Redmi K90 Max માં Dimensity 9500 ચિપ , 100W ફાસ્ટ ચાર્જિંગ અને પ્રીમિયમ ફીચર્સ

Redmi K90 Max માં ડયુઅલ રિયર કેમેરા યુનિટ છે , જેમાં 50 મેગાપિક્સલનો મુખ્ય કેમેરા છે

Redmi K90 Max માં Dimensity 9500 ચિપ , 100W ફાસ્ટ ચાર્જિંગ અને પ્રીમિયમ ફીચર્સ

Photo Credit: Redmi

Redmi K90 Max માં 165Hz રિફ્રેશ રેટ સાથે 6.83 ઇંચ M10 ડિસ્પ્લે આપવામાં આવી છે

હાઇલાઇટ્સ
  • Redmi K90 Max ને ચીનમાં લોન્ચ
  • 50MP નો પ્રાઈમરી સેન્સર OIS સાથે આવે છે અને 8MP નો સેકન્ડરી લેન્સ
  • આ ફોનમાં IP66, IP68 અને IP69 રેટિંગ
જાહેરાત

Redmi એ તેની લોકપ્રિય K - સિરીઝમાં એક વધુ શક્તિશાળી સ્માર્ટફોન તરીકે Redmi K90 Max ને ચીનમાં લોન્ચ કર્યો છે . આ નવો હેન્ડસેટ Redmi K90 અને Redmi K90 Pro Max સાથે લાઇનઅપમાં જોડાયો છે અને પ્રીમિયમ સ્પેસિફિકેશન્સ સાથે આવે છે . તેમાં 6.83 ઈંચનું 1.5K M10 ડિસ્પ્લે આપવામાં આવ્યું છે  ,  જે  165Hz  સુધીનો રિફ્રેશ રેટ અને 3500nits સુધીની પીક બ્રાઇટનેસ સપોર્ટ કરે છે . સાથે જ HDR10+ અને Dolby Vision જેવા ફીચર્સ વિઝ્યુઅલ  અનુભવને વધુ સારો બનાવે છે .

Redmi K90 Max Android 16 પર આધારિત HyperOS પર ચાલે છે અને તેમાં Media Tek Dimensity  9500 પ્રોસેસર આપવામાં આવ્યું છે , જે  16GB સુધી  LPDDR5X RAM અને 1TB સુધી UFS 4 સ્ટોરેજ સાથે જોડાયેલું છે . ગેમિંગ માટે તેમાં ખાસ D2 ડિસ્પ્લે ચિપ અને એડવાન્સ કુલિંગ સિસ્ટમ આપવામાં આવી છે , જેમાં એક્ટિવ કુલિંગ ફેન અને મોટા ગ્રેફાઈટ એરિયા શામેલ છે , જે ફોનને ઓવરહીટ થવાથી બચાવે છે .

redmi k90 max black Redmi K90 Max

Photo Credit: Redmi

હવે વાત કરીએ કેમેરા સેટઅપની તો આ ફોનમાં ડયુઅલ રિયર કેમેરા આપવામાં આવ્યા છે , જેમાં 50MP નો પ્રાઈમરી સેન્સર OIS સાથે આવે છે અને 8MP  નો  સેકન્ડરી લેન્સ છે . સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે 20MP નો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે . ઓડિયો અનુભવ માટે તેમાં Bose ના સ્ટીરિયો સ્પીકર્સ આપવામાં આવ્યા છે  .

બેટરીની વાત કરીએ તો આ Redmi K90 Max ખુબ જ શક્તિશાળી છે . તેમાં 8,550mAh ની મોટી બેટરી આપવામાં આવી છે , જે 100W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે . સાથે જ 22.5W રિવર્સ ચાર્જિંગ પણ ઉપલબ્ધ છે . કનેક્ટિવિટી માટે તેમાં 5G , Wi - Fi  7, Bluetooth , GPS , NFC અને USB Type  - C  જેવા વિકલ્પો પણ આપવામાં આવ્યા છે .

આ ફોનમાં IP66,   IP68 અને  IP69 રેટિંગ સાથે પાણી અને ધૂળ સામે રક્ષણ મળે છે . સુરક્ષા માટે 3D અલ્ટ્રાસોનિક ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે .   Redmi K90 Max  ની શરૂઆતની કિંમત CNY 2,999 ( લગભગ  41,000 રૂપિયા) રાખવામાં આવી છે અને તે સ્પેસ સિલ્વર , શેડો બ્લેક અને સ્કાય બ્લૂ કલરમાં ઉપલબ્ધ છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Redmi K90 Max માં Dimensity 9500 ચિપ , 100W ફાસ્ટ ચાર્જિંગ અને પ્રીમિયમ ફીચર્સ
  2. Vivo ના અનેક મોડેલમાં ભાવ વધારો , સ્માર્ટફોન બજારમાં વધતી કિંમતનો ટ્રેન્ડ
  3. Oppo Find X9s Pro આવ્યો માર્કેટમાં , પ્રીમિયમ ફીચર્સ અને મોટી બેટરી સાથે
  4. એક ક્લિકમાં બલ્ક અનસબ્સ્ક્રાઇબ : Gmail નું નવું ફિચે ઇનબોક્સ કરશે ક્લીન
  5. ગ્રામીણ વિસ્તારો માટે BSNL ની ખાસ ઓફર , સસ્તામાં ફાઈબર ઈન્ટરનેટ અને અનલિમિટેડ કોલિંગ
  6. બૂસ્ટર સફળતાપૂર્વક ઉતર્યો છતાં ઉપલા તબક્કાની ખામીથી સેટેલાઇટ ભ્રમણકક્ષામાં પહોંચી ન શક્યું
  7. હવે રીલ્સ સેવ કરવી થઈ ગઈ સરળ : તમારા ફોનમાં ડાઉનલોડ કરવાની સ્ટેપ બાય સ્ટેપ રીત
  8. Appleમાં મોટો બદલાવ : Tim Cook બાદ John Ternus સંભાળશે કમાન
  9. Motorola Razr 2026 અને Motorola Razr + 2026 સાથે નવી ફોલ્ડેબલ લાઇનઅપ ટૂંક સમયમાં લોન્ચ થવાની શક્યતા
  10. મુસાફરો માટે ખાસ Dyson Supersonic Travel હળવું અને સ્માર્ટ હીટ કંટ્રોલ સાથે આવ્યું
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »