ટોપ 10 માં Apple અને Samsung નો દબદબો , iPhone 17 સિરીઝ આગળ 

iPhone 17 Pro Max અને iPhone 17 Pro બીજા અને ત્રીજા નંબરે વેચાતા ફોન રહ્યા 

ટોપ 10 માં Apple અને Samsung નો દબદબો , iPhone 17 સિરીઝ આગળ 

Photo Credit: Gadgets 360

iPhone 17 માં  Appleનો A19 ચિપસેટ છે .

હાઇલાઇટ્સ
  • Apple એ ભારત સહિત વિશ્વભરમાં iPhone 17 સિરીઝ લોન્ચ કરી
  • Samsung એ પણ ટોપ 10માં પોતાની મજબૂત હાજરી
  • લિસ્ટમાં Redmi A5 પણ સામેલ
જાહેરાત

ગયા વર્ષે સપ્ટેમ્બરમાં Apple એ ભારત સહિત વિશ્વભરમાં iPhone 17 સિરીઝ લોન્ચ કરી હતી . આ સિરીઝમાં iPhone 17, iPhone 17 Pro અને iPhone 17 Pro Max જેવા મોડેલ સામેલ હતા . આ બધા ફોનમાં પરફોર્મન્સમાં સુધારો કરવામાં આવ્યો હતો , પરંતુ ખાસ ધ્યાન તો સ્ટાન્ડર્ડ iPhone 17 પર આપ્યું હતું . તેમાં હાઈ રિફ્રેશ રેટ ડિસ્પ્લે , ડયુઅલ 48MP કેમેરા અને Pro મોડલ જેવી સેલ્ફી કેમેરા જેવી સુવિધાઓ આપવામાં આવી હતી . iPhone 17 Pro Max અને iPhone 17 Pro બીજા અને ત્રીજા નંબરે વેચાતા ફોન રહ્યા

લોન્ચ થયા પછીના  થોડા મહિનોમાં એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે iPhone 17 2026 ના પહેલા ક્વાર્ટર (Q1) માં વિશ્વનો સૌથી વધુ વેચાતો સ્માર્ટફોન બન્યો  હતો . Counterpoint Research ના રિપોર્ટ મુજબ , આ ફોનને લગભગ 6% ગ્લોબલ માર્કેટ શેર મળ્યો હતો .

iPhone 17 પછી iPhone 17 Pro Max અને iPhone 17 Pro બીજા અને ત્રીજા નંબરે રહ્યા હતા . એટલે કે ટોપ 3માં ત્રણેય iPhone મોડેલ્સ રહ્યા . આ સિવાય  iPhone 16 પણ છઠ્ઠા સ્થાને રહ્યો , એટલે ટોપ 10 માં કુલ ચાર iPhone  મોડેલ સામેલ થયા .

બીજી તરફ Samsung એ પણ ટોપ 10માં  પોતાની મજબૂત હાજરી નોંધાવી . કંપનીના પાંચ ફોન આ લિસ્ટમાં હતા . જેમાં મુખત્વે બજેટ અને મિડ રેન્જ મોડેલ્સ  સામેલ હતા . Samsung Galaxy A07 4G ત્રીજા સ્થાને રહ્યો , જયારે Samsung Galaxy A17 5G તેની પાછળ રહ્યો .

આ ઉપરાંત Samsung Galaxy A56 , Samsung Galaxy A36 અને Samsung Galaxy A17 4G પણ સાતમા , આઠમા અને નવમા સ્થાને રહ્યા . ફ્લેગશિપ  સેગમેન્ટમાં Samsung Galaxy S26 Ultra ટોપ 10 માં આવવાથી થોડું ચૂકી ગયો , પરંતુ તેની શરૂઆતનું વેચાણ સારું રહ્યું છે 

આ લિસ્ટમાં Redmi A5 પણ સામેલ હતો , જે દસમો સૌથી વધુ વેચાતો ફોન રહ્યો છે . આ સૌથી સસ્તા મોડલ તરીકે આવ્યું તેથી નવા બજારોમાં તેની માંગ સતત  વધી રહી છે .

સરળ ભાષામાં કહીએ તો , 2026ના શરૂઆતના મહિનાઓમાં iPhone 17 સિરીઝ માર્કેટમાં ધમાકેદાર પ્રદર્શન કર્યું . જયારે Samsung એ બજેટ સેગમેન્ટમાં  પોતાની મજબૂત પકડ જાળવી રાખી  .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Vivo એ વધાર્યા સ્માર્ટફોનના ભાવ , જાણો ક્યાં મોડલ પર કેટલી વધી કિંમત
  2. Amazon vs Flipkart mega Sale : સ્માર્ટફોન અને ઇલેક્ટ્રોનિક્સ પર ક્યાં મળશે સૌથી મોટી બચત ?
  3. Flipkart GOAT Sale માં iPhone ખરીદવાની તક , બેંક ઓફર્સ સાથે મળશે મોટી બચત
  4. ગ્રાહકોને આકર્ષવા Amazon Now ની મોટી તૈયારી , નવા શહેરોમાં થશે વિસ્તરણ
  5. OnePlus Prime Day Sale શરૂ 4 જુલાઈથી , OnePlus 13 થી લઈને Pad અને Nord Buds સુધી મળશે ખાસ ડીલ્સ
  6. OnePlus N6 ની એન્ટ્રી ! 22,999 રૂપિયામાં 120Hz ડિસ્પ્લે , 50MP કેમેરા અને Android 16
  7. 50MP કેમેરા અને Dimensity 8350 પ્રોસેસરવાળો Lava Agni 4 હવે ઓછી કિંમતે ઉપલબ્ધ
  8. NotebookLMનું નવું ફીચર , લાંબા દસ્તાવેજોને મિનિટમાં બનાવશે શોર્ટ વિડીયો
  9. પાણીની કટોકટીનો અનોખો ઉકેલ , ઓસ્ટ્રેલિયાના જળાશયો પર લગાવવામાં આવી રહી છે ફ્લોટિંગ સોલાર પેનલ્સ
  10. Tata Sierra EVની એન્ટ્રી માટે તૈયાર પૂર્ણ , 75kWh બેટરી અને ડયુઅલ મોટર સાથે આપશે જોરદાર પરફોર્મન્સ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »