મોટોરોલા ટેબ્લેટ્સની ભારતમાં કિંમતોમાં વધારો , Moto Pad 60 સિરીઝ અસરગ્રસ્ત

Moto Pad 60 Pro (Wi -Fi only) એ 8GB RAM અને 128GB સ્ટોરેજની કિંમત રૂપિયા 27,999માં લિસ્ટેડ થવાની સંભાવના છે

મોટોરોલા ટેબ્લેટ્સની ભારતમાં કિંમતોમાં વધારો , Moto Pad 60 સિરીઝ અસરગ્રસ્ત

Photo Credit: Motorola

Moto Pad 60 Pro ભારતમાં એપ્રિલ 2025માં લોન્ચ કરવામાં આવ્યો હતો .

હાઇલાઇટ્સ
  • Moto Pad 60 Pro અને Moto Pad 60 Neo
  • આ બંને ટેબ્લેટ્સ મિડ રેન્જ અને બજેટ સેગમેન્ટમાં
  • 8GB RAM + 128GB સ્ટોરેજ વેરિઅન્ટ હવે લગભગ રૂપિયા 27,999 માં
જાહેરાત

મોટોરોલા એ ભારતમાં તેના ટેબ્લેટ્સના ભાવમાં હાલમાં ફેરફાર કર્યા હોવાનું જણવા મળે છે . એક ટિપસ્ટર દ્રારા શેર કરાયેલી માહિતી મુજબ , 
Moto Pad 60 સિરીઝના કેટલાક મોડેલ્સ હવે નવી કિંમતો સાથે લિસ્ટ થઈ રહ્યા છે . આ મોટો બદલાવ Moto Pad 60 Pro અને Moto Pad 60 Neo બંને  મોડેલ્સને  અસર કરે છે , જેમાં સ્ટાઇલસ સાથે આવતા વેરિઅન્ટસ પણ સામેલ છે , જોકે કંપનીએ આ ભાવવધારાનું ચોક્કસ કારણ જાહેર કર્યું નથી , પરંતુ  છેલ્લા સમયમાં અન્ય ઘણી બ્રાન્ડ્સ પણ  તેમના પ્રોડક્ટ્સની કિંમતોમાં ફેરફાર કરી રહી છે .

ટિપસ્ટર સંજુ ચૌધરીએ X પર માહિતી આપતા જણાવ્યું છે કે Moto Pad 60 Pro અને Moto Pad 60 Neo ની કિંમતોમાં સુધારો થયો છે . ભારતમાં  આ બંને  ટેબ્લેટ્સ મિડ રેન્જ અને બજેટ સેગમેન્ટમાં આવે છે .

નવી વિગતો મુજબ , Moto Pad 60 Pro (Wi -Fi ) નો  8GB RAM + 128GB સ્ટોરેજ વેરિઅન્ટ હવે લગભગ રૂપિયા 27,999 માં મળી શકે છે , જયારે 12GB RAM  + 256GB સ્ટોરેજ મોડેલની કિંમત રૂપિયા 31,999 સુધી પહોંચી છે . આ બંને વેરિઅન્ટસ સાથે સ્ટાઇલસ પેન આપવામાં આવે તેવી શક્યતા છે . યાદ રહે કે  લોન્ચ સમયે આ મોડેલ્સની કિંમતો ક્રમશ રૂપિયા 26,999 અને રૂપિયા 28,999 હતી .

બીજી તરફ , Moto Pad 60 Neo નો 5G વેરિઅન્ટ (8GB +128GB ) હવે લગભગ રૂપિયા 23,999 નો થઈ શકે છે , જયારે Wi -Fi only વર્ઝન  સમાન કન્ફિગરેશન  સાથે રૂપિયા 21,499 સુધી લિસ્ટ થયેલું જોવા મળે છે .

લીક થયેલી માહિતીમાં રિટેલર બિલિંગ કિંમતો પણ સામેલ છે .  Moto Pad 60 Pro ના 8GB +128GB  મોડેલની બિલિંગ કિંમત આશરે રૂપિયા 21,948 , જયારે  12GB +256GB વેરિઅન્ટ માટે તે રૂપિયા 25,084 બતાવવામાં આવી છે .Moto Pad 60 Neo 5G માટે બિલિંગ કિંમત રૂપિયા 18,813 અને Wi -Fi only વર્ઝન માટે રૂપિયા 16,853 હોઈ શકે છે .

Gadgets 360 એ આ ભાવ ફેરફાર અંગે મોટોરોલાની સત્તાવાર ટિપ્પણી મેળવવા સંપર્ક કર્યો છે . જવાબ મળ્યા પછી વધુ માહિતી અપડેટ કરવામાં આવશે . હાલ માટે , જણાવાયેલી નવી કિંમતો બ્રાન્ડની સત્તાવાર વેબસાઈટ પર પણ દેખાઈ રહી છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Noiseની પ્રથમ સ્ક્રીનલેસ REP Band આવી , 10 દિવસની બેટરી સાથે મળશે સ્માર્ટ હેલ્થ ફીચર્સ
  2. Moto G77 Powerની ભારતમાં એન્ટ્રી , Dimensity 6400 ચિપસેટ અને 120Hz ડિસ્પ્લે મળશે
  3. ઓછા ખર્ચે મનોરંજનનો આનંદ , Jio લાવ્યું રૂપિયા 55નું JioTV Pro Pack
  4. Oppo Reno 13 5G ખરીદવાની તક , Flipkart GOAT Saleમાં બેંક ઓફર સાથે મોટી બચત
  5. Samsung Galaxy A27 5Gની સેલ શરૂ , 6 વર્ષ સુધી મળશે OS અપડેટ અને 5,000mAh બેટરી
  6. AIની વધતી વીજ જરૂરિયાત માટે ગાયના છાણમાંથી બનતી ગેસ બની શકે છે મોટો વિકલ્પ
  7. Realme P3 Ultra 5G પર બેંક અને એક્સચેન્જ ઓફરની ધમાકેદાર તક , જાણો નવી કિંમત
  8. Samsung Galaxy A36 5G હવે બેંક ઓફર સાથે રૂપિયા 25,174માં ખરીદવાની તક
  9. Appleના આગામી iPhone Air 2 ને લઈને નવા ખુલાસા , A20 ચિપ સહિત અનેક અપગ્રેડની ચર્ચા
  10. 6000mAh બેટરી અને 50MP કેમેરાવાળો Samsung Galaxy F70e 5G ભારે ડિસ્કાઉન્ટમાં ઉપલબ્ધ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »