GoBoult Tenet Pro ઈયરબડ્સ આવ્યા , 13mm ડ્રાઈવર , ડયુઅલ ડિવાઈસ કનેક્ટિવિટી સહિત અનેક ફીચર્સ

GoBoult એ ભારતમાં નવા Tenet Pro TWS ઈયરબડ્સ લોન્ચ કર્યા છે

GoBoult Tenet Pro ઈયરબડ્સ આવ્યા , 13mm ડ્રાઈવર , ડયુઅલ ડિવાઈસ કનેક્ટિવિટી સહિત અનેક ફીચર્સ

Photo Credit: GoBoult

GoBoult Tenet Proમાં 13mm ડાયનામિક ડ્રાઈવર આપવામાં આવ્યા છે .

હાઇલાઇટ્સ
  • GoBoult Tenet Pro ટ્રૂ વાયરલેસ સ્ટિરિયો ( TWS ) ઈયરબડ્સ લોન્ચ
  • GoBoult Tenet Proમાં 13mm ડાયનામિક ડ્રાઈવર આપવામાં આવ્યા છે
  • ચાર્જિંગ કેસ સાથે GoBoult Tenet Pro કુલ 75 કલાક સુધીનું પ્લેબેક આપે છે
જાહેરાત

GoBoult એ ભારતીય બજારમાં પોતાના નવા GoBoult Tenet Pro ટ્રૂ વાયરલેસ સ્ટિરિયો ( TWS ) ઈયરબડ્સ  લોન્ચ કર્યા છે . કંપનીએ ગયા વર્ષે રજૂ કરેલા Tenet મોડલની ડિઝાઈન જાળવી રાખતા  નવા મોડલમાં અનેક હાર્ડવેર અપગ્રેડસ કર્યા છે . નવા ઈયરબડ્સમાં 13mm ડાયનેમિક ડ્રાઈવર , 32dB એક્ટિવ નોઈઝ કેન્સલેશન ( ANC ) ડયુઅલ ડિવાઈસ કનેક્ટિવિટી અને લાંબી બેટરી લાઈફ જેવી સુવિધાઓ આપવામાં આવી છે .

GoBoult Tenet Pro TWSની  કિંમત અને ઉપલબ્ધતા  :

ભારતમાં GoBoult Tenet Proની કિંમત રૂપિયા 1,699 રાખવામાં આવી છે . જોકે કંપનીના લોન્ચ ઓફર હેઠળ તેને રૂપિયા 1,499માં ખરીદી શકાય છે . આ ઈયરબડ્સ Crimson Red, Frost White અને  Olive Green એમ ત્રણ કલર વિકલ્પોમાં ઉપલબ્ધ છે . તેનું વેચાણ GoBoultની સત્તાવાર વેબસાઈટ ઉપરાંત Amazon , Flipkart અને Myntra પર શરૂ થઈ ગયું છે .

GoBoult Tenet Pro TWSના ફીચર્સ :

GoBoult Tenet Proમાં 13mm ડાયનામિક ડ્રાઈવર આપવામાં આવ્યા છે , જે AAC અને SBC ઓડિયો કોડેકને સપોર્ટ કરે છે . તેમાં 32dB Active Noise Cancellation ( ANC ) ટેક્નોલોજી છે , જે આસપાસના અવાજને ઘટાડવામાં મદદ કરે છે . આ ઉપરાંત , કોલિંગ દરમિયાન વધુ સ્પષ્ટ અવાજ માટે Quad Microphone Environmental Noise Cancellation ( ENC ) પણ આપવામાં આવ્યું છે .

કનેક્ટિવિટી માટે ઈયરબડ્સમાં Bluetooth 5.4 અને Dual Device Connectivity સપોર્ટ મળે છે , જેથી યુઝર્સ એકસાથે બે ડિવાઈસ સાથે કનેક્ટ રહી શકે છે . આ ઈયરબડ્સ Android અને iOS બંને સાથે  છે . તેમાં 45ms લો - લેટન્સી ગેમિંગ મોડ , AI Voice Assistant સપોર્ટ અને GoBoult AmpApp પણ ઉપલબ્ધ છે , જેના દ્રારા કસ્ટમ EQ , પ્રીસેટ સાઉન્ડ મોડ્સ અને અન્ય સેટિંગ્સ નિયંત્રિત કરી શકાય છે .

75 કલાક સુધીની બેટરી અને IPX5 રેટિંગ 

કંપનીના જણાવ્યા અનુસાર , ચાર્જિંગ કેસ સાથે GoBoult Tenet Pro કુલ 75 કલાક સુધીનું પ્લેબેક આપે છે . તેમાં USB Type -C  ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યો છે , જોકે કંપનીએ બેટરી ક્ષમતા અને ચાર્જિંગ સમય વિશે માહિતી આપી નથી .

ડિઝાઈનની વાત કરીએ તો Tenet Proમાં કંપનીનું Orbit Capsule Design, FrostView Shell, Prism Cut Power Vault અને ANC Insignia જેવી ડિઝાઈન એલિમેન્ટ્સ આપવામાં આવ્યા છે . GoBoultનું કહેવું છે કે તેમાં ભારતીય યુઝર્સને ધ્યાનમાં રાખીને LiDAR - Mapped Ergonomic Design અપાયો છે . વધુ આરામદાયક ફિટ માટે Vacuum Lock Earshell , Ovel Ear Tips અને Capsule-shaped Stem આપવામાં આવ્યા છે . પાણીના છાંટાથી સુરક્ષા માટે આ ઈયરબડ્સને IPX5 રેટિંગ પણ મળ્યું છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Apple iPhone 16 હવે ઓછી કિંમતે , બેંક ઓફર અને એક્સચેન્જથી મળશે વધુ ફાયદો
  2. GoBoult Tenet Pro ઈયરબડ્સ આવ્યા , 13mm ડ્રાઈવર , ડયુઅલ ડિવાઈસ કનેક્ટિવિટી સહિત અનેક ફીચર્સ
  3. Flipkart પર iPhone 16 સસ્તો થયો , બેંક અને એક્સચેન્જ ઓફરથી વધુ ફાયદો
  4. Redmi K100 Proમાં 200MP કેમેરા અને Snapdragon 8 Elite Gen 5 મળી શકે
  5. Realme C100xના ફીચર્સ આવ્યા સામે , 45W ફાસ્ટ ચાર્જિંગ અને 50MP કેમેરા સાથે આવશે ફોન
  6. 22 જુલાઈએ લોન્ચ થશે Samsung Galaxy Z Fold 8 , જાણો અપેક્ષિત કિંમત , ફીચર્સ અને સ્પેસિફિકેશન
  7. iQOO 16ના સ્પેક્સ લીક , પેરિસ્કોપ કેમેરા અને બેટરી સાથે આવી શકે છે સ્માર્ટફોન
  8. Samsung Galaxy A56 5G ની કિંમતમાં મોટો ઘટાડો , જાણો નવી ઓફર અને ફીચર્સ
  9. Android 17 આધારિત Samsung One UI 9 માં મળશે નવા AI અને UI ફીચર્સ
  10. Xiaomi 17T હવે વધુ સસ્તો , એક્સચેન્જ ઓફરથી રૂપિયા 38,300 સુધીની બચત
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »