50MP કેમેરા અને 120W ફાસ્ટ ચાર્જિંગ સાથે Realme GT 7T પર જબરદસ્ત ઓફર

Realme એ ગયા વર્ષે તેનો મિડ - રેન્જ સ્માર્ટફોન , Realme GT 7T લોન્ચ કર્યો હતો

50MP કેમેરા અને 120W ફાસ્ટ ચાર્જિંગ સાથે Realme GT 7T પર જબરદસ્ત ઓફર

Photo Credit: Realme

Realme GT 7Tમાં 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે .

હાઇલાઇટ્સ
  • Realme GT 7T હાલમાં ફ્લિપકાર્ટ પર ભારે ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે
  • ફોનમાં 50MP નો પ્રાઈમરી કેમેરા અને 8MPનો અલ્ટ્રા - વાઈડ કેમેરા
  • Realme GT 7T માં 6.80 ઇંચની AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે
જાહેરાત

જો તમે મિડ - રેન્જ સેગમેન્ટમાં શક્તિશાળી સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો , તો તમારા માટે સારો મોકો છે . Realme નો સૌથી લોકપ્રિય સ્માર્ટફોન Realme GT 7T હાલમાં ફ્લિપકાર્ટ પર ભારે ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે . કંપનીએ આ ફોન ગયા વર્ષે લોન્ચ કર્યો હતો અને હવે તેની કિંમતમાં લગભગ રૂપિયા 8,000નો ઘટાડો કરવામાં આવ્યો છે . ખાસ વાત એ છે કે 50MP કેમેરા , 7,000mAh બેટરી અને 120W ફાસ્ટ ચાર્જિંગ જેવા પ્રીમિયમ ફીચર્સ ધરાવતો આ ફોન એક્સચેન્જ ઓફર સાથે વધુ સસ્તો મળી શકે છે .

Realme GT 7T કિંમત અને ઓફર :

Realme GT 7Tનું 12GB RAM અને 512GB સ્ટોરેજ વેરિઅન્ટ હાલમાં ફ્લિપકાર્ટ પર રૂપિયા 33,999માં વેચાઈ રહ્યું છે . લોન્ચ સમયે આ મોડેલની કિંમત રૂપિયા 41,999 હતી , એટલે કે હવે ગ્રાહકોને સીધો લગભગ રૂપિયા 8000 નો લાભ મળી રહ્યો છે . આ ઉપરાંત , જો તમે તમારો જૂનો સ્માર્ટફોન એક્સચેન્જ કરો છો તો વધારાનું ડિસ્કાઉન્ટ પણ મેળવી શકો છો . જોકે એક્સચેન્જ વેલ્યૂ  તમારા જૂના ફોનના મોડેલ અને તેની સ્થિતિ પર આધાર રાખશે .

Realme GT 7T  ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ :

Realme GT 7T માં 6.80 ઇંચની AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે , જે 1280x 2800 પિક્સલ રિઝોલ્યુશન , 120Hz રિફ્રેશ રેટ , 6000 nits પીક બ્રાઇટનેસ અને 360Hz ટચ સેમ્પલિંગ રેટને સપોર્ટ કરે છે . ફોનમાં Media Tek Dimensity 8400 Max પ્રોસેસર આપવામાં આવ્યું છે , જે ઝડપી અને સ્મૂથ પરફોર્મન્સ આપે છે . આ ફોનમાં હીટ મેનેજમેન્ટ માટે તેમાં 7,700 ચોરસ મીમીનું વેપર ચેમ્બર કૂલિંગ સિસ્ટમ પણ આપવામાં આવ્યું છે .

ફોટોગ્રાફી માટે આ ફોનમાં 50MP નો પ્રાઈમરી કેમેરા અને 8MPનો અલ્ટ્રા - વાઈડ કેમેરા આપવામાં આવ્યો છે , જયારે સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે 32MP નો ફ્રન્ટ કેમેરા મળે છે . આ ઉપરાંત 7,000mAhની મોટી બેટરી સાથે 120W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ હોવાથી ફોન ખૂબ જ ઓછા સમયમાં ચાર્જ થઈ જાય છે . આ સ્માર્ટફોન Android 15 આધારિત Realme UI 6.0 પર ચાલે છે અને 5G , ડયુઅલ સિમ , Wi- Fi , બ્લૂટૂથ તેમજ USB Type - C જેવી કનેક્ટિવિટીની સુવિધાઓ પણ આપે છે .


 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »