Moto G Stylus (2026) એ Android 16 પર Motorolaની Hello UX સાથે કામ કરે છે
Photo Credit: Motorola
Moto G Stylus (2026) યુએસમાં 2025 મોડેલના અનુગામી તરીકે આવે છે .
Moto G Stylus (2026) મંગળવારે યુએસ અને કેનેડાના બજારમાં લોન્ચ કરવામાં આવ્યો છે . આ સ્માર્ટફોન Moto G Stylus (2025) નો અનુગામી છે , જે એપ્રિલ 2025 માં રજૂ થયો હતો . આના નામ મુજબ જ આ હેન્ડસેટની સૌથી ખાસ વાત તેની બિલ્ટ ઈન એક્ટિવ સ્ટાઈલસ છે , જે યુઝર્સને વધુ ચોકસાઈ સાથે લખવા અને ડ્રો કરવા દે છે . કંપની મુજબ , સ્ટાઈલસ ટિલ્ટ અને પ્રેસરને ઓછું કરવા માટે સપોર્ટ કરે છે , જેના કારણે શેડિંગ અને ફાઈન લાઈન બનાવવી વધુ સરળ બને છે આ ફોનમાં 6.7 ઇંચની મોટી AMOLED સ્ક્રીન અને 5,200mAh બેટરી આપવામાં આવી છે .
કિંમત અને ઉપલબ્ધતા :
યુએસમાં આ સ્માર્ટફોનની કિંમત $499 રાખવામાં આવી છે , જેમાં 8GB RAM અને 128GB સ્ટોરેજ વેરિઅન્ટ મળે છે . તે Pantone Surf Smoke અને Pantone Lavender Mist કલર વિકલ્પોમાં લેધર ફિનિશ સાથે આવે છે . 16 એપ્રિલથી ફોન Amazon Best Buy અને બ્રાન્ડની ઓફિશિયલ વેબસાઈટ પરથી ખરીદી શકાય છે . ત્યારબાદ AT&T, Cricket Wireless , Spectrum Mobile, Xfinity Mobile , Google Fi Wireless અને Optimum Mobile પર પણ ઉપલબ્ધ થશે . કેનેડામાં પણ આ ફોન 16 એપ્રિલથી બ્રાન્ડ વેબસાઈટ મારફતે વેચાણ માટે આવશે .
ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ :
ડયુઅલ સિમ સપોર્ટ ધરાવતો આ સ્માર્ટફોન Android 16 પર Motorolaની Hello UX સાથે કામ કરે છે . તેમાં 120Hz રિફ્રેશ રેટ અને 5,000 nits પીક બ્રાઇટનેસ સાથે 6.7 ઇંચ 1.5K પોલેડ ડિસ્પ્લે આપવામાં આવ્યો છે . સુરક્ષા માટે Gorilla Glass 3 સાથે IP68 અને IP69 રેટિંગ આપવામાં આવ્યો છે .
પરફોર્મન્સ માટે ફોનમાં Snapdragon 6 Gen 3 પ્રોસેસર આપવામાં આવ્યું છે , સાથે 8GB LPDDR5x RAM અને 128GB UFS 3.1 સ્ટોરેજ મળે છે . RAM Boost ફીચર દ્રારા તેને 24GB સુધી વર્ચ્યુઅલ રીતે વધારી શકાય છે , જયારે microSD કાર્ડ દ્રારા સ્ટોરેજ 1TB સુધી એક્સપેન્ડ કરી શકાય છે .
ફોટોગ્રાફી માટે , આ ફોનમાં 50MP Sony LYT-700C પ્રાથમિક કેમેરા OIS સાથે અને 13MP અલ્ટ્રા વાઈડ કેમેરા આપવામાં આવ્યા છે . સેલ્ફી અને વિડીયો કોલ માટે 32MP ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે .
કનેક્ટિવિટી માટે 5G , Wi-Fi 6/6E, Bluetooth, NFC અને USB Type-C જેવા વિકલ્પો મળે છે . ફોન 68W ફાસ્ટ વાયર્ડ અને 15W વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ સાથે 5,200mAh બેટરી ધરાવે છે . તેનો વજન 192.3 ગ્રામ છે , જે તેને મજબૂત અને પ્રીમિયમ ફીલ આપે છે .
જાહેરાત
જાહેરાત
Samsung Galaxy A27 5G Listing on Czech Website Leaves Little to the Imagination Ahead of Imminent Debut
Asus Chromebook CM32 Detachable With 2.5K Display Launched in India Alongside Chromebook CM14, CM15