Hisense A10 ફોન ડિટેચેબલ ડિસ્પ્લે સાથે આવે છે
Photo Credit: weibo
Hisense A10 ફોન ડિટેચેબલ ડિસ્પ્લે સાથે આવે છે
Hisenseએ ચીનમાં પોતાનો નવો Hisense A10 સ્માર્ટફોન રજૂ કર્યો છે . આ ફોનની સૌથી મોટી ખાસિયત તેની ડિટેચેબલ ડિસ્પ્લે છે . સામાન્ય સ્માર્ટફોનની સરખામણીએ આ ડિઝાઈન સંપૂર્ણપણે અલગ છે . ફોનમાં આગળ E - Ink ડિસ્પ્લે આપવામાં આવી છે , જયારે પાછળ મેગ્નેટથી જોડાતી અલગ કરી શકાય તેવી કલર ડિસ્પ્લે મળે છે .
કંપનીએ હજુ સુધી Hisense A10ની સત્તાવાર કિંમત જાહેર કરી નથી . જોકે ચીનમાં તેની અંદાજિત કિંમત 3,999 યુઆન ( લગભગ રૂપિયા 56,500) હોવાનું માનવાનું આવે છે . ટૂંક સમયમાં કંપની તેની સત્તાવાર જાહેરાત કરી શકે છે .
Hisense A10માં આગળ 6.13 ઇંચની E - Ink ડિસ્પ્લે આપવામાં આવી છે . આ સ્ક્રીન કાગળ જેવી દેખાય છે , જેના કારણે ઈ - બુક વાંચવી , નોટ્સ બનાવવી અને લાંબા સમય સુધી અભ્યાસ કરવો વધુ આરામદાયક બને છે . આ ડિસ્પ્લે આંખો પર ઓછો ભાર પાડે છે અને બેટરીનો વપરાશ પણ ઓછો કરે છે .
ફોનની બીજી ખાસિયત તેની પાછળની ડિટેચેબલ કલર LCD ડિસ્પ્લે છે . આ સ્ક્રીન મેગ્નેટની મદદથી ફોન સાથે જોડાય છે અને જરૂર પડે ત્યારે સરળતાથી અલગ કરી શકાય છે . યુઝર્સ પોતાની જરૂરિયાત પ્રમાણે બંને ડિસ્પ્લેનો ઉપયોગ કરી શકે છે .
Hisense A10માં 4nm ટેક્નોલોજી પર આધારિત ઓક્ટા - કોર પ્રોસેસર આપવામાં આવ્યો છે . સ્માર્ટફોન Android 16 પર ચાલે છે અને તેમાં 5G કનેક્ટિવિટી સાથે Wi-Fiનો પણ સપોર્ટ મળે છે .
Hisense A10 પહેલા કંપનીએ વર્ષ 2022માં Hisense A9 લોન્ચ કર્યો હતો . તેમાં 6.1 ઇંચની E - Ink ડિસ્પ્લે , 300 PPI પિક્સલ ડેન્સિટી અને Snapdragon 662 પ્રોસેસર આપવામાં આવ્યો હતો . તે સમયે તેની કિંમત 1,799 યુઆન ( લગભગ રૂપિયા 25,000 ) રાખવામાં આવી હતી .
જાહેરાત
જાહેરાત
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹64,150
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Meta Muse AI Agent Arrives on Mac With Support for Complex Tasks: What to Know
WhatsApp Could Bring New Theme Categories and Wallpapers to Android
Mivi One 5G Camera Details Revealed, Mivi Care+ Support Teased Ahead of Launch