે .
લોન્ચ પહેલા જ Samsung એ ગ્રાહકો માટે પ્રી - રિઝર્વેશન શરૂ કરી દીધું છે . ગ્રાહકો 999 રૂપિયાની રિફંડપાત્ર ટોકન રકમ ચૂકવીને Samsung.com, Samsung Exclusive Stores, Amazon , Flipkart તેમજ દેશભરના પસંદગીના રિટેલ સ્ટોર્સ પરથી ડિવાઈસ પ્રી- રિઝર્વ કરી શકે છે . પ્રી - રિઝર્વ કરી શકે છે . પ્રી - રિઝર્વેશન કરનાર ગ્રાહકોને ફોન ખરીદતી વખતે 2,799 રૂપિયાના ખાસ લાભ પણ મળશે .
લીક્સ અનુસાર Galaxy Z Fold 8ની શરૂઆતની કિંમત યુરોપમાં EUR 1,999 ( આશરે 2.17 લાખ રૂપિયા ) હોઈ શકે છે . 512GB વેરિઅન્ટની કિંમત EUR 2,199 અને 1TB મોડલની કિંમત EUR 2,599 સુધી જઈ શકે છે . ભારતમાં તેની કિંમત Galaxy Z Fold 7ની સરખામણીએ પ્રીમિયમ સેગમેન્ટમાં રહેવાની શક્યતા છે
આ વખતે Samsung તેના ફોલ્ડેબલને વધુ પાતળું , હળવું અને મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહી છે . લીક થયેલી માહિતી મુજબ ફોનનું વજન માત્ર 201 ગ્રામ હોઈ શકે છે , જે અગાઉના મોડલ કરતાં હળવું હશે . ડિવાઇસ ક્રીમ , ગ્રેફાઇટ અને લેવેન્ડર કલરમાં આવી શકે છે , જયારે પિસ્તાચિયો કલર માત્ર Samsungના ઓનલાઈન સ્ટોર પર ઉપલબ્ધ રહેવાની શક્યતા છે .
સ્માર્ટફોનમાં 5.5 ઇંચની QHD+ કવર ડિસ્પ્લે અને 7.6 ઇંચની QHD+ ફોલ્ડેબલ ઇનર ડિસ્પ્લે મળી શકે છે . બંને ડિસ્પ્લેમાં 120Hz ડાયનેમિક LTPO AMOLED પેનલ મળવાની અપેક્ષા છે . પરફોર્મન્સ માટે Snapdragon 8 Elite Gen 5 for Galaxy ચિપસેટ , 12GB RAM અને 256GB , 512GB તથા 1TB સ્ટોરેજ વિકલ્પ મળી શકે છે . ફોન Android 17 આધારિત One UI 9 સાથે આવશે અને તેમાં નવા Galaxy AI ફીચર્સ પણ સામેલ થઈ શકે છે .
ફોટોગ્રાફી માટે Galaxy Z Fold 8માં 50MP પ્રાઈમરી અને 50MP અલ્ટ્રા - વાઈડ કેમેરા સાથે ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ મળવાની શક્યતા છે . સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે 10MP કેમેરા આપવામાં આવી શકે છે . ફોનમાં 4,800mAh બેટરી સાથે 45W ફાસ્ટ વાયર્ડ ચાર્જિંગ , Super Fast Charging 2.0 અને ફાસ્ટ વાયરલેસ ચાર્જિંગ 2.0 નો સપોર્ટ મળવાની પણ શક્યતા છે .
Samsungનું કહેવું છે કે તેના નવા ફોલ્ડેબલ્સ માત્ર પાતળા અને વધુ મજબૂત જ નહીં , પરંતુ AI ક્ષમતાઓ અને નવા ફોર્મ ફેક્ટર સાથે વધુ પર્સનલ અનુભવ આપશે . જોકે આ તમામ વિગતો હાલ લીક્સ અને અહેવાલો પર આધારિત છે . સત્તાવાર લોન્ચ બાદ જ તમામ સ્પેસિફિકેશન અને કિંમતની પુષ્ટિ થશે .
જાહેરાત
જાહેરાત
Former Rockstar Games Developer Explains Why GTA 6 Maker Launches Games on PC After Consoles