Realme C100xના ફીચર્સ આવ્યા સામે , 45W ફાસ્ટ ચાર્જિંગ અને 50MP કેમેરા સાથે આવશે ફોન

Realme C100xની 8,000mAh બેટરી, 45W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે

Realme C100xના ફીચર્સ આવ્યા સામે , 45W ફાસ્ટ ચાર્જિંગ અને 50MP કેમેરા સાથે આવશે ફોન

Photo Credit: Realme

સ્માર્ટફોનમાં 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે .

હાઇલાઇટ્સ
  • આ અઠવાડિયે ભારતીય બજારમાં Realme C100x લોન્ચ
  • Realme C100xમાં 6.8 ઈંચનું ડિસ્પ્લે મળશે
  • Realme C100x ને પહેલા ઇન્ડોનેશિયામાં રજૂ કરવામાં આવ્યો હતો
જાહેરાત

સ્માર્ટફોન નિર્માતા Realme આ અઠવાડિયે ભારતીય બજારમાં પોતાનો નવો Realme C100x  લોન્ચ કરવા જઈ રહી છે . કંપનીએ ફ્લિપકાર્ટ પર તેના માટેનું માઈક્રોસાઈટ પણ લાઈવ કરવામાં આવી છે . આમાં આ વાતની પુષ્ટિ કરી છે કે 16 જુલાઈએ આ સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવશે . મોટી બેટરી અને સ્મૂથ ડિસ્પ્લે સાથે આ ડિવાઈસ મિડ - રેન્જ સેગમેન્ટમાં ઉતરશે .

Realme C100x  ડિસ્પ્લે અને ઉપલબ્ધતા :

Realme C100xમાં 6.8 ઈંચનું ડિસ્પ્લે મળશે જે 120Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરશે . કંપનીનો દાવો છે કે તેમાં આપવામાં આવેલી 8,000mAh બેટરી આપવામાં આવી છે જે એક જ ચાર્જમાં 17 કલાકથી વધુ સમય સુધી નેવિગેશનનો અનુભવ આપશે . આ સ્માર્ટફોન 45W ફાસ્ટ ચાર્જિંગને પણ સપોર્ટ કરશે . ફોન Golden Coast અને Deepblue Tides એમ બે કલર વિકલ્પોમાં ઉપલબ્ધ થશે .

Realme C100x કિંમત :

લોન્ચ પહેલા Xpertpick દ્રારા લીક થયેલી રિટેલ બોક્સની  ઇમેજ મુજબ , ભારતમાં આ સ્માર્ટફોનની કિંમત 29,999 રૂપિયા હોઈ શકે છે . જોકે તેની વાસ્તવિક લોન્ચ કિંમત અલગ હોઈ શકે છે . સ્માર્ટફોનની સાચી કિંમત લોન્ચ સમયે જ જાહેર કરવામાં આવશે .

Realme C100x ફીચર્સ :

Realme C100x ને પહેલા ઇન્ડોનેશિયામાં રજૂ કરવામાં આવ્યો હતો . તેમાં Unisoc T7250 પ્રોસેસર અને Arm Mali-G57 GPU આપવામાં આવ્યા છે . ફોટોગ્રાફી માટે ફોનમાં 50MPનો પ્રાઈમરી રિયર કેમેરો આપવામાં આવ્યો છે , જયારે સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે 5MPનો ફ્રન્ટ કેમેરો મળશે . સુરક્ષા માટે તેમાં સાઈડ - માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર પણ આપવામાં આવ્યો છે .

તાજેતરમાં કંપનીએ ભારતમાં Realme 16T 5G પણ લોન્ચ કર્યો હતો . તેમાં 6.8 ઇંચનું LCD ડિસ્પ્લે , 144Hz રિફ્રેશ રેટ , MediaTek Dimensity 6300 પ્રોસેસર , 50MP ડયુઅલ રિયર કેમેરા , 16MP ફ્રન્ટ કેમેરા અને 8,000mAh બેટરી સાથે 45W SuperVOOC ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ આપવામાં આવ્યો છે . Realme C100x પણ મોટી બેટરી અને લાંબા બેકઅપને કારણે યુઝર્સ માટે આકર્ષક વિકલ્પ બની શકે છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Nokia Lumia જેવી ડિઝાઇન સાથે આવશે HMD Touch AI, 1950mAh બેટરી સહિત અનેક ફીચર્સ
  2. Redmi K100 Pro Maxના કેમેરા અને ઓડિયો ફીચર્સ લોન્ચ પહેલા જાહેર , મળશે Bose ટ્યુન્ડ સાઉન્ડ
  3. iPhone 17 હવે ઓછી કિંમતે ખરીદો , Flipkart Freedom Saleમાં મળશે આકર્ષક ઓફર્સ
  4. ફ્લિપકાર્ટ ડીલ : Motorola G37 Power 5G પર રૂપિયા 12,200 સુધીની બચત , જાણો ઓફર્સ અને ફીચર્સ
  5. Flipkart Freedom Sale : Poco થી Samsung સુધીના 5G ફોન પર ભારે બચત , જાણો બેસ્ટ ડીલ્સ
  6. iQOO Z11ની એન્ટ્રીની તારીખ જાહેર , 165Hz AMOLED ડિસ્પ્લે સાથે આવશે નવો ફોન
  7. 8,000mAh બેટરીવાળો Poco M8 Power 5G થયો સસ્તો , મળશે રૂપિયા 3000 સુધીનું ડિસ્કાઉન્ટ
  8. AI નહીં છીનવે લખો નોકરીઓ ! વિશ્વ બેંકના અહેવાલમાં ભારત માટે સારા સમાચાર
  9. Amazon Saleમાં ધમાકેદાર ડીલ્સ : રૂપિયા 20,000ના બજેટમાં iQOO, OnePlus, Realme અને Samsungના ફોન સસ્તા
  10. ખાસ નોંધ લો! Samsungનો ફ્લેગશિપ ફોન હવે Amazon Freedom Sale માં ઓછા ભાવે
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »