Moto G77 Powerની ભારતમાં એન્ટ્રી , Dimensity 6400 ચિપસેટ અને 120Hz ડિસ્પ્લે મળશે

મોટોરોલાએ ભારતીય બજારમાં Moto G77 Power લોન્ચ કર્યો છે

Moto G77 Powerની ભારતમાં એન્ટ્રી , Dimensity 6400 ચિપસેટ અને 120Hz ડિસ્પ્લે મળશે

Photo Credit: Moto

Moto G77 Power માં 32 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા આપવામાં આવે છે .

હાઇલાઇટ્સ
  • મોટોરોલાએ ભારતીય બજારમાં પોતાનો નવો સ્માર્ટફોન Moto G77 Power રજૂ કર્યો
  • Moto G77 Powerમાં 7,000mAhની મોટી બેટરી આપવામાં આવી છે
  • Moto G77 Powerમાં 6.72 ઇંચની Full HD + ડિસ્પ્લે આપવામાં આવી
જાહેરાત

મોટોરોલાએ ભારતીય બજારમાં પોતાનો નવો સ્માર્ટફોન Moto G77 Power  રજૂ કર્યો છે . લાંબા સમય સુધી બેટરી બેકઅપ ઇચ્છતા યુઝર્સને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલા આ ફોનમાં 7,000mAhની મોટી બેટરી આપવામાં આવી છે . તેની સાથે 30W TurboPower ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ પણ મળે છે ઉપરાંત , 50 મેગાપિક્સલનો Sony કેમેરા ,  MediaTek Dimensity 6400 ચિપસેટ અને 120Hz રિફ્રેશ રેટ ધરાવતી ડિસ્પ્લે જેવી સુવિધાઓ પણ આપવામાં આવી છે .

Moto G77 Power ની કિંમત અને ઉપલબ્ધતા :

Moto G77 Power ના 8GB RAM અને 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત રૂપિયા 25,999 રાખવામાં આવી છે . જોકે , લોન્ચ ઓફર હેઠળ ગ્રાહકો તેને રૂપિયા 23,999ની અસરકારક કિંમતે ખરીદી શકશે . આ સ્માર્ટફોનનું વેચાણ 13 જુલાઈથી Motorolaની અધિકૃત વેબસાઈટ , Flipkart અને દેશભરના પસંદગીના રિટેલ સ્ટોર્સ પર શરૂ થશે . આ ફોન Pantone Nautical Blue, Pantone Fuchsia Red અને Pantone Impenetrable કલરમાં ઉપલબ્ધ રહેશે .

Moto G77 Power ડિસ્પ્લે અને પરફોર્મન્સ :

Moto G77 Powerમાં 6.72 ઇંચની Full HD + ડિસ્પ્લે આપવામાં આવી છે , જે 120Hz રિફ્રેશ રેટ અને 1,050 nits સુધીની પીક બ્રાઇટનેસ સપોર્ટ કરે છે . ડિસ્પ્લેને Corning Gorilla Glass  7iનું પ્રોટેક્શન આપવામાં આવ્યું છે . તેમાં Color Boost ટેક્નોલોજી તેમજ ભીના હાથથી પણ સરળતાથી ઉપયોગ કરી શકાય તે માટે Water Touch ફીચર સામેલ છે . ઓડિયો અનુભવને વધુ સારો બનાવવા માટે Dolby Atmos અને Hi-Res Audio સપોર્ટવાળા સ્ટીરિયો સ્પીકર્સ આપવામાં આવ્યા છે .

પરફોર્મન્સ માટે ફોનમાં MediaTek Dimensity 6400 પ્રોસેસર આપવામાં આવ્યું છે . તેમાં 8GB LPDDR4X RAM અને 128GB સ્ટોરેજ મળે છે . માઈક્રો  SD કાર્ડની મદદથી સ્ટોરેજને 1TB સુધી વધારી શકાય છે . આ ઉપરાંત RAM Boost ફીચર દ્રારા વર્ચ્યુઅલ રીતે RAMને 24GB સુધી વિસ્તારી શકાય છે .

Moto G77 Power કેમેરા અને બેટરી :

ફોટોગ્રાફી માટે ફોનના પાછળના ભાગમાં Quad Pixel ટેક્નોલોજી સાથે 50 મેગાપિક્સલનો Sony LYTIA 600 પ્રાઈમરી કેમેરા અને 8 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ કેમેરો આપવામાં આવ્યો છે . સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો ઉપલબ્ધ છે .


Moto G77 Powerમાં 7,000mAhની મોટી બેટરી આપવામાં આવી છે , જે 30W Turbo Power ફાસ્ટ ચાર્જિંગ ઉપરાંત 6W વાયર્ડ રિવર્સ ચાર્જિંગને પણ સપોર્ટ કરે છે .

ધૂળ અને પાણીથી સુરક્ષા માટે તેમાં IP64 રેટિંગ આપવામાં આવી છે . ફોન Android 16 પર ચાલે છે . કંપની એક Android OS અપગ્રેડ અને ત્રણ વર્ષ સુધી સિક્યોરિટી અપડેટ્સ આપવાની ખાતરી આપી છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Nokia Lumia જેવી ડિઝાઇન સાથે આવશે HMD Touch AI, 1950mAh બેટરી સહિત અનેક ફીચર્સ
  2. Redmi K100 Pro Maxના કેમેરા અને ઓડિયો ફીચર્સ લોન્ચ પહેલા જાહેર , મળશે Bose ટ્યુન્ડ સાઉન્ડ
  3. iPhone 17 હવે ઓછી કિંમતે ખરીદો , Flipkart Freedom Saleમાં મળશે આકર્ષક ઓફર્સ
  4. ફ્લિપકાર્ટ ડીલ : Motorola G37 Power 5G પર રૂપિયા 12,200 સુધીની બચત , જાણો ઓફર્સ અને ફીચર્સ
  5. Flipkart Freedom Sale : Poco થી Samsung સુધીના 5G ફોન પર ભારે બચત , જાણો બેસ્ટ ડીલ્સ
  6. iQOO Z11ની એન્ટ્રીની તારીખ જાહેર , 165Hz AMOLED ડિસ્પ્લે સાથે આવશે નવો ફોન
  7. 8,000mAh બેટરીવાળો Poco M8 Power 5G થયો સસ્તો , મળશે રૂપિયા 3000 સુધીનું ડિસ્કાઉન્ટ
  8. AI નહીં છીનવે લખો નોકરીઓ ! વિશ્વ બેંકના અહેવાલમાં ભારત માટે સારા સમાચાર
  9. Amazon Saleમાં ધમાકેદાર ડીલ્સ : રૂપિયા 20,000ના બજેટમાં iQOO, OnePlus, Realme અને Samsungના ફોન સસ્તા
  10. ખાસ નોંધ લો! Samsungનો ફ્લેગશિપ ફોન હવે Amazon Freedom Sale માં ઓછા ભાવે
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »