આ ફોન Media Tek Dimensity 6400 ચિપસેટથી સંચાલિત છે જેમાં 8GB RAM અને 256GB સ્ટોરેજ મળે છે
Photo Credit: Motorola
Moto G Max માં 6.8 ઇંચની મોટી ડિસ્પ્લે આપવામાં આવી છે .
મોટોરોલાએ તેની લોકપ્રિય જી - સિરીઝ હેઠળ નવો સ્માર્ટફોન Moto G Max લોન્ચ કર્યો છે . આ ફોનમાં પ્રીમિયમ ફીચર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે , જેમાં 120Hz રિફ્રેશ રેટ અને 5000 nits પીક બ્રાઇટનેસ ધરાવતો 6.8 ઇંચનો AMOLED ડિસ્પ્લે મુખ્ય આકર્ષણ છે . કંપનીએ આ ડિવાઈસને શક્તિશાળી પરફોર્મન્સ અને અદ્યતન કેમેરા સુવિધાઓ સાથે રજૂ કર્યો છે . આ ફોનની કિંમત લગભગ 46,000 રૂપિયા રાખવામાં આવી છે . ફોટોગ્રાફી માટે આ ફોનમાં 200 મેગાપિક્સલનો મુખ્ય કેમેરા આપવામાં આવ્યો છે . તેની સાથે 8 મેગાપિક્સલનો અલ્ટ્રા - વાઈડ લેન્સ છે .
Moto G Max ને કંપનીએ બ્રાઝિલમાં રજૂ કર્યો છે . આ ફોનની કિંમત BRL 2,519 ( લગભગ 46,000 રૂપિયા ) રાખવામાં આવી છે . મોટોરોલા કંપનીએ આ વાતની સત્તાવાર જાહેરાત પોતાની વેબસાઈટ પર કરી છે . આ ફોન તમને બ્લુ , ગ્રેફાઇટ કલર્સમાં રજૂ કરવામાં આવ્યું છે . એવું કહેવામાં આવી રહ્યું છે કે થોડા જ સમયમાં આ ફોન બીજા માર્કેટમાં પણ લોન્ચ થવાની સંભાવના છે .
Photo Credit: Motorola Brazil
Moto G Max માં 1.5K રિઝોલ્યુશન ( 1272x 2772 પિક્સેલ્સ ) ધરાવતો ડિસ્પ્લે આપવામાં આવ્યું છે . જેને કોર્નિંગ ગોરિલા ગ્લાસ 7iનું રક્ષણ મળે છે . ફોનમાં Media Tek Dimensity 6400 પ્રોસેસર આપવામાં આવ્યું છે , જે 8GB RAM અને 256GB સ્ટોરેજ સાથે જોડાયેલું છે . આ ઉપરાંત વર્ચ્યુઅલ RAM સપોર્ટ પણ ઉપલબ્ધ છે . આ ડિવાઈસ Android 16 પર ચાલે છે .
ફોટોગ્રાફી માટે આ ફોનમાં 200 મેગાપિક્સલનો મુખ્ય કેમેરા આપવામાં આવ્યો છે . તેની સાથે 8 મેગાપિક્સલનો અલ્ટ્રા - વાઈડ લેન્સ છે , જે 120 ડિગ્રી ફીલ્ડ ઓફ વ્યૂને સપોર્ટ કરે છે . સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે , જે 2K રિઝોલ્યુશનમાં 30fps પર વિડીયો રેકોર્ડિંગ કરી શકે છે .
પાવર માટે આ ફોનમાં 5,200mAh બેટરી આપવામાં આવી છે , જે 33W ટર્બોપાવર ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે . કંપનીના જણાવ્યા અનુસાર આ ફોન એક વખતના સંપૂર્ણ ચાર્જ પર 35 કલાક સુધી બેટરી બેકઅપ આપી શકે છે . આ ફોનને IP66, IP68 અને IP69 રેટિંગ મળેલ છે જે તેને પાણી અને ધૂળથી રક્ષણ આપે છે .
જાહેરાત
જાહેરાત