64MP કેમેરા અને Snapdragon 855+ સાથેનો Realme X3 SuperZoom સસ્તા ભાવે ઉપલબ્ધ

Realme X3 SuperZoom માં 4,200mAh બેટરી છે જે 30W ડાર્ટ ચાર્જને સપોર્ટ કરે છે

64MP કેમેરા અને Snapdragon 855+ સાથેનો Realme X3 SuperZoom સસ્તા ભાવે ઉપલબ્ધ

Photo Credit: Realme

Realme X3 SuperZoom માં 6.6 ઈંચ Full - HD + LCD ડિસ્પ્લે છે

હાઇલાઇટ્સ
  • Realme X3 SuperZoom તમારા માટે આકર્ષક વિકલ્પ
  • Flipkart પર આ ફોન તેની મૂળ કિંમત કરતાં ઘણી ઓછી કિંમતે વેચાઈ રહ્યો
  • ફોનમાં 6.6 ઇંચની Full HD + LCD ડિસ્પ્લે
જાહેરાત

જો તમે સારો કેમેરા અને પાવરફુલ પરફોર્મન્સ ધરાવતો સ્માર્ટફોન શોધી રહ્યા છો , તો Realme X3 SuperZoom તમારા માટે આકર્ષક વિકલ્પ બની શકે છે .એક સમયનો પ્રીમિયમ ફોન હવે આકર્ષક વિકલ્પ બની શકે છે . એક સમયનો પ્રીમિયમ ફોન હવે ભારે ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે . Flipkart પર આ ફોન તેની મૂળ કિંમત કરતાં ઘણી ઓછી કિંમતે વેચાઈ રહ્યો છે . ખાસ વાત એ છે કે ડિસ્કાઉન્ટ ઉપરાંત બેંક ઓફરનો લાભ લઈને ગ્રાહકો વધુ બચત પણ કરી શકે છે . કેમેરા , ડિસ્પ્લે અને પ્રોસેસરના મામલે આ ફોન આજે પણ ઘણા નવા સ્માર્ટફોનને ટક્કર આપી શકે છે .

Realme X3 SuperZoom કિંમત :

Realme X3 SuperZoomને કંપનીએ રૂપિયા 31,999ની કિંમતે સાથે લોન્ચ કર્યો હતો . હાલમાં ફ્લિપકાર્ટ પર આ ફોન રૂપિયા 18,231 માં લિસ્ટેડ છે , એટલે કે ગ્રાહકોને રૂપિયા 13,000 થી વધુનો સીધો ડિસ્કાઉન્ટ મળી રહ્યો છે . આ ઉપરાંત Flipkart Axis Bank કાર્ડથી ખરીદી કરનાર ગ્રાહકોને વધારાનું કેશબેક પણ મળી શકે છે . બેંક ઓફરનો લાભ મળ્યા બાદ ફોનની અસરકારક કિંમત લગભગ રૂપિયા 17,319 સુધી પહોંચી જાય છે , જે તેને વધુ સસ્તો બનાવે છે .

Realme X3 SuperZoom  સ્પેસિફિકેશન્સ :

આ ફોનમાં 6.6 ઇંચની Full HD + LCD ડિસ્પ્લે આપવામાં આવી છે , જે 120Hz રિફ્રેશ રેટ સાથે આવે છે . ડિસ્પ્લેને Corning Gorilla Glass 5નું પ્રોટેકશન પણ  મળ્યું છે . પરફોર્મન્સ માટે Qualcomm Snapdragon 855+ પ્રોસેસર આપવામાં આવ્યું છે , જે 12GB સુધીની RAM સાથે જોડાયેલું છે . ગેમિંગ અને મલ્ટીટાસ્કિંગ માટે આ ચિપસેટ આજે પણ સારી કામગીરી આપે છે .

ફોટોગ્રાફી માટે ફોનમાં 64MP મુખ્ય કેમેરા , 8MP પેરિસ્કોપ લેન્સ , 8MP અલ્ટ્રા - વાઈડ અને 2MP મેક્રો કેમેરા આપવામાં આવ્યા છે . પેરિસ્કોપ લેન્સ 5x ઓપ્ટિકલ અને 60x ડિજિટલ ઝૂમ સપોર્ટ કરે છે . સેલ્ફી માટે 32MP અને 8MP ના ડયુઅલ ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યા છે . ફોનમાં 4,200mAh બેટરી અને 30W Dart Charge ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ પણ મળે છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Vivo V70, V70 Elite અને V70 FE થયા મોંઘા , ભારતમાં વધ્યા સ્માર્ટફોનના ભાવ
  2. Flipkart પર 4 ઓર્ડર કરો અને મેળવો 30 દિવસનું મફત Netflix Mobile પ્લાન
  3. Amazon Great Freedom Saleમાં OnePlus , Redmi અને Xiaomi સહિત અનેક પ્રોડક્ટસ પર મોટી બચતની તક
  4. Flipkart Freedom Saleમાં iPhone 17 Proથી લઈને Lenovo Laptop સુધી મળશે આકર્ષક ઓફર્સ
  5. Redmi Turbo 6 Maxમાં 7 ઇંચ 2K ડિસ્પ્લે અને Dimensity 9600s ચિપ મળવાની શક્યતા
  6. IFA 2026માં રજૂ થશે Tecnoનો બેઝલ-લેસ સ્માર્ટફોન , એજ ટુ એજ ડિસ્પ્લેએ ખેંચ્યું ધ્યાન
  7. Vivo T3 Ultra પર રૂપિયા 9,500 સુધીની બચત , બેંક ઓફરથી કિંમતમાં વધુ ઘટાડો
  8. ગૂગલની નવી Age Verification ટેક્નોલોજી , બાળકો માટે એપ્સ બનશે વધુ સુરક્ષિત
  9. Samsung Galaxy SmartTag 3માં મળી શકે 500 દિવસની બેટરી અને નવી ડિઝાઈન , રિપોર્ટમાં ખુલાસો
  10. Oppo K13 Turbo Pro 5G થયો સસ્તો , ફ્લિપકાર્ટ પર બેંક ઓફર સાથે શાનદાર ડીલ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »