પાવર અને પરફોર્મન્સનો નવો બાદશાહ ! Redmi Turbo 5માં Dimensity 8500 Ultra અને 120Hz ડિસ્પ્લે

Redmi Turbo 5 ભારતમાં લોન્ચ થઈ ગયો છે

પાવર અને પરફોર્મન્સનો નવો બાદશાહ ! Redmi Turbo 5માં Dimensity 8500 Ultra અને 120Hz ડિસ્પ્લે

Photo Credit: Redmi

ભારતમાં Redmi Turbo 5 ની શરૂઆતની કિંમત રૂપિયા 37,999 છે .

હાઇલાઇટ્સ
  • Redmi એ Turbo સિરીઝનો પહેલો સ્માર્ટફોન Redmi Turbo 5 લોન્ચ કર્યો
  • Redmi Turbo 5 માં 6.59 ઇંચની 1.5K ફ્લુઈડ ડિસ્પ્લે
  • Redmi Turbo 5માં પાવર માટે 7,540mAh ની મોટી બેટરી આપવામાં આવી છે
જાહેરાત

Redmi એ ભારતમાં તેની નવી Turbo સિરીઝનો પહેલો સ્માર્ટફોન Redmi Turbo 5  લોન્ચ કર્યો છે . આ ફોન પહેલા ચીનમાં રજૂ થયો હતો અને હવે ભારતીય ગ્રાહકો માટે પણ ઉપલબ્ધ છે . Redmi Turbo 5  માં MediaTek Dimensity 8500 Ultra પ્રોસેસર , 7540mAhની મોટી બેટરી , 100W ફાસ્ટ ચાર્જિંગ અને 120Hz રિફ્રેશ રેટ સાથે 1.5K ડિસ્પ્લે આપવામાં આવી છે . આ ઉપરાંત , ફોન IP66 , IP68, IP69 અને IP69K  રેટિંગ સાથે આવે છે , જે તેને ધૂળ અને પાણીથી વધુ સુરક્ષિત બનાવે છે .

Redmi Turbo 5 : કિંમત અને ઉપલબ્ધતા 

Redmi Turbo 5  Asphalt Black , Nitro Blue અને Turbo White કલર વિકલ્પોમાં ઉપલબ્ધ છે . તેનું વેચાણ 19 જૂનથી Amazon , Mi.com અને અન્ય ઓનલાઈન તેમજ ઓફલાઈન સ્ટોર્સ પર શરૂ થશે .

આ ફોનના  8GB RAM + 256GB  સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત આશરે રૂપિયા 37,999 રાખવામાં આવી છે . જ્યારે 12GB RAM + 256GB સ્ટોરેજ મોડલની કિંમત લગભગ રૂપિયા 40,999 છે . લોન્ચ ઓફર હેઠળ પસંદગીના બેંક કાર્ડ પર રૂપિયા 2000 સુધીનું વધારાનું ડિસ્કાઉન્ટ પણ મળશે .

Redmi Turbo 5  : મુખ્ય ફીચર્સ 

Redmi Turbo 5  માં 6.59 ઇંચની 1.5K ફ્લુઈડ ડિસ્પ્લે આપવામાં આવી છે , જે 120Hz રિફ્રેશ રેટ , HDR10+ Dolby Vision અને 3500 nits સુધીની પીક બ્રાઇટનેસ સપોર્ટ કરે છે . ડિસ્પ્લે ને Corning Gorilla Glass 7i નું પ્રોટેક્શન આપવામાં આવ્યું છે .

પરફોર્મન્સ માટે આ ફોનમાં Media Tek Dimensity 8500 Ultra ચિપસેટ છે , જે 12GB સુધી LPDDR5X RAM અને 256GB UFS 4.1 સ્ટોરેજ સાથે આવે છે . વર્ચ્યુઅલ RAM ફીચર દ્રારા RAMને વધારાના 12GB સુધી વધારી શકાય છે . લાંબા સમય સુધી સ્મૂથ કામગીરી માટે 3D Ice -Loop Cooling System પણ આપવામાં આવી છે .

ફોટોગ્રાફી માટે , ફોનમાં 50MPનો OIS અને EIS સપોર્ટવાળો મુખ્ય કેમેરા તથા 8MPનો અલ્ટ્રા - વાઈડ કેમેરા છે . સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે 20MP નો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે .

Redmi Turbo 5માં પાવર માટે 7,540mAh ની મોટી બેટરી આપવામાં આવી છે , જે 100W ફાસ્ટ ચાર્જિંગ અને 27W રિવર્સ વાયર્ડ ચાર્જિંગને  સપોર્ટ કરે છે . કનેક્ટિવિટી માટે 5G , Wi - Fi , Bluetooth અને USB Type -C જેવા વિકલ્પો આપવામાં આવ્યા છે . આ ફોન Android 16 આધારિત HyperOS 3 પર ચાલે છે અને તેમાં પ્રીમિયમ એરોસ્પેસ - ગ્રેડ મેટલ ફ્રેમ , IR બ્લાસ્ટર અને 8.18mm જાડાઈ જેવી ખાસિયતો પણ આપવામાં આવી છે .


 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Flipkart Freedom Saleમાં iPhone 17 Proથી લઈને Lenovo Laptop સુધી મળશે આકર્ષક ઓફર્સ
  2. Redmi Turbo 6 Maxમાં 7 ઇંચ 2K ડિસ્પ્લે અને Dimensity 9600s ચિપ મળવાની શક્યતા
  3. IFA 2026માં રજૂ થશે Tecnoનો બેઝલ-લેસ સ્માર્ટફોન , એજ ટુ એજ ડિસ્પ્લેએ ખેંચ્યું ધ્યાન
  4. Vivo T3 Ultra પર રૂપિયા 9,500 સુધીની બચત , બેંક ઓફરથી કિંમતમાં વધુ ઘટાડો
  5. ગૂગલની નવી Age Verification ટેક્નોલોજી , બાળકો માટે એપ્સ બનશે વધુ સુરક્ષિત
  6. Samsung Galaxy SmartTag 3માં મળી શકે 500 દિવસની બેટરી અને નવી ડિઝાઈન , રિપોર્ટમાં ખુલાસો
  7. Oppo K13 Turbo Pro 5G થયો સસ્તો , ફ્લિપકાર્ટ પર બેંક ઓફર સાથે શાનદાર ડીલ
  8. Vivo X500 Pro ટૂંક સમયમાં થઈ શકે લોન્ચ , પ્રીમિયમ ડિઝાઈન સાથે આવશે નવો ફ્લેગશિપ ફોન
  9. OnePlus 16 લોન્ચની પુષ્ટિ , Snapdragon 8 Elite Gen 6 Pro ચિપસેટ સાથે આવશે
  10. Samsung Galaxy F70 Pro 5Gની કિંમત જાહેર , 50MP OIS કેમેરા અને AMOLED ડિસ્પ્લે મળશે
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »