Moto G37  સિરીઝ ભારતમાં એન્ટ્રી લેવલ સેગમેન્ટમાં એન્ટ્રી , 120Hz ડિસ્પ્લે સાથે આવ્યા નવા ફોન 

ગ્રાહકોને IDFC , ICICI અને SBI ના ક્રેડિટ કાર્ડ પર રૂપિયા 5,000 ની ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે 

Moto G37  સિરીઝ ભારતમાં એન્ટ્રી લેવલ સેગમેન્ટમાં એન્ટ્રી , 120Hz ડિસ્પ્લે સાથે આવ્યા નવા ફોન 

Photo Credit: Motorola

 Moto G37 ( ડાબે ) અને  Moto G37  Power (જમણે )

હાઇલાઇટ્સ
  • Moto G37 અને Moto G37 Power માં 6.6 ઇંચની HD + LCD ડિસ્પ્લે
  • IDFC , ICICI અને SBI બેંકના ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન પર રૂપિયા 5,000
  • સ્માર્ટફોન ત્રણ કલર વિકલ્પોમાં
જાહેરાત

મોટોરોલાએ મંગળવારે ભારતમાં તેના નવા એન્ટ્રી લેવલ સ્માર્ટફોન Moto G37 અને  G37 Power, લોન્ચ કર્યા છે . કંપનીની G - સિરીઝ હેઠળ આવેલા આ બંને   હેન્ડસેટ Media Tek Dimensity 6400 પ્રોસેસરથી સંચાલિત છે અને Android 16 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે . Moto G37 માં 5,200mAh બેટરી  આપવામાં આવી છે , જયારે Moto G37 Power મોટી , 7000mAh બેટરી સાથે આવે છે . ગ્રાહકોને IDFC , ICICI અને SBI બેંકના ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન પર રૂપિયા 5,000 સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે .

 Moto G37 અને  Moto G37 Powerની કિંમત અને ઉપલબ્ધતા :

ભારતમાં Moto G37ના 4GB RAM + 64GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત રૂપિયા 13,999 રાખવામાં આવી છે . આ સ્માર્ટફોન Pantone Capri અને  Pantone Impenetrable કલર વિકલ્પોમાં ઉપલબ્ધ રહેશે . બીજી તરફ ,   Moto G37 Power ના 4GB + 128GB મોડેલની કિંમત રૂપિયા 15,999છે , જયારે  8GB + 128GB મોડલની કિંમત રૂપિયા 18,999 માં ઉપલબ્ધ થશે . આ મોડલ Pantone Nautical Blue સહિત ત્રણ કલર વિકલ્પોમાં મળશે .

લોન્ચ ઓફર હેઠળ ગ્રાહકોને IDFC , ICICI અને SBI બેંકના ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન પર રૂપિયા 5,000 સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે . આ ઉપરાંત IDFC  બેંક EMI  ટ્રાન્ઝેક્શન પર રૂપિયા 5,500 સુધીનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે . બંને સ્માર્ટફોન 25 મેથી Flipkart , Motorola India ની સતાવાર વેબસાઈટ અને ઓનલાઇન રિટેલ સ્ટોર્સ પર વેચાણ માટે ઉપલબ્ધ થશે  .

 Moto G37 અને  Moto G37 Power ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ :

 Moto G37 અને  Moto G37 Power માં 6.6 ઇંચની HD + LCD ડિસ્પ્લે આપવામાં આવી છે , જે  120Hz રિફ્રેશ રેટ , 1,050 nits પીક બ્રાઇટનેસ અને Gorilla Glass  7i પ્રોટેક્શન સાથે આવે છે . બંને ફોનમાં ડયુઅલ - સિમ સપોર્ટ છે અને તે Android 16 પર ચાલે છે 

પ્રોસેસિંગ માટે બંને સ્માર્ટફોનમાં Media Tek Dimensity 6400 ચિપસેટ આપવામાં આવ્યું છે .  Moto G37  માં 4GB LPDDR4x  RAM અને 64GB  UFS  2.2 સ્ટોરેજ છે , જયારે G37 Power 8GB સુધી RAM અને 128GB સ્ટોરેજ સાથે આવે છે . બંને ફોન microSD કાર્ડ દ્રારા 1TB સુધી સ્ટોરેજ વધારવાની સુવિધા આપે છે  .

ફોટોગ્રાફી માટે બંને મોડલમાં 50MP નો પ્રાઈમરી રિયર કેમેરા આપવામાં આવ્યો છે , સાથે 2 ઈન 1 લાઈટ સેન્સર પણ મળે છે . સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે 8MP ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે .

કનેક્ટિવિટી માટે 5G , Wi -Fi  5 , બ્લ્યુટૂથ 5.4 , USB Type - C અને 3.5mm હેડફોન જેક જેવી સુવિધાઓ આપવામાં આવી છે . બંને સ્માર્ટફોન IP64 ડસ્ટ અને  સ્પ્લેશ રેઝિસ્ટન્સ તેમજ MIL - STD - 810H સર્ટિફિકેશન સાથે આવે છે .  Moto G37 માં 20W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ છે , જયારે  Moto G37 Power  30W ફાસ્ટ ચાર્જિંગ અને 6W રિવર્સ વાયર્ડ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Noiseની પ્રથમ સ્ક્રીનલેસ REP Band આવી , 10 દિવસની બેટરી સાથે મળશે સ્માર્ટ હેલ્થ ફીચર્સ
  2. Moto G77 Powerની ભારતમાં એન્ટ્રી , Dimensity 6400 ચિપસેટ અને 120Hz ડિસ્પ્લે મળશે
  3. ઓછા ખર્ચે મનોરંજનનો આનંદ , Jio લાવ્યું રૂપિયા 55નું JioTV Pro Pack
  4. Oppo Reno 13 5G ખરીદવાની તક , Flipkart GOAT Saleમાં બેંક ઓફર સાથે મોટી બચત
  5. Samsung Galaxy A27 5Gની સેલ શરૂ , 6 વર્ષ સુધી મળશે OS અપડેટ અને 5,000mAh બેટરી
  6. AIની વધતી વીજ જરૂરિયાત માટે ગાયના છાણમાંથી બનતી ગેસ બની શકે છે મોટો વિકલ્પ
  7. Realme P3 Ultra 5G પર બેંક અને એક્સચેન્જ ઓફરની ધમાકેદાર તક , જાણો નવી કિંમત
  8. Samsung Galaxy A36 5G હવે બેંક ઓફર સાથે રૂપિયા 25,174માં ખરીદવાની તક
  9. Appleના આગામી iPhone Air 2 ને લઈને નવા ખુલાસા , A20 ચિપ સહિત અનેક અપગ્રેડની ચર્ચા
  10. 6000mAh બેટરી અને 50MP કેમેરાવાળો Samsung Galaxy F70e 5G ભારે ડિસ્કાઉન્ટમાં ઉપલબ્ધ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »