Flipkart પર iPhone 16 સસ્તો થયો , બેંક અને એક્સચેન્જ ઓફરથી વધુ ફાયદો

જો તમે નવો iPhone ખરીદવાનું વિચારી રહ્યા છો તો iPhone 16 સારો વિકલ્પ સાબિત થઈ શકે છે

Flipkart પર  iPhone 16 સસ્તો થયો , બેંક અને એક્સચેન્જ ઓફરથી વધુ ફાયદો

Photo Credit: Apple

Apple iPhone 16માં 6.1 ઇંચની સુપર રેટિના XDR OLED ડિસ્પ્લે મળે છે .

હાઇલાઇટ્સ
  • Flipkart પર iPhone 16 આકર્ષક ઓફર સાથે લિસ્ટ થયો
  • iPhone 16 સપ્ટેમ્બર 2024માં રૂપિયા 79,900ની શરૂઆતની કિંમતે લોન્ચ થયો હતો
  • Apple iPhone 16 માં 6.1 ઇંચની Super Retina XDR OLED ડિસ્પ્લે આપવામાં આવી
જાહેરાત

જો તમે નવો iPhone  ખરીદવાનું વિચારી રહ્યા છો તો iPhone 16 તમારા માટે સારો વિકલ્પ સાબિત થશે . હાલમાં આ iPhone પર ભારે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે . ઈ - કોમર્સ પ્લેટફોર્મ Flipkart પર iPhone 16 આકર્ષક ઓફર સાથે લિસ્ટ થયો છે . આ ઉપરાંત એક્સચેન્જ ઓફરનો લાભ લઈને વધુ બચત પણ કરી શકાય છે . આ iPhoneમાં 48 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા અને Apple નો A18 ચિપસેટ આપવામાં આવ્યો છે . ચાલો તો જાણીએ આ સ્માર્ટફોન પર મળતા ડિસ્કાઉન્ટ , ઓફર્સ અને તેની કિંમત વિશે .

Apple iPhone 16 કિંમત અને ઓફર :

Apple iPhone 16નું 128GB સ્ટોરેજ વેરિઅન્ટ Flipkart પર રૂપિયા 67,900માં લિસ્ટ થયું છે . બેંક ઓફરની વાત કરીએ તો Flipkart Axis Bank  ક્રેડિટ કાર્ડ દ્રારા પેમેન્ટ કરવા પર રૂપિયા 5,295 સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે છે , જેના બાદ તેની અસરકારક કિંમત રૂપિયા 62,900 થઈ જશે . આ ઉપરાંત , એક્સચેન્જ ઓફર હેઠળ તમને રૂપિયા 49,850 સુધીની વધારાની છૂટ મળી શકે છે , જોકે એક્સચેન્જનો લાભ તમારા ફોનની હાલની સ્થિતિ અને તેના મોડલ પર આધાર રાખે છે . iPhone 16 સપ્ટેમ્બર 2024માં રૂપિયા 79,900ની શરૂઆતની કિંમતે લોન્ચ થયો હતો . આ રીતે તે હાલની કિંમતની સરખામણીએ રૂપિયા 17,295 સસ્તો મળી રહ્યો છે .


Apple iPhone 16  ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ :

Apple iPhone 16 માં 6.1 ઇંચની Super Retina XDR OLED ડિસ્પ્લે આપવામાં આવી છે , જે 1179x2556 પિક્સલ છે અને 2,000nits પીક બ્રાઇટનેસ આપે છે . આ iPhoneમાં Apple A18 પ્રોસેસર આપવામાં  આવ્યું છે અને તે iOS 26 પર કાર્ય કરે છે . ધૂળ અને પાણીથી સુરક્ષા માટે તમે IP68 રેટિંગ આપવામાં આવ્યું છે .

કનેક્ટિવિટીના માટે 5G, 4G LTE, Wi-Fi 6E, Bluetooth, GPS, NFC અને  USB Type-C પોર્ટ આપવામાં આવ્યો છે .

હવે વાત કરીએ કેમેરાની તો આ iPhone 16માં પાછળના ભાગમાં 48 મેગાપિક્સલનો વાઈડ એંગલ કેમેરા ( f /1.6 અપર્ચર ) , 12 મેગાપિક્સલનો 2x ટેલોફોટો કેમેરા અને 12 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ કેમેરા ( f /2.2 અપર્ચર ) આપવામાં આવ્યો છે . જયારે સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે 12 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા ( f /1.9 અપર્ચર ) મળે છે .  iPhone 16ના સાઈઝની વાત કરીએ તો 147.6 મીમી  લંબાઈ , 71.6 મીમી પહોળાઈ અને 7.8 મીમી જાડાઈ છે જયારે તેનું વજન 170 ગ્રામ છે 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »